Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રિલાયન્સની સાથે જોઇન્ટ વેન્ચર ઉપર કોઇપણ વાતો છુપાવી નથી : એરિક ટ્રૈપિયર

રાફેલ ડિલને લઇને છેડાયેલા વિવાદ વચ્ચે આ ફાઇટર જેટ બનાવનાર કંપની દસો એવિએશનના મુખ્ય કારોબારી અધિકારી અને સીઈઓ એરિક ટ્રૈપિયર દ્વારા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપોને રદિયો આપી દીધો છે. ટ્રેપિયરે એક ઇન્ટરવ્યુમાં આ ડિલને લઇને રાહુલ ગાંધીના તમામ આક્ષેપોને અયોગ્ય ગણાવ્યા છે. ઇન્ટરવ્યુમાં ટ્રૈપિયરે કહ્યું છે કે, તેઓ ક્યારે પણ ખોટા નિવેદન કરતા નથી. અગાઉ જે વાત કરી હતી તે વાત હવે પણ કરી રહ્યા છે. પહેલા જે વાત કરી હતી તે તમામ બાબતો સાચી છે. દસો-રિલાયન્સ જોઇન્ટ વેન્ચરના ઓફસેટ કોન્ટ્રાક્ટને લઇને પૂર્વ પ્રમુખ ફ્રાંસવા ઓલાંદના નિવેદન યોગ્ય ન હતા. રાહુલ ગાંધીએ બીજી નવેમ્બરના દિવસે દસોના સીઈઓ પર ખોટા નિવેદનબાજી કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે આક્ષેપ કર્યો હતો કે, દસોએ અનિલ અંબાણીની કંપનીને ૨૮૪ કરોડ રૂપિયા આપ્યા હતા. અંબાણીએ આ પૈસાથી જમીન ખરીદી કરી હતી. દસોના સીઈઓ ઉપર ખોટા નિવેદન કરવાનો આક્ષેપ કરીને રાહુલે કહ્યું હતું કે, દસો માત્ર મોદીને બચાવી રહી છે. તપાસ થશે તો મોદીની મુશ્કેલીમાં વધારો થશે. દસો રિલાયન્સ ગ્રુપને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવાને લઇને પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમની છાપ ખોટુ બોલનાર વ્યક્તિ તરીકે રહી નથી. તેમની પોઝીશન ઉપર કોઇ પ્રશ્નો ઉઠાવી શકે તેમ નથી. રાહુલ ગાંધી બીજી નવેમ્બરના દિવસે આક્ષેપ કર્યો હતો કે, દસોએ નુકસાનનો સામનો કરી રહેલી અનિલ અંબાણીની કંપનીને ૨૮૪ કરોડ રૂપિયા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દસોના સીઈઓ ખોટા નિવેદન કરી રહ્યા છે. જો આ મામલામાં તપાસ થશે તો મોદીને તકલીફનો સામનો કરવો પડશે. ટ્રૈપિયરે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી સાથે સોદાબાજી કરવાનો તેમનો લાંબો અનુભવ રહેલો છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીથી તેઓ દુખી છે અને આઘાત પણ લાગ્યો છે. ટ્રૈપિયરે કહ્યું હતું કે, ૧૯૫૩માં ભારતની સાથે થયેલી ડિલ ભારતના પ્રથમ વડાપ્રધાન નહેરુની સાથે પણ થઇ હતી. અમે ભારતની સાથે લાંબા સમયથી કામ કરી રહ્યા છે. અમે કોઇ પાર્ટી માટે કામ કરતા નથી. અમે ભારતીય હવાઈ દળ અને ભારત સરકારને ફાઇટર જેટ જેવા વ્યૂહાત્મક પ્રોડક્ટ આપી રહ્યા છીએ જે ખુબ જરૂરી છે. રિલાયન્સને ઓફસેટ પાર્ટનર તરીકે ચૂંટી કાઢવા પાછળના કારણો અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમાં પૈસા જે રોકવામાં આવ્યા છે તે સીધીરીતે રિલાયન્સને મળશે નહીં. આ જોઇન્ટ વેન્ચરને જશે. દસો પણ આના એક હિસ્સા તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે રિલાયન્સના પૈસા લગાવી રહ્યા નથી. આ પૈસા જોઇન્ટ વેન્ચરમાં મુકવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી આ ડિલની વાત છે તેમની પાસે એન્જિનિયર અને વર્કરો છે જે આને આગળ લઇ જશે. સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમ મુજબ આ ડિલમાં રિલાયન્સ ૫૧ ટકા પૈસા લગાવશે જ્યારે દસો ૪૯ ટકા પૈસા લગાવનાર છે. એક સાથે ૮૦૦ કરોડ રૂપિયા ૫૦-૫૦ ટકાના દરે લગાવવામાં આવ્યા છે.

Related posts

आजाद भारत में पहली बार किसी महिला को फांसी देने की तैयारी

editor

आधार लिंकिंग प्रश्न : ममता को कड़ी फटकार

aapnugujarat

सुरक्षाबलों ने 4 आतंकियों को किया ढेर

editor

Leave a Comment

UA-96247877-1