Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી

લોકસભા ચૂંટણી આડે હજુ ખુબ સમય રહ્યો છે ત્યારે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ તો પહેલાથી જ અમેઠીમાં ચૂંટણી તૈયારી શરૂ કરી દીધી છે. દિવાળી પર્વ પર મહિલાઓને સાડી, યુવાનોને સુટ અને વયોવૃદ્ધ લોકોને રસગુલ્લાનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સ્મૃતિ તરફથી આપવામાં આવી રહેલી ભેંટની હવે ચારેબાજુ ચર્ચા જોવા મળી રહી છે. અમેઠીમાં પહેલાથી જ રાજકીય ગરમી વધી ગઇ છે. ચારેબાજુ ભાજપના ધ્વજ લાગી ગયા છે તથા બેનરો પણ જોવા મળી રહ્યા છે. દીવાળી પર્વની પુર્ણાહુતિ થઇ ચુકી છે. જો કે દરેક ગામમાં કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીની ગિફ્ટની ચર્ચા જોવા મળી રહી છે. ભાજપના કાર્યકરોના પ્રયાસ છે કે અમેઠી લોકસભા ક્ષેત્રમાં એક પણ ઘર બાકી ન રહે જેમાં સ્મૃતિ ઇરાની તરફથી દિવાળીની ભેટ ન પહોંચે. કોઇને સાડી, કોઇને બ્રાન્ડેડ સફારી સુટ અને બાળકોને મિઠાઇનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વૃદ્ધ લોકોને રસગુલ્લા આપવામાં આવી રહ્યા છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીની ગતિવિધી અમેઠીમાં વધી રહી છે. અમેઠી સંસદીય ક્ષેત્ર પર તેઓ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી ચુક્યા છે. દીવાળીના પહેલા જ બાજપના કાર્યકર દરેક ગામમાં સાડી વિતરિત કરી રહ્યા હતા. હજુ સુધી ૧૦ હજારથી વધારે સાડીઓ ગરીબ મહિલાઓને સોંપવામાં આવી ચુકી છે. દીવાળી અને ધનતેરસની પૂર્વ સંધ્યા પર મોકલવામાં આવેલી સાડી ભાજપ બુથ અધ્યન્કી મહિલાઓ, સેક્ટર સ્તરના હોદેદ્દારો, મંડળ સ્તરના હોદ્દેદારો અને જિલ્લા સ્તરના અધિકારીઓના આવાસની મહિલાઓને સાડીઓ વિતરિત કરવામાં આવી હતી. મહિલાઓને પ્રભાવિત કરવામાં આવ્યા બાદ સ્મૃતિ ઇરાની હવે લોકોને પણ પણ પ્રભાવિત કરી રહ્યા છે. યુવાનોને બ્રાન્ડેડ કંપનીઓના સફારી સુટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પ્રયાસ એવા કરવામાં આવી રહ્યા છે કે દરેક બુથ પર ઓછામાં ઓછા પાંચ યુવાનોને સફારી સુટનું વિતરણ થઇ શકે. કેન્દ્રિય પ્રધાનના પ્રતિનિધીઓના કહેવા મુજબ ઓછામાં ઓછા ૧૦ હજાર બ્રાન્ડેડ સફારી સુટનું વિતરણ કરવાની યોજના છે. દીવાળી પર્વની પુર્ણાહુતિ થઇ ચુકી છે પરંતુ બાળકો અને મોટી વયના વૃદ્ધ લોકોને રસગુલ્લાનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. રસગુલ્લા ક્ષેત્રીય દુકાનદારો પાસેથી લઇે વિતરિત કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યુ છે કે રાહુલ ગાંધી અમેઠીની પ્રજા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેઓ વોટ લઇને સંસદ પહોંચી ગયા છે પરંતુ અહીંના વિકાસને લઇને ક્યારેય વિચારતા નથી. તેમણે કહ્યુ હતુ કે સ્મૃતિ ભાજપના ઉમેદવાર છે. આ વખતે અમેઠીની પ્રજા રાહુલ ગાંધીને વિદાય આપવા માટે તૈયાર છે. અમેઠીના વિકાસ અને અહીંની ચિંતા કરનાર સ્મૃતિને જીત અપાવવા માટે લોકો ઉત્સુક દેખાઇ રહ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની સામે સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જો કે રાહુલના ગઢમાં સ્મૃતિની નજીવા અંતર સાથે હાર થઇ હતી. આ વખતે જોરદાર સ્પર્ધા થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. કોંગ્રેસે ભાજપની ચાલ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે સાડી, સફારી સુટ અને મિઠાઇઓ વહેંચવાથી મત મળતા નથી. સેવા ભાવના કારણે મત મળે છે જે રાહુલ કરી રહ્યા છે. કહેવત છે કે એક દિવસ ભોજન કરવાથી કોઇ પહેલવાન બની જતા નથી. હવે આક્ષેપબાજીનો દોર શરૂ થયઇ ચુક્યો છે.

Related posts

સીઆરપીએફને ટાર્ગેટ કરી બ્લાસ્ટ કરનાર શખ્સ ઝબ્બે

aapnugujarat

कुपवाड़ा में 3 जवान लापता

aapnugujarat

એન્ટીલિયા કેસમાં NIAને મળી સફળતા

editor

Leave a Comment

UA-96247877-1