Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં નવા અને જુના ચહેરા પર વધારે દાવ લાગ્યો

દોઢ દશકના સત્તાના વનવાસને ખતમ કરવા માટેના પ્રયાસમાં કોગ્રેસે આ વખતે જોરદાર તૈયારી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ સત્તા કબજે કરવા માટે આ વખતે નવા અને જુના ચહેરા પર દાવ રમ્યો છે. એટલે કે કોંગ્રેસ પાર્ટીએ અનુભવી અને ઉર્જાની સાથે સાથે તે પોતાના ચૂંટણી રથ પર સવાર થઇને વિજય મેળવી લેવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી ૧૭૧ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ૧૬ ઉમેદવારોની બીજી યાદીમાં પાંચ ધારાસભ્યોને ફરી તક આપવામાં આવી છે. હજુ સુધી ૫૪ ધારાસભ્યો પૈકી ૫૧ને ફરી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. બાકી ૫૯ સીટ પર ઉમેદવારોના નામ હજુ જાહેર કરવાના બાકી છે. જેમાં ત્રણ વર્તમાન ધારાસભ્યોની સીટો પણ સામેલ છે. ભાજપ દ્વારા હજુ સુધી ૧૯૩ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસના હજુ સુધી જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં રાજકીય અનુભવની સાથે સાથે યુવાનોને પણ મહત્વ આપવામાં આવ્યુ છે. ૧૭૧ ઉમેદવારો પૈકી ૪૮ એવા ઉમેદવારો છે જે છેલ્લી ચૂંટણીમાં હારી ગયા હતા. જો કે કોંગ્રેસે આ તમામ પર ફરી દાવ રમ્યો છે. સર્વેના આધાર પર ટિકિટ વહેંચવા માટેનો દાવો કરનાર કોંગ્રેસને આ ઉમેદવારો જીતી જશે તેમ લાગે છે. કોંગ્રેસને લાગે છે કે છેલ્લી ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચુકેલા ઉમેદવારો જ પાર્ટીને જીત અપાવશે. કોંગ્રેસ પાર્ટીએ ૩૦થી વધારે યુવાનોને પણ ટિકિટ આપી છે. જેમાં કેટલાક આશાસ્પદ ચહેરા પણ સામેલ છે. નવા ચહેરાની સાથે કોંગ્રેસ પાર્ટી શાસન વિરોધી પરિબળોનો શિકાર થયેલા ભાજપના વર્તમાન ધારાસભ્યોને તેમના ગઢમાં પરાજિત કરવા માટેની તૈયારી કરી છે. કોંગ્રેસે પોતાની યાદીમાં અડધી વસ્તીની બાબતોને પણ ધ્યાનમાં લીધી છે. ૨૨ મહિલા ઉમેદવારોને ટિકિટ આપીને કોંગ્રેસે રાહુલ ગાંધીની ફોર્મ્યુલાને અમલી કરી દીધી છે. સાથે સાથે આ લોકોના વિશ્વાસને જીતવા માટે પણ ઇચ્છુક છે. તેમાં પણ યુવાનોની સંખ્યા વધારે છે. કોંગ્રેસ પ્રધાનોને તેમના કિલ્લામાં બંધ કરવા માટે ઇચ્છુક છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ સહિત દિગ્ગજોની સામેના ઉમેદવારોના નામ જાહેર ન કરીને કોંગ્રેસ પાર્ટીએ આક્રમક તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીને ભાજપના એવા વિભીષણોની પણ શોધ છે જે વિજયમાં તેની સાથે રહી શકે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા મધ્યપ્રદેશમાં રહેલી છે. આ વખતે ભાજપ સામે જોરદાર શાસન વિરોધી લહેર છે. શિવરાજ સિંહ ચૌહાણ સામે જોરદાર પડકારની સ્થિતી રહેલી છે.

Related posts

શેરબજારમાં ફ્લેટ કારોબાર

aapnugujarat

પેટ્રોલની કિંમતમાં લીટરદીઠ ૩૦ પૈસા સુધી ઘટાડો

aapnugujarat

સરકાર ૨૦૦૦ની નોટો જમા કરાવવાની મુદત નહીં વધારે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1