Aapnu Gujarat
બ્લોગ

એર પોલ્યુશન : ભારત નહીં ચીનને પણ કનડતી સમસ્યા

રાષ્ટ્રીય પાટનગર દિલ્હી બીમાર છે. પ્રદૂષણને કારણે. હજી ગઈ કાલે રવિવારે ત્યાં હવામાન સ્વચ્છ હતું, પણ આજે હવામાં પ્રદૂષણ ચાર ગણું વધી ગયું છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ, આજે સવારે ૯ વાગ્યે દિલ્હીમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ (વાયુ ગુણવત્તા સૂચકાંક) ૩૦૪નો નોંધાયો હતો. હવામાન વિભાગે એર ક્વાલિટી ઈન્ડેક્સ વધારે બગડવાની ચેતવણી આપી છે.છેલ્લા ત્રણેક સપ્તાહથી દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર રીતે ખરાબ થઈ રહ્યું છે. એને ‘ખરાબ’ શ્રેણીમાં મૂકી દેવાયું છે.રવિવારે એર ક્વાલિટી ઈન્ડેક્સ ૨૩૨ હતો, પણ ગયા શુક્રવારે ૩૭૦ હતો.હવામાં પ્રદૂષણનું સ્તર ૦-૫૦ સુધીનું હોય તો હવા સારી કહેવાય, ૫૧-૧૦૦ વચ્ચે હોય તો સંતોષજનક, ૧૦૧-૨૦૦ વચ્ચેનું હોય તો સામાન્ય, ૨૦૧-૩૦૦ હોય તો ખરાબ, ૩૦૧-૪૦૦ હોય તો બહુ ખરાબ અને ૪૦૧-૫૦૦ વચ્ચે હોય તો એને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવે છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માનવા મુજબ, ભારતમાં એકલું દિલ્હી જ નહીં, પણ દેશના કુલ ૭૦ શહેરોમાં પણ હવાથી પ્રદૂષિત છે. આ તમામ શહેરોમાં હવાની ગુણવત્તામાં બગાડો થયો છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ હવાને માનવ અધિકાર તરીકે જાહેર કરી છે.ભારતમાં, એક તરફ હવામાં પ્રદૂષણનું સ્તર વધતું જાય છે અને બીજી બાજુ શિયાળો પણ બેસી ગયો છે ત્યારે હવાની ગુણવત્તા વધારે બગડવાની ભીતિ છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અભ્યાસ મુજબ, દક્ષિણ ભારતના તિરુપતિ, તિરુવનંતપુરમ સહિતના શહેરોમાં પણ હવાની ગુણવત્તા બગડી છે. ત્યાં એમણે એર ક્વાલિટી ઈન્ડેક્સ સારામાંથી સંતોષજનક અને સામાન્ય સુધી નીચે ઉતારી દીધું છે.જો એર ક્વાલિટી ઈન્ડેક્સ સંતોષજનક લેવલ પર હોય તો પણ લોકોને શ્વાસ લેવામાં મામુલી તકલીફ પડી શકે છે અને એ લેવલ તો સામાન્ય પર જાય તો અસ્થમા તથા હૃદયની બીમારીવાળાઓને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે.વિશ્વ આરોગ્ય સંસ્થાના દાવા મુજબ, વિશ્વભરમાં હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે ૭૦ લાખ લોકો મૃત્યુ પામે છે. આમાં એક-તૃતિયાંશ મરણ હૃદયરોગના હુમલા, સ્ટ્રોક, ફેફસાંના કેન્સરથી અને શ્વાસની તકલીફને કારણે થાય છે.પ્રદૂષણ માણસજાતના આરોગ્ય પર વિપરિત અસર કરે છે. હવા, પાણી અને જમીન એ સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર છે.આ ત્રણે વસ્તુમાં બગાડ કે અશુધ્ધિ ભળે તો સજીવ સૃષ્ટિના જીવન પર પણ અસર થાય.પૃથ્વી પર વાહન વ્યવહાર અને કારખાના જેવી પ્રવૃત્તિથી હવા, પાણી અને જમીનમાં અશુધ્ધિઓ ભળે છે. વાહનોના ધૂમાડા, કેમિકલ કારખાનાઓમાંથી છોડવામાં આવતા પાણી અને પ્લાસ્ટિક જેવા કચરા અશુધ્ધિઓ કહેવાય છે.તેને પ્રદૂષણ કે પોલ્યુશન કહે છે. હવામાં ધૂમાડો વધુ હોય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરા થાય છે. જમીનમાં અશુધ્ધિ ભળે તો પાકને નુકસાન થાય. પ્રદૂષણ વિશે અન્ય વાતો પણ જાણવા જેવી છે.કોઈ પણ બળતણ સળગાવવાથી પેદા થતા ધૂમાડામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ હોય છે. જે હવામાં પ્રદૂષણ કરે છે. વાહનોમાં પેટ્રોલ બળે ત્યારે નીકળતો ધૂમાડો પ્રદૂષિત હોય છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે. પ્લાસ્ટિકનો કચરો જમીન પરનુ સૌથી મોટું પ્રદૂષણ છે.આમ માનવપ્રવૃત્તિથી જ પ્રદૂષણ વધે છે. ઘણા દેશો પ્રદૂષણ ઓછુ કરવા વિવિધ ઉપાયો અને જરૃર પડયે કાયદા પણ બનાવે છે.એક સમય હતો જ્યારે એવી માન્યતા હતી કે બાળકો ઘરની બહાર નીકળીને ખેલકૂદમાંમાં ભાગ લે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બાળકોનો શારીરિક વિકાસ થાય છે. પરંતુ હવે ખુલ્લી હવામાં ફરવું જોખમી સાબિત થઈ શકે છે.પ્રદૂષણની વધતી જતી માત્રાના લીધે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે. બાળકોના શારિરીક માનસિક વિકાસમાં પ્રદૂષણ અડચણ બની રહ્યું છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના અહેવાલ મુજબ, પ્રદૂષણની બાળકો પર વિપરીત અસર થઈ રહી છે. આ અહેવાલ મુજબ, વર્ષ ૨૧૦૧૬મા પ્રદૂષણના કારણે એક લાખથી વધુ (૧,૦૧, ૭૮૮.૨) બાળકોના મોત થયા હતા.’ઍર પૉલ્યૂશન ઍન્ડ ચાઇલ્ડ હેલ્થઃ પ્રિસ્ક્રાઈબિંગ ક્લિન ઍર’ નામે તૈયાર થયેલા અહેવાલમાં પ્રદૂષણના કારણે વધી રહેલી બીમારીઓ અંગે ચેતવણી આપવામાં આવી છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, બહારની હવામાં રહેલા પર્ટિક્યૂલેટ મેટર (પીએમ) ૨.૫ના કારણે પાંચ વર્ષની ઉંમરના સૌથી વધુ બાળકોના ભારતમાં મોત થયા છે.પર્ટિક્યૂલેટ મેટર ધૂળ અને ગંદકીના સુક્ષ્મ કણ છે, જે શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે.પ્રદૂષણના કારણે ભારતમાં ૬૦,૯૮૭, નાઇજીરિયામાં ૪૭,૬૭૪, પાકિસ્તાનમાં ૨૧,૧૩૬ અને કોંગોમાં ૧૨.૮૯૦ બાળકોના મોત થયા છે.આ બાળકોમાં સૌથી વધુ સંખ્યા દીકરીઓની છે. મૃત્યુ પામેલા બાળકોમાં ૩૨,૮૯૯ દીકરીઓ અને ૨૮,૦૯૭ દીકરાઓનો સમાવેશ થાય છે.પ્રદૂષણની અસર જન્મેલા બાળકો પર જ નહીં, પરંતુ ગર્ભમાં ઉછરી રહેલાં બાળકો પર પણ થાય છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, પ્રદૂષણના કારણે સમય પહેલાં ડિલિવરી, જન્મથી ખોડ, ઓછું વજન, અને મોત પણ થઈ શકે છે.આમ તો પ્રદૂષણની અસર તમામ વ્યક્તિઓ પર થાય છે, પરંતુ અહેવાલ મુજબ, પ્રદૂષણનો સૌથી વધુ ભોગ બાળકો બની રહ્યા છે.પ્રદૂષણ જોખમી સાબિત થઈ શકે છે અને ગર્ભમાં ઉછરી રહેલા બાળકો પર પણ તેની અસર થાય છે.ડૉક્ટરના મતે નવજાત બાળકો અને મોટા બાળકો (જે બહાર જઈને ખેલકુદ કરી શકે) તેના પર પ્રદૂષણની જુદી જુદી અસર થાય છે.નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિઓ ઓછી હોય છે. બાળકનો વિકાસ થતા તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.નવજાત બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેમના ફેફસા યોગ્ય રીતે વિકસેલા નથી હોતા.જેના લીધે પ્રદૂષણની વધારે અસર થાય છે. આ બાળકોને શરદી, ઉધરસ, ઍલર્જી થઈ શકે છે.આ બાળકો શ્વાસ લેવાની સમસ્યા અને અસ્થમાનો ભોગ પણ બની શકે છે. આ બિમારીઓ આગળ જતા મૃત્યુનું કારણ બની શકે છે.બાળકોના વિકાસ દરમિયાન પ્રદૂષણના કણ તેમના માનસિક વિકાસમાં અવરોધ સર્જે છે.નવજાત બાળકો ઘરમાં સર્જાતા પ્રદૂષણનો ભોગ બને છે. ઘરમાં રસોઈ, એસી, પરફ્યૂમ, અને ધૂપ તેમજ અગરબત્તી પ્રગટાવવાથી ઉત્પન્ન થતો ધુમાડો પ્રદૂષણ સર્જે છે.ગ્રામીણ વિસ્તારોમાં ખોરાક રાંધવા માટે લાકડા અથવા કોલસા વપરાય છે જેના ધુમાડાની ફેફસા પર ગંભીર અસર થાય છે.અહેવાલમાં ઘરના અને બહારના પ્રદૂષણને અલગ અલગ રીતે ટાંકવામાં આવ્યો છે.અહેવાલ મુજબ, ઘરમાં ઉત્પન્ન થતું પ્રદૂષણને ઘાતકી ગણાવાયું છે. વર્ષ ૨૦૧૬માં ઘરગથ્થુ પ્રદૂષણના કારણે પાચ વર્ષથી ઓછી ઉંમરના ૬૬,૮૯૦.૫ બાળકોનાં મોત થયાં હતાં.નવજાત બાળકો સૌથી વધુ ઘરમાં રહે છે. તેમનો સંપર્ક જમીન સાથે વધારે હોય છે. આ બાળકો ચાલતા શીખે ત્યારે માતા સાથે વધુ સમય રહે છે.બાળકો માતા સાથે રસોડામાં પણ ખાસ્સો સમય પસાર કરે છે. આ કારણોસર ઘરમાં થતા પ્રદૂષણની નવજાત બાળકો પર ખૂબ જ અસર થાય છે.કેટલીક વાર આ પ્રદૂષણ બહારના પ્રદૂષણ કરતા વધુ ઘાતક હોય છે. મોટા બાળકો વિશે ગંગારામ હૉસ્પિટલમાં બાળરોગ વિભાગમાં કાર્યરત ડૉ. ધીરેન ગુપ્તા કહે છે કે બાળકો મોટા થાય એટલે બહાર રમવા જાય છે. આ બાળકોનો ઘરમાં ઓછો સમય વીતે છે.બાળકો સવારે શાળાએ જાય છે, જ્યારે પ્રદૂષણની માત્રા વઘુ હોય છે, જેના લીધે આ ઉંમરમાં જ તેઓ બહારના પ્રદૂષણનો ભોગ બને છે.આજકાલ બાળકોને નાની ઉંમરે ચશ્મા આવી જાય છે જેનું કારણ પણ પ્રદૂષણ જ છે.બાળકો મોટા થાય એટલે તેમની રોગપ્રતિકારત શક્તિમાં વધારો થાય છે, પરંતુ પ્રદૂષણની અસર દરેક ઉંમરે થાય છે.જે બાળકોને પહેલાંથી જ શ્વાસને લગતી તકલીફ હોય તેમની સ્થિતિ વધુ કથળી જાય છે.રસ્તામાં પ્રદૂષણના કણ નીચેની તરફે વધારે એકઠા થયેલા હોય છે. બાળકોની ઊંચાઈ ઓછી હોવાના કારણે તેની વધુ અસર બાળકો પર થાય છે.પ્રદૂષણનું હાલનું સ્તર અને ભવિષ્યમાં સર્જાનારું સ્તર ઘાતકી છે. મારી પાસે ઇલાજ માટે આવતા બાળકોની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો થયો છે.બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યું છે. તેમની દવાની માત્રામાં વધારો કરવાની ફરજ પડી છે.અહેવાલમાં જણાવ્યા મુજબ, ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ પ્રદૂષણથી બચી શકતું નથી.પ્રદૂષણના કારણે સમય પહેલા ડિલિવરી અને જન્મથી બીમારીની સમસ્યા સર્જાય છે.પ્રદૂષણ માતાની વાટે બાળકો સુધી પહોંચી જાય છે.ડૉ. ચાંદના કહે છે,ગર્ભ રહે તેના પહેલાં અને બાદના મહીને પ્રદૂષણની સૌથી વધુ અસર થાય છે.જ્યારે માતા શ્વાસ લે છે ત્યારે હવામાં ઉપસ્થિત પર્ટિક્યૂલેટ મેટર તેમના શરીરમાં પ્રવેશે છે.શરીરમાં પ્રવેશ્યા બાદ તેમાના કેટલાક કણ ફેફસામાં ચોંટી જાય છે. કેટલાંક કણ લોહીમાં પણ ભળી જાય છે.જ્યારે કેટલાક કણ પ્લેસેન્ટા સુધી પહોંચી જાય છે. પ્લેસેન્ટા ગર્ભની નજીક હોય છે જેમાંથી બાળકને પોષણ મળે છે.પ્રદૂષણના કણ પ્લેસેન્ટામાં એકત્રિત થઈ જવાના લીધે સોજો આવી જાય છે. આ પ્રકારની કૃત્રિમ ચીજો પ્લેસેન્ટા સુધી પહોંચે, ત્યારે તે ભાગમાં સફેદ રક્તકણો વધી જાય છે.આ સ્થાને સફેદ રક્તકણોનો ભરાવો થવાના લીધે બાળક સુધી પહોંચતા રક્તના પ્રવાહમાં અડચણ ઉભી થાય છે.આ રક્ત દ્વારા બાળકને પોષણ મળે છે. આ રક્તની ઓછી માત્રા બાળક સુધી પહોંચવાના કારણે બાળકનો વિકાસ રૂંધાય છે.આ સ્થિતિમાં બાળકો માનસિક કે શારીરિક રીતે અપંગ થઈ શકે છે. બાળકના મગજનો વિકાસ રૂંધાય છે.પ્લેસેન્ટા યોગ્ય રીતે રક્તનું વહન કરી ન શકે તેવી સ્થિતિમાં સમય પહેલાં જ ડિલીવરી થઈ જાય છે.આ સમસ્યાના કારણે બાળકનું વજન ઘટી શકે છે. બાળક કોઈ પણ પ્રકારના માનસિક વિકારનો ભોગ બની શકે છે. બાળકને અસ્થમા, અથવા ફેફસાને લગતી બીમારી થઈ શકે છે. કેટલાક સંજોગોમાં બાળકનું મોત પણ થઈ શકે છે.જોકે, આ બીમારીઓ અંગે ડૉ. છાબડા કહે છે કે દરેક સમસ્યા પ્રદૂષણના કારણે સર્જાતી નથી.પ્રદૂષણ અન્ય કારણોમાનું એક છે પરંતુ ફક્ત એક જ કારણ નથી, જેમ કે બાળકનું વજન ઓછું હોય તો તેનું કારણ કૂપોષણ હોઈ શકે છે.અનેક કારણો ભેગા થઈ બીમારીને જન્મ આપી શકે છે. પ્રદૂષણ બીમારી સર્જાવાનું એક કારણ છે.એક રિપોર્ટ મુજબ ચીનમાં વાયુ પ્રદૂષણના કારણે પ્રતિ વર્ષ ૧૬ લાખ મોત થઈ જાય છે. આ પ્રમાણ દેશમાં થતાં કુલ મૃત્યુના ૧૭ ટકા જેટલું છે.બેઇજિંગ શહેર સાથે જોડાયેલા વિસ્તારમાં કોલાસની ખાણ અને સ્ટીલના ઉત્પાદનના કારણે ઉદ્ભવતા ધુમ્મસના લીધે આકાશ રાખોડી કલરનું દેખાય છે અને દિવસ કે સાંજની વચ્ચે કોઈ ફરક દેખાતો નથી.ચીનના એક ખૂણાથી બીજા ખૂણા સુધી ધુમ્મસના વાદળો જાણે લોકોને ઢાંકી લેતા હોય તેવું લાગે છે. જ્યાં શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જાય છે.રસ્તાઓ પર લોકો પોતાના ચહેરાને માસ્કથી ઢાંકીને ફરતા જોવા મળે છે. અહીંયા સામાન્ય લોકોને પણ ખબર હોય છે પી.એમ. ૨.૫ કે ૧૦ શું છે.પીએમ ૨.૫ એટલે પાર્ટિકલનો એટલો નાનો અંશ જે ફેફસાં સુધી પહોંચી જાય છે.ગ્રીનપીસ સાથે જોડાયેલી એક વેબસાઇટ ’અનઅર્થ્ડ’ મુજબ જમીન પર ઓઝોનના પ્રદૂષણના કારણે વર્ષ ૨૦૧૬માં ચીનમાં ૭૦ હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.અનઅર્થ્ડ મુજબ ઓઝોન અલ્ટ્રા-વાયલેટ રેડિએશનને રોકીને પૃથ્વી પર જીવનની સુરક્ષા કરે છે.જમીન પર ઓઝોનની ટકાવારી વધવાના કારણે શ્વાસની બીમારીઓ થઈ શકે છે. જે સમય પહેલાં મૃત્યુનું કારણ બને છે.ચીનમાં સ્થાનિક લોકો કહે છે કે પાછલા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા પ્રદૂષણ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવ્યાં છે.શહેરોમાં રહેતા લોકો કહે છે કે પ્રદૂષણની માત્રા વધે ત્યારે સરકાર ફેક્ટ્રીઓને બંધ કરવામાં સહેજ પણ સંકોચ રાખતી નથી.કોલસા પર આધારીત વીજ ઉત્પાદન કારખાનાં બંધ કરવામાં આવ્યાં છે.ચીનની સમાચાર એજન્સી જિન્હુઆમાં પીકિંગ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના આધારે એક રિપોર્ટ લખાયો હતો.જેના રિસર્ચ મુજબ વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૭ની વચ્ચે પીએમ ૨.૫ અને પીએમ ૧૦, સલ્ફરડાયૉક્સાઇડ જામી જવાની ટકાવારીમાં ૩૩.૩ ટકા, ૨૭.૮ ટકા અને ૫૪.૧નો ઘટાડો નોંધાયો છે.એન્જિનિયર જ્હોનાસન લાઓસન વર્ષો સુધી આ ધુમ્મસમાં રહ્યાં હતા અને જ્યારે તેમના ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે તેમણે પ્યુરિફાયર તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.લાઓસન કહે છે કે ઘણી વાર પ્રદૂષણનું સ્તર એટલુ વધી જતું હતું કે અમે આખુ સપ્તાહ દીકરીને લઈને ઘરની બહાર નીકળી શકતા નહીં.બેઇજિંગમાં ભાડે લીધેલાં બે રૂમ તેમની ઓફિસ અને વર્કશોપ છે. જ્યાં તેઓ પ્યુરિફાયર બનાવીને વેચે છે.નજીકમાં તેમની નાની દીકરી પાના પર કોઈ આકૃતિ તૈયાર કરી રહી હતી. ટેબલ પર રાખેલા નાનકડા મશીનમાં રૂમમાં પ્રદૂષણમાં દર સેકન્ડે થતા ઉતાર-ચઢાવની નોંધ લેવાઈ રહી હતી.જ્હોનાસન લાઓસન કહે છે અમે એવું પ્યુરિફાયર બનાવ્યું જે ૧૦૦થી ૧૫૦ ઘનમીટર ઘરને સાફ રાખી શકે.રૂમમાં હવાના સ્તરને સંતુલિત કરી તાપમાન સ્થિર રાખી શકે.અમારા એર પ્યુરિફાયરમાં અન્ય એર પ્યુરિફાયર કરતા વધુ સેન્સર છે. તેની અંદર એક કમ્પ્યુટર છે જે પ્યુરિફાયરને મેનેજ કરે છે.સ્થિતિ એવી છે કે બેઇજિંગમાં તમને સ્કૂલ, કૉલેજ, ઘર, ઓફિસ, ગાડીમાં એર પ્યુરિફાયર મળશે.લાઓસન વધુમાં કહે છે મને યાદ નથી કે એવું કોઈ ઘર હોય જ્યાં હું ગયો હોય અને મે પ્યુરિફાયર ન જોયું હોય.કેટલાક લોકો તો પંખામાં પણ ફિલ્ટર મૂકે છે જેથી હવા શુદ્ધ રહે. કંઈ ન કરવા કરતા એ વધું સારું કે કોઈ ઉપાય શોધી શકાય લોકોના કથળતા સ્વાસ્થ્યની સ્થિતિ સર્જાવાને કારણે કારણે સરકારે પ્રદૂષણ સામે લડવા માટે આકરાં પગલાં ભર્યાં છે.પાછલા બે વર્ષમાં ઇલેક્ટ્રિક કાર, ટ્રક, અને બસની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે.પ્રદૂષણ વધે તો કારખાના બંધ કરી દેવામાં આવે છે.ઘર, સોસાયટી, ઓફિસ, મૉલ તમામ સ્થળો પર ઇલેક્ટ્રિક ગાડીઓ ચાર્જ કરવાના ચાર્જર મળી જાય છે.ઠંડીમાં કોલસા સળગાવાનો કાયદો કડકાઈથી લાગુ કરાય છે.કડકડતી ઠંડીમાં કોલસા પ્રગટાવવાને પણ ચીનના પ્રદૂષણનો મહત્ત્વનો ભાગ સમજવામાં આવે છે.બાળકો પર પ્રદૂષણના વધતા જતા પ્રભાવને કારણે શિક્ષણ સલાહકાર ક્રિસ્ટોફર ડોબિંગએ ચીનમાં એક માસ્ક કંપનીની સ્થાપના કરી છે.તેઓ કહે છે મેં જોયું કે બાળકોએ આકાશ વાદળીને બદલે રાખોડી રંગથી રંગવાનું શરૂ કરી દીધુ હતું.જ્યારે હવાના પ્રદૂષણનું સ્તર ઍલર્ટ પર પહોંચી જાય છે ત્યારે બેઇજિંગની નજીકના કારખાના પર પ્રતિબંધ ઉપરાંત કેટલીક સરકારી ગાડીઓના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે.લાલ સ્તરના ઍલર્ટમાં રસ્તાઓ પર ઑડ-ઇવન નંબરની ગાડીઓ ચાલે છે. મોટા સંમેલનો દરમ્યાન સ્કૂલ અને કારખાના બંધ કરી દેવામાં આવે છે.રસ્તાઓ પર ગાડીઓ દેખાતી નથી જેથી પ્રદૂષણનું સ્તર ઘટે છે.પરંતુ વીજળીથી સંચાલિત આ ગાડીઓનું ઈંધણ કોલસાથી જ પેદા કરવામાં આવે છે.તમે શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા માટે વીજળીથી સંચાલિત કારનો ઉપયોગ કરો છે, પરંતુ વીજળી ઉત્પન્ન કરવા માટે ૬૫ ટકા કોલસાનો ઉપયોગ કરો છો.ચીનનો કોલસો વધુ ધુમાડો ઉત્પન્ન કરે છે. કારણ કે તે હલકી ગુણવત્તાનો છે.જેથી ચીન, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાથી કોલસો મંગાવીને તેમાં કોક મિક્સ કરે છે જેના દ્વારા ધુમાડાનું સ્તર ઘટાડી શકાય.સૌથી વધુ હાઇડ્રોઇલેક્ટ્રિસિટી પેદા કરતો ડેમ છે. અહીંયા બેટરી ઑપરેટેડ ગાડીઓ ચાલી રહી છે.ચીની કંપનીઓ બેટરી ઑપરેટેડ ગાડીઓ બનાવે છે. દરેક જગ્યાએ બેટરી રિચાર્જ કરવાનાં સ્ટેશન છે.કોલસાને સાફ કરવા માટે પ્લાન્ટ નંખાયા છે પરંતુ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે ચીનએ કોલસા પરની નિર્ભરતા સમાપ્ત કરવી પડશે.
આ અંતર કાપવામાં ખૂબ વાર લાગશે.

Related posts

ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો

aapnugujarat

JOKES

aapnugujarat

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો … સ્થૂળતા વધવાનું જોખમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1