Aapnu Gujarat
ગુજરાત

હરેન પંડ્યા હત્યા કેસ મામલે પૂર્વ આઇપીએસ ડી. જી. વણઝારાએ પ્રતિક્રિયા આપી

સોહરાબુદ્દીન હત્યા કેસમાં શનિવારના રોજ મુંબઈ કોર્ટમાં જુબાની આપવા આવેલા સોહરાબના સાથી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમ ખાને આપેલી જુબાની દરમિયાન ઘટસ્ફોટ કર્યો કે ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પંડ્યાની હત્યા સોહરાબુદ્દીનએ કરી હતી અને સોપારી પૂર્વ આઇપીએસ અધિકારી ડી.જી.વણઝારા આપી હતી.
આઝમ ખાનની આ જુબાનીએ દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. રવિવારના રોજ આ મામલે પ્રતિક્રિયા આપતા ડી. જી. વણઝારાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ ગુજરાત પોલીસમાં ચાલતી રાજકીય ઘટનાનો હિસ્સો છે. આઝમ ખાન પોતે ગેંગસ્ટર છે અને હાલમાં જેલમાં છે. તેને કોના ઇશારે આ પ્રકારનું નિવેદન કોર્ટમાં કર્યું છે તે સમજવું પડશે.
વણઝારાએ જણાવ્યું કે, મુંબઈ કોર્ટ દ્વારા સોહરાબુદ્દીન કેસમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હવે આઝમ ખાન દ્વારા આપવામાં આવેલું નિવેદન કોઈ મહત્વ ધરાવતું નથી, તેઓ સતત ન્યાયની પ્રક્રિયા ઉપર નજર રાખી રહ્યા છે.  આ કેસની તપાસ કરનાર સીબીઆઈ સામે પણ આઝમખાને આવું કોઈ નિવેદન આપ્યું નહોતું. આમ છતાં ક્યા સંજોગોમાં કસ્ટડીમાં રહેલા આઝમખાને મારા નામનો ઉલ્લેખ કર્યો તે સમજવું પડશે. વર્ષ ૨૦૦૨થી ગુજરાત પોલીસ બદનામ થાય તેવા સતત પ્રયાસો અંદર અને બહારથી થઈ રહ્યા છે.

Related posts

રાજકોટનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ

editor

સટ્ટાકાંડ : જેપી સિંહના જામીન ખાસ અદાલતે ફગાવ્યા

aapnugujarat

નર્મદા યોજનામાં ઘણાં ગંભીર ગોટાળા : સરકાર સામે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનાં પ્રશ્નો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1