Aapnu Gujarat
બિઝનેસ

ભારતીયોમાં ઘટી રહ્યો છે આઈફોનનો ક્રેઝ

ભલે આઈફોન ઘણો મોંઘો થતો જાય, ભલે આઈફોનને ખરીદવાની દરેક લોકોમાં ક્ષમતા ના હોય છતાં ભારતમાં આઈફોનના ક્રેઝમાં ઘટાડો થયો નથી. આ ક્રેઝને યથાવત રાખવા માટે એપલ દર વર્ષે નવા આઈફોન ભારતીય માર્કેટમાં ઉતારે છે. ચાલુ વર્ષે પણ તેણે ઘણા નવા આઈફોન લૉન્ચ કર્યા છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે આગામી સમયમાં ભારતીયોમાં આઈફોનના ક્રેઝમાં ઘટાડો થવાનો છે.ઈન્ડસ્ટ્રી રિસર્ચ ફર્મ કાઉન્ટરપૉઈન્ટે શનિવારે કહ્યું કે ભારતના હૉલિડે સીઝનના ચોથા ક્વાર્ટરમાં એપલના આઈફોનના વેચાણમાં ભારે ઘટાડો આવી શકે છે. જો આવુ થાય તો તેમણે છેલ્લા ૪ વર્ષોમાં પ્રથમ વખત આટલા મોટા કડાકાનો સામનો કરવો પડી શકે છે. આઈફોન સાથે જોડાયેલા ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા બાદ એપલના સીઈઓ ટિમ કુકે કહ્યું કે ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતમાં વેચાણ સામાન્ય હતું, જેમાં આખો એક મહિનો તહેવારની સીઝનનો પણ રહ્યો છે, અને તે સમયે ઈલેક્ટ્રોનિક આઈટમનો સેલ ઘણો બમ્પર રહ્યો.
ગયા વર્ષે ૧૦ લાખ આઈફોનનું વેચાણ ઓછું રહ્યા બાદ એપલ ચાલુ વર્ષે એટલેકે ૨૦૧૮માં ૨ મિલિયન એટલે ૨૦ લાખ આઈફોન વેચવા માટે તૈયાર હતું, પરંતુ ટ્રેડ ટેરિફ અને નબળા રૂપિયાના કારણે કિંમતમાં વધારો થયો. ભારતીય રૂપિયામાં ઘટાડો ભારતીય એપલના વેપાર માટે એક મોટો પડકાર બની ગયો છે.કાઉન્ટરપૉઈન્ટ રિસર્ચના રિસર્ચ ડાયરેક્ટર નીલ શાહે કહ્યું કે ભારતમાં આઈફોનનું વેચાણ છેલ્લા ૪ વર્ષમાં પહેલી વખત ઘટી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે આઈફોન મોંઘા થવા જઈ રહ્યાં છે, પરંતુ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશનમાં કોઈ ભાર નથી. એન્ડ્રૉઈડના ગ્રાહકમાં ઘણો વધારો થયો છે, જ્યારે એપલ માટે નવુ કસ્ટમર બેસ આવી રહ્યું નથી.તેમણે વધુમાં કહ્યું કે ચાલુ વર્ષે વેચેલા અડધાથી વધુ ફોન જૂના આઈફોનના મૉડલ હતાં, જ્યારે હાઈ વેચાણની કિંમતનો અર્થ હતો કે એપલની ભારતીય મહેસૂલ ગયા ૧ વર્ષની સરખામણીએ સ્થિર થઈ હતો અથવા ઘટાડો થયો હોત.

Related posts

કાર પર જીએસટી સેસ વધારો અમલી બન્યો : લકઝરી-એસયુવી ગાડીઓ મોંઘી

aapnugujarat

એસબીઆઈ કસ્ટમર માટે નવા નિયમો અમલી બન્યા

aapnugujarat

ओला, उबर से टक्कर, दिल्ली में टैक्सी चालको ने शुरु की सेवा कैब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1