Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પાંચ રાજ્યોમાં ૩૦ રેલી કરવા માયા તૈયાર

પાંચ રાજ્યોમાં પોતાની છાપ છોડવા માટે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ આક્રમક તૈયારી શરૂ કરી દીધી છે. આવી સ્થિતીમાં આગામી બે મહિના માટે માયાવતી પાંચ રાજ્યોમાં ૩૦ રેલી કરવા માટે તૈયાર છે. રેલી યોજી માહોલ પોતાની પાર્ટીની તરફેણમાં કરવા માટે માયાવતી પ્રયાસ કરનાર છે. પાર્ટીના સુત્રોએ કહ્યુ છે કે માયાવતી આ પાંચ રાજ્યોમાં ૩૦ રેલી કરશે. તેમની રેલીની શરૂઆત નવેમ્બર મહિનાથી શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલનાર છે. રાજસ્થાન અને તેલંગણામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલી ચાલનાર છે. બહુજન સમાજ પાર્ટીના એક નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે ચોથી નવેમ્બરના દિવસે માયાવતી છત્તિસગઢમાં પહોંચશે. ત્યાં તેઓ બે રેલી કરનાર છે. બે રેલી પૈકી એક અંબિકાપુરમાં અને બીજી અન્યત્ર જગ્યાએ રહેશે. ત્યાંથી પરત ફરીને માયાવતી ૧૬મી નવેમ્બરના દિવસે ફરી આવશે અને બે દિવસની અંદર અનેક જગ્યાએ રેલી કરશે. છત્તિસગઢ ચૂંટણીમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટીની પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની પાર્ટીની સાથે ગઠબંધન છે. છત્તિસગઢ બાદ માયાવતી રાજસ્થાનમાં પણ જનસભા કરનાર છે. રાજ્યમાં સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન યોજનાર છે. તે પહેલા પ્રદેશમાં આઠ રેલી માયાવતી કરનાર છે. મધ્યપ્રદેશમાં માયાવતી ૧૦-૧૨ રેલી કરનાર છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત મિઝોરમમાં પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તેલંગણામાં પાર્ટીએ ૩૫ સીટો પણ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દીધા છે. છત્તિસગઢમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે. ચૂંટણી પંચે તમામ તૈયારી ચૂંટણીને લઇને કરી લીધી છે. તેલંગાણામાં બહુજન સમાજ પાર્ટી દ્વારા ઉમેદવાર તૈયાર કરી લેવામાં આવ્યા છે. માયાવતીની પવન કલ્યામની પાર્ટી જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરી રહી છે. માયાવતીનો ભાર હાલમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર કેન્દ્રિત થયો છે જેથી હાલામાં તેમને મિઝોરમ અને તેલંગાણામાં કોઇ રેલી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. પાંચ રાજ્યોમાં તેમની ૩૦ રેલીઓ નક્કી કરવામાં આવી છે. ચૂંટણી પંચે છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે જ્યારે મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં એક તબક્કામાં ચૂંટણી કરવામાં આવશે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં ૧૮ સીટો માટે ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે બીજી તબક્કામાં ૭૨ વિધાનસભા ક્ષેત્રમાં ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં ૨૮મી નવેમ્બરના દિવસે વોટિંગનો નિર્ણય કરાયો છે. રાજસ્થાન અને તેલંગાણામાં સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે થશે.

Related posts

Tripura CM to observe PM’s birthday week as Seva Saptah; donate his six month’s salary for cleanliness drive

aapnugujarat

ગુજરાતના કેસને લઈને ટિપ્પણી કરતાં સ્વરા ભાસ્કર વિવાદોમાં

editor

हनी ट्रैप में आईपीएस के फंसने की आशंका : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1