Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૩૪૧ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે સતત બીજા દિવસે તીવ્ર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ વધુ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની નીચી સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં એક ટકાની આસપાસનો ઘટાડો રહ્યો હતો. બેંકિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એફએમસીજીના શેરમાં ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ મંદી રહી હતી. એશિયન શેરબજારમાં ૨૦ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૯ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ફોસીસ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. યશ બેંકના શેરમાં ૮.૭ ટકાનો ટાડો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં પણ આજે અંધાધૂંધીનો દોર રહ્યો હતો. એશિયન શેર ઘટીને ૨૦ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. એસએન્ડપી ફ્યુચરમાં પણ કડાકો બોલી ગયો હતો. હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૧.૦૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. દક્ષિણ કોરિયામાં બ્રોડર માર્કેટમાં ૧.૬૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. કોસ્પીમાં જાન્યુઆરી ૨૦૧૭ બાદથી સૌથી નીચી સપાટી રહી હતી. ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની આજે પૂર્ણાહૂતિ થઇ હતી. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જોવા મળી રહી છે. શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભારે અફડાતફડી જોવા મળી રહી છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના ત્રણ સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૩૧૯૭૭ કરોડ રૂપિયા અથવા તો ચાર અબજ ડોલરથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે.
હાલમાં ચાલી રહેલા ગ્લોબલ ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે મૂડીરોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવીને જંગી નાણાં ભારતીય મૂડી માર્કેટમાંથી પાછા ખેંચી રહ્યા છે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો અને અમેરિકામાં નવેસરના ઘટનાક્રમની અસર જોવા મળી રહી છે. સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.ગઇકાલે ગુરૂવારે કારોબારના અંતે સેંસેક્સ ૩૪૪ પોઇન્ટ ઘટીને ૩૩૬૯૦ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૫ની નીચી સપાટીએ રહ્યો હતો.

Related posts

અનિલ અંબાણી પાસેથી ૪૩ હજાર કરોડ કેવી રીતે વસૂલવાના છો ? : સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને સવાલ

editor

મનમોહનસિંહની નિષ્ઠા પર કોઇ પ્રશ્નો ઉઠાવાયા નથી : રાજ્યસભામાં અરુણ જેટલીએ સ્પષ્ટતા કરી

aapnugujarat

If Modi gets success India will be a Hindu nation before 2024

aapnugujarat

Leave a Comment

UA-96247877-1