Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇડીએ નીરવ મોદીની ૨૫૫ કરોડની સંપત્તિ જપ્ત કરી

હજાર કરોડ રુપિયાનું કૌભાંડ કરનારા ડાયમંડ વેપારી નીરવ મોદીના કેસમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે. હોંગકોંગમાં ઇડીએ નીરવ મોદીની ૨૫૫ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ મામલે અત્યાર સુધીમાં નીરવ મોદીની ૪ હજાર ૭૪૪ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ અગાઉ ઇડીએ પંજાબ નેશનલ બેંક સાથે આચરવામાં આવેલા ૧૩ હજાર કરોડના કૌભાંડ મામલે મેહુલ ચોકસી સહિત અન્યની ૨૧૮ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. તપાસ એજન્સીના મુંબઈ સ્થિત કાર્યલયથી સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી માટે આદેશ કરવામાં આવ્યા હતા.જે સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી તે હીરાના વેપારી મેહુલ ચોકસી અને નીરવ મોદીના અમેરિકામાં રહેતા સહયોગી મિહિર ભણસાલી અને એ.પી જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક કંપનીના નામે છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સૂરતની એક અદાલતે પણ હીરા વેપારી નીરવ મોદીને ટેક્સ ચોરી મામલે ભાગેડૂ જાહેર કર્યો હતો. ડીઆરઆઈએ હીરાની આયાત પર લાગતા ટેક્સની ચોરી મામલે તેના વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

Related posts

बिहार को पीएम मोदी ने दी 294 करोड़ की सौगात

editor

મુંબઈ-આગ્રા હાઈવે પર અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતા ૧૨નાં મોત

aapnugujarat

ઉત્તર પ્રદેશની યોગી સરકાર ૨૦ હજાર રાજનેતાઓ પરના કેસ પરત ખેંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1