Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જગન રેડ્ડી ઉપર એરપોર્ટ પર હુમલો, યુવકની અટકાયત

વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડની પર એરપોર્ટ પર જીવલેણ હુમલો થયો હોવાનું જણાયું છે. વિઝાગ એરપોર્ટ પર એક યુવકે તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો, જેને લઈને તેમના ખભાના પડખામાં ઈજા પહોંચી હતી.
તેમને તાત્કાલીક ત્યાંથી દૂર લઈ જવાયા હતા અને આરોપી યુવકની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવકની હાલ પૂછપરછ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના વિપક્ષના નેતા છે. ગુરુવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર એક યુવકે નાના તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો. જો કે આ યુવક કોણ છે તેને લઈને પોલીસે કંઈ જ જણાવ્યું નથી.
એરપોર્ટ અધિકારીઓની માહિતી મુજબ જગન રેડ્ડી એરપોર્ટ લોન્જમાંથી નિકળ્યા ત્યારે યુવકે તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ખભાના ભાગે એક ચીરો પડ્યો હતો જો કે સદનસીબે તેઓ બચી ગયા હતા.પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલુ છે. પોલીસના જણાવ્યા મુજબ જગન મોહન રેડ્ડીને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે અને યુવકે આવું શા માટે કર્યું તે જાણવા પ્રયાસ ચાલુ છે. જગન મહોન રેડ્ડી પર કરાયેલો હુમલો રાજકીય પક્ષ સંબંધિત છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે ટૂંકમાંજ વધુ વિગતો બહાર આવી શકે છે. પોલીસે યુવકને પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે.

Related posts

ફાઈઝર, બાયોટેકે શરૂ કરી બાળકો પર કોરોના વેક્સિનની ટ્રાયલ

editor

પેટ્રોલ પંપના કર્મચારીઓને હવે પ૦ ટકા જેટલો પગાર વધારો મળશે

aapnugujarat

ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન… પત્ની પણ ભૂંડી રીતે હારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1