Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસી મહિલાઓ ભાજપ વિરુદ્ધ લડવા તૈયાર રહે : રાહુલ

રાજસ્થાનનાં રણમાં રાહુલ ગાંધીએ રાજકીય હુંકાર કર્યો છે. ગુરૂવારે રાજસ્થાન પ્રવાસ પર ગયેલા રાહુલ ગાંધીએ મહિલા કોંગ્રેસને સંબોધિત કરી. રાજસ્થાનનાં કોટામાં મહિલા કોંગ્રેસનાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ, ‘ઉત્તર પ્રદેશનાં એક ધારાસભ્યએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે, તેમ છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી પણ એક પણ શબ્દ નથી બોલી રહ્યા… વડાપ્રધાને મહિલાઓ માટે ઘણા બધા સારા સારા નારાઓ લગાવ્યા, પરંતુ જ્યારે કંઈક કરી બતાવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કંઈ પણ નથી કરી રહ્યાં.
રાહુલ ગાંધીએ કહ્યું કે, મહિલા કોંગ્રેસ આપણા કરતા આગળ નિકળી ગઈ છે. મહિલા કોંગ્રેસ રસ્તાઓ પર, શહેરોમાં, ગામડાઓમાં દરેક જગ્યાએ જોવા મળી રહી છે. મારુ કામ વકીલાત કરવાનું નથી તેમ છતા પણ હું તમને ઑફર આપુ છુ કે હું તમારો વકીલ બની શકુ છુ. હું તમારી વાત દુનિયા સમક્ષ રજૂ કરી શકુ છું. પરંતુ જ્યારે ભાજપ વિરુદ્ધ લડવાની વાત આવે છે ત્યારે કોઈ કોંગ્રેસી મહિલા જોવા નથી મળતી.
રાહુલ ગાંધીએ કોંગ્રેસી મહિલાઓને કહ્યું કે, તમે લોકો મને વચન આપો કે, તમે ભાજપ વિરુદ્ધ લડવા માટે કોઈ પણ સંજોગોમાં અને દરેક રીતે તૈયાર રહેશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, દુનિયાભરમાં પેટ્રોલનાં ભાવો ઘટી રહ્યા છે જ્યારે ભારતમાં ભાવ વધી રહ્યા છે. પહેલા ગેસ સિલિન્ડરનો ભાવ ચારસો રૂપિયા હતો જ્યારે અત્યારે વધીને નવસો રૂપિયા થઈ ગયો છે. તેથી હું તમને વિનંતી કરુ છુ કે તમે અન્ય રાજ્યોમાં પણ જાઓ અને કોંગ્રેસ પાર્ટીને જ વિજયી બનાવવામાં ફાળો આપો.

Related posts

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

કોંગ્રેસ સપના બતાવતી હતી, ભાજપ સપના સાકાર કરે છે : NIRMALA SITHARAMAN

aapnugujarat

भारत का कर्ज ८८ लाख करोड़ हुआ हैंं : कांग्रेस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1