Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસ સપના બતાવતી હતી, ભાજપ સપના સાકાર કરે છે : NIRMALA SITHARAMAN

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે (૧૦ ઓગસ્ટ, ૨૦૨૩) મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ સપના બતાવતી હતી અને ભાજપ સપના સાકાર કરે છે, અમારા અને તમારામાં આ જ ફરક છે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ’૨૦૧૩માં મોર્ગન સ્ટેનલીએ ભારતને વિશ્વની ટોચની પાંચ નબળી અર્થવ્યવસ્થાઓની યાદીમાં સામેલ કર્યું હતું. આજે એ જ મોર્ગન સ્ટેનલીએ ભારતને ઉચ્ચ રેટિંગમાં અપગ્રેડ કર્યું છે. માત્ર ૯ વર્ષમાં અમારી સરકારની નીતિઓને કારણે અર્થવ્યવસ્થામાં સુધારો થયો અને કોવિડ હોવા છતાં આર્થિક વૃદ્ધિ થઈ છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું હતું કે ભારત તેના ભાવિ વિકાસને લઈને આશાવાદી અને સકારાત્મક બંને છે, ભારતને પ્રગતિના પંથે આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. બનશે, મળશે જેવા શબ્દો હાલમાં પ્રચલિત નથી. લોકો આ દિવસોમાં બની ગયું, મળી ગયું જેવા શબ્દો બોલી રહ્યા છે.
યુપીએના કાર્યકાળમાં લોકો કહેતા હતા કે વીજળી આવશે, હવે લોકો કહે છે કે વીજળી આવી ગઈ છે. તેમણે કહ્યું કે ગેસ કનેક્શન મળશે, હવે તેમને ગેસ કનેક્શન મળી ગયું છે. તેમણે કહ્યું કે એરપોર્ટ બનશે, હવે એરપોર્ટ બની ગયું છે. અમારા અને કોંગ્રેસમાં તફાવત એ છે કે કોંગ્રેસ સપના બતાવે છે અને ભાજપ લોકોના સપના સાકાર કરે છે.
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે “હું એ વાતથી સહમત છું કે મણિપુર, દિલ્હી, રાજસ્થાન – ક્યાંય પણ મહિલાઓની વેદનાને ગંભીરતાથી લેવી જોઈએ. ત્યાં કોઈ રાજકારણ ન થવુંવું જોઈએ પરંતુ આ ગૃહમાં દ્રૌપદીની વાત હતી, હું ગૃહને ૨૫ માર્ચ ૧૯૮૯ના રોજ તમિલનાડુ વિધાનસભામાં બનેલી એક ઘટનાની યાદ અપાવવા માંગુ છું.”
નિર્મલા સીતારમણે કહ્યું હતું કે , ” ત્યારે તેઓ (જયલલિતા) સીએમ બન્યા ન હતા. તમિલનાડુની વિધાનસભામાં જયલલિતાની સાડી ખેંચાઈ હતી. તેઓ વિપક્ષના નેતા હતા. જ્યારે તે પવિત્ર ગૃહમાં તેમની સાડી ખેંચવામાં આવી ત્યારે શાસક ડીએમકેના સભ્યોએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી અને તેમના પર હસી રહ્યા હતા. તમે તેમનું અપમાન કર્યું હતું.
સીતારમણે કહ્યું હતું કે “તે દિવસે જયલલિતાએ શપથ લીધા હતા કે જ્યાં સુધી તેઓ સીએમ નહીં બને ત્યાં સુધી તેઓ ક્યારેય ગૃહમાં નહીં આવે. બે વર્ષ પછી તેઓ તમિલનાડુના સીએમ તરીકે પાછા ફર્યા. જે લોકોએ ગૃહમાં મહિલાની સાડી ખેંચી હતી અને તેમના પર હસી રહ્યા હતા આજે તેઓ દ્રૌપદી વિશે વાત કરી રહ્યા છે.”

Related posts

भाजपा में हिम्मत है तो मुझे गिरफ्तार कराए, जेल में रहकर भी जीतूंगी चुनाव : ममता

editor

સરહદે પાકિસ્તાનનો ફરી ભીષણ ગોળીબાર : ૪નાં મોત, ૨૦ ઘાયલ

aapnugujarat

દિલ્હીમાં ડ્રામાબાજીના લીધે લોકો પરેશાન : રાહુલ ગાંધી

aapnugujarat
UA-96247877-1