Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ પંપના કર્મચારીઓને હવે પ૦ ટકા જેટલો પગાર વધારો મળશે

દેશભરમાં સરકારી ઓઇલ કંપનીઓમાં કામ કરતા પ૬,૦૦૦ પેટ્રોલ પંપના નવ લાખ જેટલા કર્મચારીઓ માટે ખુશખબર છે. આ કર્મચારીઓને હવે પ૦ ટકા જેટલો પગાર વધારો મળશે. સાથે જ કેન્દ્ર સરકાર પેટ્રોલ પંપના આ કર્મચારીઓને બે ખાસ વીમા યોજનાનો લાભ આપશે.વાસ્તવમાં ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમે પોતાના ડીલરો માટે પેટ્રોલ અને ડીઝલ પર માર્જિન વધારવાની જાહેરાત કરી છે. સાથે એવું પણ નક્કી થયું છે કે દરેક માટે એક સરખો માર્જિન વધારવાને બદલે અલગ અલગ શહેરોમાં વેચાણના હિસાબે માર્જિન આપવામાં આવશે. આ રીતે પેટ્રોલમાં ૯થી ૪૩ ટકા અને ડીઝલ પર માર્જિનમાં ૧૧થી પ૯ ટકા જેટલો વધારો થશે.ઇન્ડિયન ઓઇલના ચેરમેન સંજીવસિંહના જણાવ્યા અનુસાર માર્જિન વધારવાનાં કારણોમાં મજૂરીમાં વધારો અને મૂડીગત ખર્ચમાં વધારાનો સમાવેશ થાય છે. માર્જિનના નવા દર ૧ ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે.માર્જિનની વ્યવસ્થામાં ફેરફાર સાથે કેટલીક નવી વાત જોડવામાં આવી છે. કર્મચારીઓ માટે લઘુતમ વેતનની કેન્દ્રીય વ્યવસ્થા અમલી બનાવવામાં આવી રહી છે અને તેની સાથે પગારમાં ઓછામાં ઓછો પ૦ ટકાનો વધારો થઇ શકે છે. આ ઉપરાંત એક સાથે સમગ્ર દેશમાં વધતા ઓછા અંશે એક સમાન પગાર શકય બનશે. તમામ ડીલરો એ પણ સુનિશ્ચિત કરશે કે તેમના કર્મચારીઓને વડા પ્રધાન સુરક્ષા વીમા યોજના અને વડા પ્રધાન જીવન જ્યોતિ યોજનામાં સામેલ કરવામાં આવે. તેના માટે પ્રિમિયમનું પેમેન્ટ વધારેલા માર્જિન દ્વારા કરવામાં આવશે. સાથે જ તમામ ડીલર્સ પાસે એવી આશા રાખવામાં આવી રહી છે કે તેઓ ગુણવત્તા અને પ્રમાણ સાથે કોઇ બાંધછોડ કરશે નહીં. પેટ્રોલ પંપ પર સ્વચ્છતા પણ જાળવવી પડશે.

Related posts

ટેરર ફંડિંગ ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદની કડક પુછપરછ

aapnugujarat

ભારત ભૂતાનમાં બનાવશે સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ ડેટા રિસેપ્શન સેન્ટર

aapnugujarat

યુપીને મેડિકલ ટ્યુરિઝમ હબ બનાવની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1