Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯માં મારી ભૂમિકા મહત્વની, રાફેલ ડીલ દેશહિતમાં : શરદ પવાર

એનસીપી નેતા શરદ પવારે ૨૦૧૯માં ભાજપને સત્તાથી અળગી રાખવા બિન-ભાજપી પાર્ટીઓના ગઠબંધન પર ભાર આપ્યો છે. શરદ પવારે કહ્યું છે કે, તે રાજકારનમાં ગઠબંધનના પક્ષકાર રહ્યાં છે અને તમાન રાજ્યોમાં આવુ થાય તેમ તે ઈચ્છે છે. એનસીપી અધ્યક્ષે કહ્યું હતું કે, ૨૦૧૯માં બિન-ભાજપી દળોને એક મંચ પર લાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હશે.
સાથે જ તેમને રાફેલ યુદ્ધ વિમાન મામલે શરદ પવારે કહ્યું હતું કે, આ વિમાન દેશ માટે મહત્વપૂર્ણ છે પરંતુ તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકાઓ છે તેનું સમાધાન થવું જોઈએ. સીબીઆઈના વિવાદને લઈને મરાઠા નેતાએ મોદી સરકારને ઘેરી હતી.
એનસીપી અધ્યક્ષ શરદ પવારે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દે વાતચીત કરી હતી. તેમણે ભાજપને પરાજય આપવા માટે પવારે ગઠબંધનને મહત્વનું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં એસપી-બીએસપીનું સાથે આવવું પણ જરૂરી છે. તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ગઠબંધન થવું જોઈએ. ભાજપને જો સત્તામાં આવતી રોકવી હોય તો બિન-ભાજપી નેતાઓએ સાથે આવવુ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે પણ ક્યારેક એકલા હાથે ચૂંટણી લડી નથી. ૨૦૧૯માં વિરોધ પક્ષના નેતાઓને એક મંચ પર લાવવામાં મારી ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. હું ભાજપ વિરૂદ્ધ ગઠબંધન રચવાનો પ્રયાસ કરી રહ્યો છું.
રાફેલ વિમાનને લઈને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ દેશભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. પરંતુ શરદ પવારે ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવનારા યુદ્ધ વિમાન રાફેલને દેશ માટે મહત્વનું ગણાવ્યું હતું. પરંતુ તેમણે કહ્યું હતું કે, તેની કિંમતોને લઈને લોકોના મનમાં જે શંકા છે તે દુર થવી જોઈએ. તેમણે ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે, બોફોર્સ મામલે જેસીપીની માંગણી કરનારી ભાજપ રાફેલ મામલે કેમ ચુપ છે?
સીબીઆઈમાં ઉભી થયેલી રામાયણને લઈને શરદ પવારે કહ્યું હતું કે, જો કેન્દ્રની સરકાર સાફ સુથરી હોત તો આવી સ્થિતિ જ ના ઉભી થઈ હોત. સીબીઆઈ પર વડાપ્રધાનના મૌન પર પણ પવારે સવાલ ખડા કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓ પર આરોપ છે પરંતુ વડાપ્રધાન ચુપ છે. મોદીના મંત્રીઓ માત્ર હસ્તાક્ષર જ કરે છે. મોદી પાસે ટીમ તો પણ ક્ષમતા નથી તેમ પવારે કહ્યું હતું.

Related posts

बिहार में बाढ़ से हाहकार, केंद्रीय मंत्री ने हर संभव मदद का दिया आश्वासन

aapnugujarat

મહિલા મિત્રને કોકપિટમાં લઈ ગયો પાઈલટ, Air Indiaને 30 લાખનો દંડ

aapnugujarat

चुनावी रैली में बोले राहुल : इस बार बिहार मोदी-नीतीश को देगा सही जवाब

editor

Leave a Comment

UA-96247877-1