Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલા મિત્રને કોકપિટમાં લઈ ગયો પાઈલટ, Air Indiaને 30 લાખનો દંડ

 ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દુબઈ-દિલ્હી ફ્લાઈટ મામલે સુરક્ષા સંબંધી બેદરકારી પર એર ઈન્ડિયા (Air India)ને આ દંડ કરાયો છે. હકીકતમાં, દિલ્હી-દુબઈ ફ્લાઈટ AI 915ના પાઈલટએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ગત 27મી ફેબ્રુઆરીએ પાઈલટે પોતાની મહિલા મિત્રને કોકપિટમાં જવા દીધી હતી. આ મામલે ડીજીસીએએ કાર્યવાહી કરી છે. ડીજીસીએએ તેને મોટી બેદરકારી માની છે. પાઈલટને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો છે. જ્યારે કો-પાઈલટને ચેતવણી આપવામાં આવી છે. હાલમાં આ મામલે એર ઈન્ડિય પણ તપાસ કરી રહી છે.

27 ફેબ્રુઆરી, 2023એ બનેલી આ ઘટનાની ફરિયાદ કબિન ક્રૂના એક કર્મચારીએ કરી હતી. આ મામલે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, તેણે ફરિયાદને ગંભીરતાથી લીધી છે. એર ઈન્ડિયાની આ ફ્લાઈટ દુબઈથી દિલ્હી આવી રહી હતી. આ દરમિયાન એર ઈન્ડિયાના પાઈલટે મહિલા મિત્રને કોકપિટમાં બેસવાની મંજૂરી આપી હતી. આ મામલાની તપાસ એર ઈન્ડિયા પણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં પણ એર ઈન્ડિયાને દંડ થયો હતો. આ મામલો મહિલા સાથે ગેરવર્તણૂકનો હતો. ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક શખસે વૃદ્ધ મહિલા સાથે ગરવર્તણૂક કરી હતી. મહિલાએ તેની ફરિયાદ વિમાનમાં હાજર ક્રૂ મેમ્બર્સને કરી હતી, પરંતુ કાર્યવાહી થઈ ન હતી. આ મામલે ડીજીસીઆઈએ એર ઈન્ડિયાને દંડ ફટકાર્યો હતો.

કોકપિટ વિમાનનો એક ભાગ છે, જે પાઈલટ અને કો-પાઈલટ દ્વારા સંચાલિત કરાય છે. તેને જો સરળ ભાષામાં સમજીએ તો પાઈલટની કેબિનને કોકપિટ કહેવાય છે. જ્યાં પાઈલટ અને કો-પાઈલટ ઉપરાંત અન્ય કોઈના પ્રવેશ પર પ્રતિબંધ હોય છે. તે ઘણો સંવેદનશીલ વિસ્તાર હોય છે. આ કોકપિટમાં જ પાઈલટે મહિલા મિત્રને આવવા દીધી હતી.

Related posts

દેશમાં કોરોના વાયરસના 4000 એક્ટિવ કેસ

aapnugujarat

हौज काजी के धर्मस्थल में तोड़फोड़ : दो आरोपी अरेस्ट किया, एक नाबालिग को हिरासत लिया

aapnugujarat

नीति आयोग : पीएम मोदी बोले – किसानों को गाइड करने की जरूरत

editor

Leave a Comment

UA-96247877-1