દક્ષિણી કાશ્મીરના બડગામ જિલ્લામાં ચાર રાઈફલ લઈને ફરાર થયેલા પોલીસકર્મી આતંકી સંગઠન હિજબુલમાં જોડાઈ ગયો છે. આ બાબતની પુષ્ટિ ખુદ આ સંગઠનના પ્રવક્તાએ કરી છે. હિજબુલના પ્રવક્તા બુરરહાનુદ્દીને કહ્યું કે, સૈયદ નાવીદ (મુશ્તાક) શાહ હિજબુલમાં સામેલ થઈ ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, હિજબુલના પ્રવક્તાએ કહ્યું કે, અમારા ફીલ્ડ ઓપરેશનલ કમાન્ડર, મહમૂદ ગજનવીએ કાશ્મીરમાં ભારતીય સેનાની વિરુદ્ધ લડાઈ કરવાના હેતુથી આતંકી સંગઠનમા સામેલ થવા પર સૈયદ નાવીદનું સ્વાગત કર્યુ છે.પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, નાવીદ જેવા જ બીજા પણ અનેક લોકો છે જે હિજબુલ મુજાહિદીનના સંધર્ષમાં સામેલ થઈ રહ્યાં છે. પોલીસકર્મીમાંથી આતંકવાદી બનનારાઓની વીરતા અને બહાદુરીને સલામ.આ ખબર પર પોલીસ અધિકારીઓએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાની ના પાડી હતી. પોલીસના મુજબ, આ મામલે હજી કોઈ પુષ્ટિ થઈ શકી ન હતી. પોલીસે નાવીદને શોધવા માટે અભિયાન શરૂ કર્યું હતું. નાવીદ વર્ષ ૨૦૧૨માં પોલીસ ફોર્સમાં સામેલ થયો હતો.રવિવારે આ સમાચાર સામે આવ્યા હતા કે, દક્ષિણી કાશ્મીરમાં શોપિયામાં નાજનીનપુરાનો કોન્સ્ટેબલ ગાર્ડ ડ્યુટી પરથી ૪ રાઈફલ્સ લઈને ભાગ્યો હતો. જોકે, નાવીદનું આતંકી સંગઠનમાં સામેલ થવું કોઈ પહેલો કિસ્સો નથી, ગત બે વર્ષમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પોલીસ કર્મચારી રાઈફલ્સ સાથે ફરાર થયા છે અને આતંકી સંગઠનમાં સામેલ થઈ રહ્યાં છે.
આગળની પોસ્ટ