Aapnu Gujarat
ગુજરાત

બીએસએનએલના ગેસ્ટહાઉસમાંથી કૂટણખાનું  ઝડપાયું

બીએસએનએલ ઓફિસના ગેસ્ટ હાઉસમાં જ તેના અમુક કર્મીઓ કૂટણખાનું ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ક્લાસ-૨ અધિકારી અને ગેસ્ટ હાઉસના સંચાલક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં જ્યુબિલી ગાર્ડન સામે આવેલા ગેસ્ટ હાઉસમાં જ આ ગોરખધંધો ચાલતો હતો. દરોડા દરમિયાન પોલીસને ગેસ્ટ હાઉસમાંથી પાંચ યુવતીઓ પણ મળી આવી હતી. ગેસ્ટ હાઉસમાંથી કોન્ડોમ, તેમજ શક્તિવર્ધન દવાઓ પણ મળી આવી છે. આ ગેસ્ટ હાઉસ એક ક્લાસ-૨ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતું હોવાથી પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.
પોલીસે કૂટણખાનુ ચલાવતા દંપતી, તેના પુત્ર અને એક ક્લાસ-૨ અધિકારી તેમજ એક યુવકની ધરપકડ કરી છે. પ્રદ્યુમનનગર પોલીસે મંગળવારે મોડી રાત્રે ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે બીએસએનએલના ગેસ્ટ હાઉસમાં છેલ્લા છ મહિનાથી ગોરખધંધો ચાલે છે. અહીં એકલા આવતા યુવકોની યુવતીઓ પૂરી પાડવામાં આવે છે, તેમજ કોઈ યુગલને એકાંતની પળો માણવી હોય તો તેમને રૂમ ભાડે આપવામાં આવે છે.
પોલીસે મંગળવારે રાત્રે ગેસ્ટ હાઉસ પર કરેલી દરોડોની કાર્યવાહીમાં તેના સંચાલક હરેશ ભડિયાદરા તેની પત્ની મિનાક્ષી અને પુત્ર ગૌરવની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં ક્લાસ-૨ અધિકારી પરાગ ઠાકર અને મોજમજા કરવા આવેલા એક યુવક સંજય સવાણીની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી પોલીસને પાંચ યુવતીઓ પણ મળી આવી હતી.
ગેસ્ટ હાઉસમાં આવતા યુવકોને રૂ. ૧૦૦૦ જેટલી રકમ લઈને યુવતીઓ પૂરી પાડવામાં આવતી હતી. જ્યારે એકાંત માણવા આવતા યુગલ પાસેથી રૂ. ૫૦૦ જેટલી રકમ વસૂલ કરવામાં આવતી હતી.

Related posts

ट्रेन में यात्रियों के लिए और चार हेल्पलाइन शुरू

aapnugujarat

મેટ્રોનાં પ્રથમ ૩ કોચ પહોંચ્યાં અમદાવાદ, ૧૫ જાન્યુઆરી બાદ ટ્રાયલ

aapnugujarat

પંચમહાલમાં પોષણ માસની થઈ રહેલી ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1