Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ક્લાયમેન્ટ ચેન્જ ઈફેક્ટ : ઉત્પાદન ઘટતા બિયર મોંઘી થશે

વિશ્વમાં બિયર શોખીનો મોટી સંખ્યામાં છે. તેમજ એક આલ્કોહોલિક પીણા તરીકે પણ બિયર સૌની પ્રથમ પસંદ છે. જોકે, હવે બિયર શોખીનો માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. કારણ કે જળવાયુ પરિવર્તનના કારણે ફસલો(પાક)ના ઉત્પાદનમાં અસર પડી છે અને એનું પરિણામ એ છે કે બિયરનું ઉત્પાદન પણ ઘટી છે. જેના કારણે બિયરની કિંમત બમણી ચુકવવી પડે તો નવાઈ નહીં.
યુનિવર્સિટી ઓફ કૈલિફોર્નિયા અને બ્રિટેનની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયાના સંયુકત અભ્યાસમાં થકી જાણવા મળ્યું કે ઓછા ઉત્પાદનના કારણે બિયરની કિંમતમાં મોટો વધારો થઈ રહ્યો છે અને પરિણામે બિયરની માંગ ઘટી રહી છે. બ્રિટન, ચીન, મેકિસકો અને અમેરિકાના સંશોધકોએ જળવાયુ પરિવર્તનની ઓળખ કરી અને કુલ ૩૪ ક્ષેત્રોની ફસલો(પાક)નો અભ્યાસ કરવામાં આવ્યો, આ ફસલ બિયર બનાવવામાં કામ આવે છે. ત્યારબાદ બીયરની ખપતમાં ઘટાડો થયો બિયરની કિંમતોની તપાસ કરવામાં આવી.
આ તાજા અભ્યાસ સાથે જોડાયેલા સંયોજક અને લેખક ગુઆન યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગલિયામાં જળવાયુ પરિવર્તન વિભાગમાં પ્રોફેસર છે. એ ઈચ્છે છે કે પશ્ચિમી દેશોના લોકોએ જાણવું પડશે કે જળવાયુ પરિવર્તનનું અસર તેમની જિંદગી પર કેટલી થાય છે. એ કહ છે કે ભલે જળવાયુ પરિવર્તનથી પશ્ચિમ દેશોને વિકાસશીલ દેશોની જેમ ખાવા-પીવામાં અસર ન પડે પરંતુ એમની જિંદગીની ગુણવત્તા પર અસર પડી શકે છે.
આ અભ્યાસ મુજબ વિવિધ ક્ષેત્રોના ઉત્પાદનમાં લગભગ ૩ થી ૧૭ ટકા સુધીનું નુકસાન થયું છે. મોસમની ખરાબ અસરને કારણે દુનિયામાં બિયરની માંગમાં ૧૬ ટકાનો ઘટાડો થઈ જશે. જે ૨૯ અબજ લીટર બરાબર છે અને લગભગ એટલી બિયર અમેરિકામાં એક વર્ષમાં લોકો પી જાય છે. જો બિયરની માંગ ૪ ટકા ઘટશે તો બિયરની કિંમતમાં ૧૫ ટકાનો વધારો થઈ જશે.

Related posts

हॉन्ग कॉन्ग : सरकार के विरोध में फिर हुआ विशाल मार्च

aapnugujarat

फिटबिट को खरीदेगी गूगल

aapnugujarat

State of emergency declared in Ital’s Venice over dangerously high tides, floods

aapnugujarat

Leave a Comment

UA-96247877-1