Aapnu Gujarat
ગુજરાત

મોલ-મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવા ગુજ.હાઈકોર્ટની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટે આજે મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ વસૂલવાના મુદ્દે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. અમદાવાદમાં મોલ અને મલ્ટીપ્લેકસમાં સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે. હાઇકોર્ટે આ મહત્વના ચુકાદા અંગે ટાક્યું હતું કે ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા નાગરિકોની પણ ફરજ છે.
છેલ્લાં કેટલાંક સમયથી પાર્કિંગ ચાર્જ બાબતે કોર્ટમાં દલીલો પણ થઇ. પરંતુ આજે હાઇકોર્ટે આ કેસમાં જણાવ્યું કે મોલ અને મલ્ટીપ્લેક્સમાં પહેલાં એક કલાક સુધીનો પાર્કિંગ ચાર્જ ફ્રી રહેશે. ત્યારબાદ ટુ વ્હિલર પર ૨૦ રૂપિયા અને ફોર વ્હિલર પર ૩૦ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલાશે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પાર્કિંગ ચાર્જ વધુમાં વધુ ૩૦ રૂપિયા વસૂલી શકાશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરનો હાઈકોર્ટે ઉધડો લઈને કડક આદેશ કરતા મોટા ઉપાડે ટ્રાફિક અને પાર્કિંગની ડ્રાઈવ કરી હતી. જેના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા હતા કે શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના ચાર્જ વસુલવાની ફરિયાદ મળશે તો તેના જવાબદાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા વકરેલી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હલ કરવાના હેતુથી ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જેમાં શોપિંગ મોલ્સ અને અન્ય સ્થળોએ વાહન પાર્કિંગના તગડા પૈસા લેવાતા હતા. જેથી ટ્રાફિક વિભાગે કેટલાંક મોલવાળાને નોટીસ ફટકારી તાબડતોડ ફ્રી પાર્કિંગનો અમલ શરૂ કરાવી દીધો હતો.

Related posts

શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા સર ટી. હોસ્પિટલના કેન્સર વિભાગની મુલાકાત

editor

બાપુનગર વિસ્તારમાં હોમવર્ક નહી લાવતાં વિદ્યાર્થીને ટયુશન શિક્ષકે ઢોર માર માર્યો

aapnugujarat

પંચમહાલ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લ્ભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

editor

Leave a Comment

UA-96247877-1