Aapnu Gujarat
બિઝનેસ

તેલની વધતી કિંમતો પર ઓપેક દેશ ૧૭ ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે

તેલમાં વધતી કિંમતો પર ભારતની ફરિયાદને પગલે તેલ ઉત્પાદ દેશોના સંગઠન ઓપેકે ગ્રાહકોને ફરીથી વિશ્વાસમાં લેવાના પ્રયાસો કર્યા છે. બ્લુમબર્ગમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ ઓપેકના મહાસચિવ મોહંમ્દ બરકિંદોએ કહ્યું કે ગભરાવાનું કોઈ કારણ નથી. ભારતે ઓઈલ માર્કેટની દશા અને દિશા પર ચિંતા વ્યક્ત કરી છે.ઓપેક દેશ ૧૭ ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે. બરકિંદોએ એમ પણ કહ્યું કે તેલનું પર્યાપ્ત ઉત્પાદન થઈ રહ્યું છે. પરંતુ એ નથી બતાવ્યું કે ઓપેકના સભ્ય દેશ કેટલું વધારે તેલ ઉત્પાદન કરવાની ક્ષમતા રાખે છે. મહત્વનું છે કે આ સ્થિતિ સ્પષ્ટ ન થવાને કારણે ઓપેક દેશોના પ્રયાસ છતાં તેલના ભાવ ઘટી રહ્યાં નથી.
ઓપેક અને તેના સહયોગી દેશોએ પોતાની વધારાની ક્ષમતા પર સ્પષ્ટ કર્યું છે કે તે બજારની માગ પ્રમાણે પુરવઠો જારી રાખવા માટે તૈયાર છે અને તત્પર છે. બરકિંદોએ લંડનમાં આયોજીત ઓઈલ એન્ડ મની કોન્પરન્સમાં કહ્યું કે ગ્રુપ તેના ગ્રાહકોમાં કોઈ પણ પ્રકારના ડરને દૂર કરવા ઈચ્છે છે.
ઓપેકના સૌથી મોટા તેલ ઉત્પાદક સભ્ય દેશ સાઉદી અરબ અને સહયોગી દેશ રશિયાએ સંકેત આપ્યા છે કે તે ઈરાન પર પ્રતિબંધોને કારણે બજારમાં તેલ સપ્લાયની તંગીને પહોંચી વળવા દરરોજ ૧૦ લાખ બૈરલ વધારાના તેલનું ઉત્પાદન કરશે. પરંતુ વેપારીઓમાં એ વાતની ચિંતા છે કે સાઉદી અરબ તેલ ઉત્પાદન વધારવામાં પર્યાપ્ત તેજીમાં દેખાતું નથી. વેપારીઓને એ પણ આશંકા છે કે કદાચ સાઉદી અરબ પાસે તેલ ઉત્પાદન વધારવાની ક્ષમતા જ નથી.

Related posts

सेंसेक्स 68 अंक लुढ़का

aapnugujarat

૬ કંપનીઓની માર્કેટ મૂડીમાં ૭૪૦૩૪ કરોડ સુધી ઘટાડો

aapnugujarat

પીએનબી ફ્રોડ : સીબીઆઈ દ્વારા વધુ એક FIR દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1