Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં ૧૬ લાખની નકલી નોટો ઝડપાઈ

મધ્ય પ્રદેશમાં ચૂંટણી આચાર સંહિતા વચ્ચે પોલીસને એક મોટી સફળતા મળી છે. વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી પોલીસે નકલી નોટનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.
ભોપાલ રેન્જના આઇજી જયદીપ પ્રસાદનાં અનુસાર, જ્યારે રાજગઢ દરમિયાન પોલીસને જાણ થઈ કે નકલી નોટનું પરિવહન કરવામાં આવી રહી છે. સૂચના મળ્યા પછી એસપી સિમાલા પ્રદાદના આદેશ પર સ્થાનિક પોલીસ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ ટીમે રેડ પાડી.
આ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓ સુનીલ વિશ્વકર્મા, નાસિર અને રામબાબૂને ગીરફ્તાર કર્યાં સાથે જ તેમની પાસેથી એક કાર પણ કબજે કરેલ છે જેમાં ૧૪ લાખ ૯૩ હજાર રૂપિયાની નકલી નોટો મળી આવી છે.
પકડાયેલા આરોપીઓને જ્યારે પોલીસે સખત રીતે પૂછપરછ કરી, ત્યારે તેઓએ હોશંગાબાદ માં ૨ સાથીઓ વિશે માહિતી આપી ત્યારબાદ પોલીસની એક ટુકડી ત્યાં ગઈ અને હશોંગબાદમાં રેડ પાડી. અહીં રાયસ ખાન અને સંતોષ રાણા નામના બે આરોપીઓની ધરપકડ સાથે નકલી નોટની પણ ધરપકડ કરી. સાથે સાથે લેપટોપ, પ્રિન્ટર, નોટોની પ્રિન્ટિંગનું ઇંક, નોટ પેપર અને નોટની પ્રિન્ટ કરેલી શીટ જપ્ત કરવામાં આવી છે. હોશંગાબાદથી પોલીસની નોંધના આધારે આશરે ૧૬ લાખ ૧૯ હજાર રૂપિયા જપ્ત કર્યા છે.

Related posts

નિષાદ પાર્ટી એનડીએ સાથે ગઠબંધન કરવા તૈયાર

aapnugujarat

शिवसेना विधायकों की बैठक खत्म

aapnugujarat

મારી પાસેથી કોઇ ચમત્કારની આશા ન રાખતા : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1