Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન થતી નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા

ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેના દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરીને ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે નીતિન પટેલને જવાબદાર ગણાવવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં નીતિન પટેલના બચાવમાં ઉતાર્યા હતા. ભૂપેન્દ્રસિંહે હુમલા અંગે કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોરના નિવેદનને જવાબદાર ગણાવ્યું હતું. જોકે, તેમણે પોતાના નિવેદનમાં એવું કહ્યું હતું કે ૧૭મી સપ્ટેમ્બરના રોજ મહેસાણાના બહુચરાજી ખાતે અલ્પેશે પરપ્રાંતિયો વિરુદ્ધ નિવેદન આપ્યું તેના કારણે હુમલાઓ શરૂ થયા હતા.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને જ્યારે પ્રશ્ન પૂછાયો કે અલ્પેશે ભડકાઉ ભાષણ આપ્યું હતું તો તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ કેમ ધકેલી દેવામાં નથી આવ્યો, તેના જવાબમાં તેમણે કહ્યું કે, “કાયદો કાયદાનું કામ કરશે. સરકાર અલ્પેશ ઠાકોર કે કોઈનાથી ડરતી નથી. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની પ્રવૃત્તિ અને ઠાકોર સેનાને સાથે કોઈ લેવા દેવા નથી.”
ભૂપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે, “અલ્પેશ ઠાકોરને પણ ખબર છે કે પોલીસ તપાસમાં કોંગ્રેસના આગેવાનોના નામ ખુલ્યા છે. અમે માનીએ છીએ કે ભારતના નાગરિકને કોઈ પણ જગ્યાએ રોજીરોટી માટે જવાનો કે રહેવાનો અધિકાર છે. વાઇબ્રન્ટ ગુજરાત પછી દેશભરના અલગ અલગ ભાષા અને પ્રાંતના લોકોને ગુજરાતે સમાવ્યા છે. આ લોકો આટલા વર્ષો સુધી ભાજપના શાસનમાં શાંતિપૂર્ણ રીતે રહ્યા છે. ”
“કોંગ્રેસથી ગુજરાતની શાંતિ સહન નતી થતી. આ માટે વાતાવરણ હડોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ સીધી કે આડકતરી રીતે કોઈને હાથો બનાવીને શાંતિ હડોળવાનો પ્રયાસ કરી રહી છે.

Related posts

ડ્રાઈવ-ઈન વિસ્તારમાં આવેલાં ઇન્દ્રપ્રસ્થ ટાવર ઉપરથી પડતું મુકી યુવકે કરેલ આત્મહત્યા

aapnugujarat

ઉચ્ચ અભ્યાસ માટે ૫ લાખની મદદ સરકાર આપશે : રૂપાણી

aapnugujarat

“પહેલ” યોજના અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ.ને અપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1