Aapnu Gujarat
Uncategorized

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ 15 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ આ બાબતે ઘણી જ ઉત્સાહીત છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાય અને ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે તે માટે સિધ્ધપુરથી સોમનાથ અને અંબાજીથી ઉનાઈ સુધી મુખ્ય યાત્રાધામોમાં લોકજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં આજરોજ સ્વચ્છતા મહાઅભિયાનનું આયોજન શ્રી સોમનાથમાં કરવામાં આવેલ. જેનાં ભાગરૂપે શ્રી સોમનાથ મંદિર પટાંગણમાં શેરીનાટક, શ્રી સોમનાથ મંદિર થી શ્રી રામ મંદિર સુધી સ્વચ્છતા વોક, શ્રી પરશુરામ મંદિર ખાતે મહાઆરતીબાદ સ્વચ્છતા કાર્ડનું વિતરણ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા.સ્વચ્છતા અંગે લોકજાગૃતિના સમગ્ર કાર્યક્રમમાં ગીર સોમનાથ ના ડી.એસ.ઓ શીતલબેન, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ સાથે અધિકારી/કર્મચારી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જતિન મહેતા સાહેબ,ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કપિલભાઇ ઠાકર,બી.વી.જીના અધિકારી/કર્મચારી અને યાત્રિકો પણ જોડાયા.શ્રી સોમનાથમાં આ કાર્યક્રમ શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટીતંત્ર , ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને વેરાવળ- પાટણ નગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે પાર પાડવામાં આવેલ.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

શહેરા તાલુકાના આંબાજેટી પાસે પરવાના વગર થઇ રહી છે લાકડાની હેરાફેરી

editor

અમિત શાહ સોમનાથમાં દર્શન કરવા માટે પહોંચ્યા

aapnugujarat

પાકિસ્તાનથી છૂટેલા ૧૦૦ માછીમાર વતન પહોંચ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1