Aapnu Gujarat
ગુજરાત

બેફામ વાહન ચાલકોનાં લીધે એક વર્ષમાં ૧૪૨નાં મોત

અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે અને બેફામ રીતે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો અતિગંભીર રીતે ઘાયલ થયા છે. છેલ્લા ઘણા સમયથી શહેર સહિત રાજયભરમાં બેફામ રીતે વાહન ચલાવતા વાહનચાલકો દ્વારા નિર્દોષ નાગરિકો અકાળે મોતને ભેટી રહ્યા છે ત્યારે બીજીબાજુ, આવા છાકટા બનેલા અને બેફામ રીતે વાહન હંકારતા વાહનચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અને તેઓની પર લગામ કસવાની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે. અમદાવાદને અડીને આવેલા ગાંધીનગરમાં માર્ચ ર૦૧૮ સુધીના છેલ્લા એક વર્ષમાં ૪૩ હિટ એન્ડ રનના કિસ્સા નોંધાયા છે, જેમાં તમામ ૪૩ લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે આ સંખ્યા દર વર્ષે વધતી જાય છે. વર્ષ ર૦૧૩-૧૪માં ૧૪૩ કિસ્સા નોંધાયા હતા જેમાં ૯પ લોકોએ જીવ ગુમાવ્યા હતા વર્ષ ર૦૧પ-૧૬માં ૧૮૬ કિસ્સા નોંધાયા હતા જેમાં ૧ર૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા વર્ષ ર૦૧૬-૧૭માં ૧૯૭ કિસ્સા નોંધાયા હતા જેમાં ૧પ૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ટ્રાફિક પોલીસ વારંવાર વાહનોનાં કાયદાના નિયમના ભંગ બદલ રાઇડ યોજે છે. રોજના હજારો વાહનચાલકોને ટ્રાફિકના નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે પરંતુ બેફામ સ્પિડે રસ્તા પર દોડતા વાહનો માટે હજુ પણ જોઇએ તેવી કાળજી લેવાતી ન હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે. આવા બેફામ સ્પિડે વાહન ચલાવનારાઓ ઉપર અંકુશ ન હોય હિટ એન્ડ રનના બનાવની સંખ્યામાં ઘટાડો થતો નથી. સ્પીડ લિમિટનો કાયદો અને જોગવાઇ છે પરંતુ શહેર સહિત રાજયભરમાં તેની કોઇ વાસ્તવિક અમલવારી જ થતી નથી પરિણામે નિર્દોષ નાગરિકો, જેમાં મહિલા, બાળકો, વૃદ્ધજનો સહિતના નાગરિકો અકાળે મોતના મુખમાં ધકેલાઇ જતા હોય છે, તેને લઇ હવે આવા બેફામ રીતે વાહન હંકારતા વાહનચાલકો વિરૂદ્ધ તાત્કાલિક લગામ કસવા અને આકરા પગલાં લેવાની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

Related posts

ચોટીલામા ખેડુતોની મહાસભા યોજાશે

editor

વિશ્‍વામિત્રીના કાંસની સફાઇ કરીને જળપ્રવાહ આડેના અવરોધો હટાવાશે : પ્રદિપસિંહજી જાડેજા

aapnugujarat

સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં વણઝારા અને એન.કે. અમીન ડિસ્ચાર્જ કર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1