Aapnu Gujarat
ગુજરાત

વિશ્‍વામિત્રીના કાંસની સફાઇ કરીને જળપ્રવાહ આડેના અવરોધો હટાવાશે : પ્રદિપસિંહજી જાડેજા

ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાહેજાએ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ હેઠળ વડોદરા મહાનગરપાલિકાએ દશામાં તળાવ- ગોરવા, સુરસાગર તળાવ અને જીજામાતા તળાવ-મકરપુરાની કાયાપલટ અને બ્‍યુટીફિકેશનની સુઆયોજિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તથા મેયરશ્રી ભરતભાઇ ડાંગર તથા મ્યુનીસીપલ કમિશનર ર્ડા.વિનોદ રાવ પાસેથી જળસંચય અભિયાન હેઠળ મહાનગરપાલિકાના આયોજન અને અમલીકરણની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે વડોદરા તાલુકાના શેરખી ગામે જિલ્‍લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી જળસંચયની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

સુરસાગર તળાવની મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે રાજય સરકારે વિશ્‍વામિત્રી નદીના કાંસની સફાઇ કરીને, નદીના જળપ્રવાહને રોકતા અવરોધોના નિવારણનું આયોજન કર્યું છે. જે પૂર નિયંત્રણમાં મદદરૂપ બનશે. સુઆયોજિત બ્યુટીફિકેશનના કારણે ઐતિહાસિક સુરસાગર વધુ રળિયામણું બનશે એ વડોદરાની આગવી ઓળખ અને નજરાણું બની જશે તથા શહેરની સાથે વધુ એક પ્રવાસન આકર્ષણ જોડાશે. તેમણે જણાવ્‍યું હતું કે જળસંચય અભિયાન હેઠળ બ્‍યુટિફિકેશન અને સુધારણાના આયોજનથી શહેરી તળાવોને નવો દેખાવ મળશે અને આ તળાવો નવજીવન પામશે. તેમણે સુરસાગર સહિત શહેરી તળાવોની નમૂનેદાર કામગીરી માટે મહાનગરપાલિકા પ્રસાશનને અભિનંદન આપ્‍યા હતા.

રાજય વ્‍યાપી સુજલામ સુફલામ જળઅભિયાન એ ધરતીના પાતાળમાં મેઘજળ(વરસાદી પાણી)નો અભિષેક કરવાનું દૂરંદેશી ભરેલું આયોજન છે એવી લાગણી વ્‍યકત કરતાં ગૃહ રાજયમંત્રીશ્રીએ જણાવ્‍યું કે, મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી આ અભિયાન સાથે ૫૦ ટકા જેટલી અભૂતપૂર્વ લોકભાગીદારી જોડાઇ છે અને આ અભિયાન જળશકિતના વિનિયોગનું જનઆંદોલન બની ગયું છે. તેના હેઠળ રાજયના ૧૩ હજાર તળાવોની ઉંડાઇ વધારવાની સાથે કેનાલો, કાંસો, નદીઓ, ચેકડેમ્સની સફાઇ અને કાંપ નિવારણ જેવા કામો પૂરજોશમાં આગળ વધી રહયાં છે. તેના પરિણામે રાજયની ભૂગર્ભ અને સપાટી પરના જળસંગ્રહ ક્ષમતામાં વિપુલ વધારો થશે. રાજયનું સમગ્ર મંત્રીમંડળ અને પ્રશાસનના ઉચ્‍ચાધિકારીઓ રોજેરોજ અભિયાનની પ્રગતિનું નિરીક્ષણ કરે છે અને અભિયાનને આયોજન પ્રમાણે આગળ ધપાવવાની તકેદારી લેવામાં આવી રહી છે. તેમણે આ અભિયાનમાં સહયોગ આપનારી એન.જી.ઓ., ધાર્મિક, સહકારી, સામાજીક સંસ્‍થાઓ, ઔદ્યોગિક મંડળો, કારખાનાઓ, નાગરિક સંગઠનો અને લોકોને ધન્‍યવાદ આપ્‍યા હતા.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્‍ય શ્રીમતી મીનષાબેન વકીલ, સીમાબેન મોહીલે, અન્‍ન આયોગના અધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રભાઇ લાખાવાલા, સ્‍થાયી સમિતિના અધ્‍યક્ષા ર્ડા.જીગીષાબેન શેઠ અને પાલિકા-પક્ષના પદાધિકારીઓ, નગરસેવકો, મ્યુનિસીપલ કમિશનર ર્ડા.વિનોદ રાવ તથા પાલિકાના ઉચ્‍ચાધિકારીઓ અને પોલીસ કમિશનરશ્રી સહિત પોલીસ ઉચ્‍ચાધિકારીઓ તેમની સાથે રહયા હતા.

મહિલા પોલીસ અધિકારી પરના હુમલાના બનાવ અંગે તેમણે જણાવ્‍યું હતું કે સંડોવાયેલા લોકોને પકડી પાડીને દાખલો અને ધાક બેસે તેવા કડક પગલાં લેવામાં આવી રહયા છે. પ્રજાજન કે પોલીસ પર હુમલો કરવાની કુચેષ્‍ટા  કરનારા બુટલેગર સહિત તમામ સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે.

Related posts

कांग्रेस में नई सुची जारी होने के बाद फिर हंगामा : जमालपुर में साबिर काबलीवाला को टिकट नही

aapnugujarat

કેન્દ્રિય ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી અગ્રવાલનું નર્મદા જિલ્લામાં આગમન

aapnugujarat

કોસુમ ગામમાં ૬ ફુટ લાંબો અજગર પકડાયો

editor

Leave a Comment

UA-96247877-1