Aapnu Gujarat
ગુજરાત

ખેડબ્રહ્મામાં માતાજીના મુખ્યમંત્રીએ દર્શન કર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત માંગોલ નદીને પુનઃજીવિત કરવાના કાર્યમાં સહભાગી થતાં પૂર્વે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન-પૂજન કરી આશિવાર્દ મેળવ્યા હતા. પ્રસિધ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન કરી મુખ્યમંત્રીએ જગત જનની અંબામા સમક્ષ જળ સંચયથી સમગ્ર ગુજરાત જળ સંકટનો સામનો કરવા સક્ષમ અને તેવી અભ્યર્થના પણ કરી હતી. તેમણે ચોમાસામાં વ્યાપક વર્ષોની વાંચ્છના પણ કરી હતી. આ વેળાએ સાંસદ દિપસિંહ રાઠોડ, વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરા, અંજલિબેન રૂપાણી, મહિલા મોરચા અગ્રણી રમિલાબેન બારા તથા જિલ્લા પ્રભારી સચિવ ડા.જ્યંતિ રવિ પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.

Related posts

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

editor

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

aapnugujarat

ખાનગી સ્કૂલોની ફી મામલે હાઇકોર્ટના આદેશને સરકાર સુપ્રીમમાં નહીં પડકારે : ભૂપેન્દ્રસિંહ

editor

Leave a Comment

UA-96247877-1