Aapnu Gujarat
ગુજરાત

‘મિશન શક્તિ’દ્વારા વૈજ્ઞાનિકોએ શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી : વાઘાણી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદ યોજી અને ’મિશન શક્તિ’ને બિરદાવ્યું હતું તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતને આ મિશને શક્તિશાળી રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યુ છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત છે, તેવો સંદેશો આપ્યો છે. તેમણે વધુમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની ઉમેદવારી અને ગાંધીનગર સુધીના રોડ શો અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે અમિત શાહના સમર્થનમાં આગામી ૩૦મી તારીખે સમગ્ર દેશને નોંધ લેવી પડે તેવો રોડ શો યોજાશે.વાઘાણીએ કહ્યું, ’મિશન શક્તિ’ દ્વારા વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન મોદીના નેૃત્વમાં શક્તિશાળી ભારતની પ્રતીતિ કરાવી છે, ત્યારે દેશ નરેન્દ્ર મોદીના હાથમાં સલામત રહી વિકાસની દિશામાં આગળ વધવાનો છે. હું આદરણીય વડાપ્રધાન મોદી અને જેમને જેમને આ મિશન સફળ કરવામાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે જોડાયેલા છે, તેમને અભિનંદન આપું છું.તેમણે ઉમેર્યું, સમગ્ર દેશ જાણે છે, આપ પણ જાણો છો, એક ગુજરાતી જે બુથમાંથી મંત્રી તરીકે કામ કરી અને સંઘર્ષ સમયમાં જે પ્રમાણે ભાજપનો વિચાર દેશમાં મોટો કર્યો. પાંચ વર્ષના ટૂંકા ગાળામાં નોર્થ ઇસ્ટથી માંડી અને તમામ રાજ્યોમાં જેણે ભાજપનો વિકાસ કર્યો છે, તેવા અમિત શાહ તારીખ ૩૦ના રોજ ઉમેદવારી નામાંકન પત્ર, ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડે તેવો અમે ઠરાવ કરેલો. અમારી લાગણીને માન આપી અને ગાંધીનગરથી ચૂંટણી લડે.

Related posts

पीएम मोदी की गुजरात को कई सौगात

editor

બોટાદમાં કોરોના વોરિયર્સની અટકાયત

editor

अहमदाबाद में तीन दिन में ४४ करोड़ के कार्यों का भूमिपूजन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1