Aapnu Gujarat
મનોરંજન

મૌની રોય ટીવી પર વાપસી કરવા સજ્જ

ટીવી સિરિયલ નાગિનમાં લોકપ્રિયતા મેળવી લીધા બાદ મૌની રોય હાલમાં ફિલ્મોમાં વ્યસ્ત છે. તેની પાસે રણબીર કપુર અને જહોન અબ્રાહમ જેવા મોટા સ્ટાર સાથે ફિલ્મો છે. બીજી બાજુ તે ફરી એકવાર ટીવી સિરિયલમાં પણ વાપસી કરવા માટે ઇચ્છુક છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તે ટીવી શો શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં ખાસ રોલમાં નજરે પડનાર છે. આ શોમાં તે ગ્લેમર રોલમાં નજરે પડનાર છે. ગોલ્ડ ફિલ્મમાં સફળતા મેળવી લીધા બાદ હવે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. તે કેરિયર બનાવવા માટે તૈયાર છે. ટીવી સિરિયલ ક્યો કિ સાંસ ભી કભી બહુથી મારફતે મૌનીએ કેરિયરની શરૂઆત કરી હતી. તે નાગિન સિરિયલમાં પણ ભારે લોકપ્રિયતા મેળવી ગઇ હતી. હવે તેની પાસે કેટલીક નવી ફિલ્મોની ઓફર છે. તે ટીવી સિરિયલમાં પણ કામ કરવા ઇચ્છુક છે. ગોલ્ડ ફિલ્મ તેની બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી ચુકી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તેની ભૂમિકાની પણ પ્રશંસા થઇ રહી છે. તે હવે રણબીર અને જહોન અબ્રાહમ સાથે કામ કરવા જઇ રહી છે. એક ફિલ્મ તે રાજકુમાર રાવ સાથે પણ કરી રહી છે. મૌની રોયને બીજી કેટલીક ફિલ્મો પણ હાથ લાગી છે. તે બોલિવુડ કેરિયરને લઇને આશાવાદી છે. ગોલ્ડ પહેલા અક્ષયની કેટલીક ફિલ્મોને સરેરાશ સફળતા મળી હતી. અક્ષય કુમાર હાલના વર્ષોમાં જોલી એલએલબી અને રૂસ્તમ ફિલ્મમાં નજરે પડ્યો હતો. ટોઇલેટ એક પ્રેમ કથા પણ તેની સારી રહી હતી. બન્ને ફિલ્મોમાં ચાહકોએ તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. હજુ તેની પાસે મોટા બજેટની કેટલીક ફિલ્મો રહેલી છે.

Related posts

‘કેદારનાથ’ફિલ્મને શાહરૂખની ફિલ્મ સાથે રજૂ કરી શકાય

aapnugujarat

કોઇ સર્જરી કરાવી હોવાનો આયશા ટાકિયાનો ઇનકાર

aapnugujarat

ગુજરાતી ફિલ્મના અભિનેતા અને તેની પત્નિ કોરોના પોઝિટિવ

editor

Leave a Comment

UA-96247877-1