Aapnu Gujarat
બિઝનેસ

ક્ષિતીજ પોલીલાઈન લિમિટેડ એસએમઈ આઈપીઓ દ્વારા રૂ.8.75 કરોડ ઉભા કરશે

સ્ટેશનરી પ્રોડક્ટસના ઉત્પાદન, માર્કેટીંગ અને સોર્સિંગ બિઝનેસ સાથે સંકળાયેલી કંપની ક્ષિતીજ પોલીલાઈન લિમિટેડ રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા અને રૂ.35ની ફિક્સ કિંમત ધરાવતા 25 લાખ શેરનું ભરણું લઈને મૂડી બજારમાં આવી રહી છે. મુંબઈ સ્થિત આ કંપની કુલ રૂ.8.75 કરોડ ઉભા કરવા માંગે છે અને તેનો ઉપયોગ તેની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે તથા નવી મશીનરી અને ઉપકરણો ખરીદીને પ્રોડક્ટસ રેંજ વધારવા માટે કરશે.

આ ભરણું તા.21 સપ્ટેમ્બર, 2018ના રોજ ખૂલી રહ્યું છે અને તા.27 સપ્ટેમ્બર, 2018ના રોજ બંધ થશે. આ આઈપીઓની એનએસઈ ઈમર્જ પ્લેટફોર્મ પર નોંધણી કરવામાં આવશે. ઓછામાં ઓછા 4000 શેરના લોટની અરજી થઈ શકશે. હાઈ નેટવર્થ ઈન્ડીવિડ્યુઅલ્સ માટે બીડ લોટ 8000 શેર તથા 4000 શેરના ગુણકમાં રાખવામાં આવ્યો છે.

કંપનીના વર્તમાન બિઝનેસ અંગે પ્રતિભાવ આપતાં ક્ષિતીજ પોલીલાઈન લિમિટેડના સીએમડી, ભરત ગાલાએ જણાવ્યું હતું કે “2008માં શરૂઆત થઈ ત્યારથી અમે સફળતાપૂર્વક 125 પ્રોડક્ટસ વિકસાવીને બજારમાં મૂકી છે આ પ્રોડક્ટ રેન્જમાં ફાઈલ, ફોલ્ડર અને ડાયરી, ક્લાસીક, એલસી અને ક્ષિતીજના બ્રાન્ડ નેમ હેઠળ મૂકવામાં આવી છે. અમે બીટુસી અને બીટુબી મોડલ હેઠળ કામગીરી કરીએ છીએ જેમાં અમે બીટુસી હેઠળ અમે ડાયરીઓ, કેલેન્ડર્સ, ફાઈલ્સ, ફોલ્ડર્સની સાથે સાથે પુસ્તકોના બાઈન્ડીંગ, પંચીંગ અને સ્ટીચીંગના ઉપકરણો તથા બીટુબી હેઠળ અમે પીપી શીટ્સ, લેમિનેટેડ શીટસ અને વાયરો ઉદ્યોગને પૂરાં પાડી રહ્યા છીએ. આ ઉપરાંત અમે ક્ષિતીજ બ્રાન્ડ નેમ હેઠળ પ્રદર્શન અને સમારંભો માટે પણ પ્રોડક્ટસ સપ્લાય કરીએ છીએ.”

ભવિષ્યના આયોજનો અંગે વાત કરતાં ભરત ગાલાએ જણાવ્યું કે “ભવિષ્યમાં અમે સિલવાસા ખાતેની હાલની ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાનું તથા થ્રીડી પ્રિન્ટર્સનો ઉપયોગ કરીને પીપી શીટ્સની નવી પ્રોડક્ટ લાઈન રજૂ કરવા માંગીએ છીએ અને ઈકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને ઈકોનોમિકલ બોક્સ ફાઈલ રજૂ કરવા માંગીએ છીએ. પ્રોડક્ટસની આ નવી રેન્જ દ્વારા અમારા દુબઈ અને હોંગકોંગમાં ડિસ્ટ્રીબ્યુશન ચેનલ સ્થાપવાના આયોજનોને ગતિ મળશે. અમે મેટલ ફાઈલ ક્લીપ્સ બનાવીશું, જેના 99 ટકા જેટલા હિસ્સાની હાલમાં આયાત કરવી પડે છે. અમે ઔદ્યોગિક અને રિટેઈલ ક્લાયન્ટસ બંને પ્રકારના ગ્રાહકો માટે અમારૂં પોતાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરી છે.”

કંપનીની ભરણા પછીની પેઈડ-અપ ઈક્વિટી શેર કેપિટલમાં પ્રમોટર્સ અને ગ્રુપનો હિસ્સો 62.76 ટકા જેટલો રહેશે.

અમદાવાદ સ્થિત મર્ચન્ટ બેંકર મોનાર્ક નેટવર્ક કેપિટલ લિમિટેડ એ પબ્લિક ઈસ્યુના લીડ મેનેજર છે અને કાર્વી કોમ્પ્યુટર શેર પ્રાઈવેટ લિમિટેડ રજીસ્ટ્રાર છે.

Related posts

પાન કાર્ડને આધાર સાથે લિંક નહી કરાવ્યું તો નાણાંકીય વ્યવહારો પર પડશે અસર

editor

ભારત પાસે છે કોલસાનો મોટો ભંડાર, છતાં આયાત કરવી પડે છે

aapnugujarat

पूर्व प्रधानमंत्री ने मोदी सरकार को बताए मंदी को भगाने के ये उपाय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1