આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેત્રી આયશા ટાકિયાના કેટલાક ફોટા સપાટી ઉપર આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો રહ્યો હતો. આ ફોટામાં તેના ચહેરાને એક દમ બદલાયેલો લોકોએ જોયો હતો. તે વખતે કેટલાક અહેવાલો આવ્યા હતા જેમાં જણાવાયું હતું કે, આયશાએ પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તેના કારણે તેના ચહેરામાં કેટલીક વિકૃતિ દેખાઈ રહી છે પરંતુ હવે એવા અહેવાલોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, જે ફોટા પહેલા આવ્યા હતા તે ફોટા તેના ન હતા. બોગસ ફોટાઓ કોઇ વ્યક્તિ દ્વારા મુકી દેવામાં આવ્યા હતા. આયશાએ દાવો કર્યો છે કે, કોઇપણ પ્રકારની સર્જરી તેણે કરાવી નથી. જે ફોટા આવ્યા હતા તે ઉપજાવી કાઢેલા ફોટા હતા અને ચહેરાને બદલી દેવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે, સર્જરી કરાવવાનો કોઇ પ્રશ્ન જ થતો નથી. હાલમાં તે એક્ટિંગમાં કમબેક કરવા ઉપરાંત રેસ્ટોરન્ટ અને ફેશન લાઈનને લોંચ કરવાને લઇને વ્યસ્ત છે. આયશા તાજેતરમાં જ મુંબઈના કોલાબા વિસ્તારમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં નજરે પડી હતી. આયશાએ કહ્યું હતું કે, જ્યારે તે પોતે પોતાના ફોટા જોઇને એક વખતે ચોંકી ઉઠી હતી. તે વખતે તે ગોવામાં હતી અને આને લઇને ટકોર કરવાની ઇચ્છા હતી પરંતુ વધારે વિવાદને ટાળવાના હેતુસર કોઇ નિવેદન કરવામાંઆવ્યા ન હતા તે પોતે પણ અગાઉના ફોટાને જોઇને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. ખુબ ઓછા લોકોને આ અંગેની માહિતી છે કેે, પ્રભુદેવા દ્વારા નિર્દેશિત ફિલ્મ વોન્ટેડમાં મુખ્ય અભિનેત્રીની ભૂમિકામાં આયશા ટાકિયા હતી. આ સલમાન ખાનની મુખ્ય ભૂમિકા હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. આયશા અન્ય ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.