પોપ સ્ટાર કેટી પેરી માઇક્રોગ્લોબિંગ વેબસાઇટ ટિ્વટર પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી સ્ટારમાં સામેલ થઇ ગઈ છે.તેના ફોલોઅર્સની સંખ્યા ૧૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આની સાથે જ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર હસ્તી બની ગઈ છે. ૧૦૦ મિલિયન ફોલોઅર્સ ધરાવનાર તે પ્રથમ ગાયિકા બની છે. કેટી પેરીના નવા આલ્બમ વિટનેસથી સંબંધિત સત્તાવાર ટિ્વટર પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, નવા ઇતિહાસ સર્જાઈ રહી છે. કેટી પેરીને ચારેબાજુથી શુભેચ્છા મળી રહી છે. ચાહકો તરફતી પણ શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટી પેરીએ પોતે પણ પ્રતિક્રિયા આપી છે. તમામ લોકો જાણે છે કે, ગાયિકાની સાથે સાથે વિશ્વની સૌથી મોટી સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવતી કેટી પેરી વર્ષ ૨૦૦૯માં ટિ્વટર સાથે જોડાઈ ગઈ હતી ત્યારથી સતત સક્રિય રહી છે. વર્ષ ૨૦૧૨માં તેના ફોલોઅર્સની સંખ્યા ૫ કરોડ હતી જે વધીને હવે ૧૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે. હોલીવુડમાં તમામ ટોપક્લાસ અભિનેતા અને અભિનેત્રીઓ હોવા છતાં કેટી પેરી સૌથી આગળ રહી છે. ૧૦ કરોડ ફોલોઅર્સનો આંકડો ખુબ મોટો છે. ટિ્વટર પર હોલીવુડની અન્ય હસ્તીઓ પણ સતત સક્રિય રહી છે પરંતુ આ આંકડો કેટી પેરીએ પાર કરીને પોતાની લોકપ્રિયતાની સાબિતી આપી છે. અન્ય ગાયિકાઓ ખુબ મોટી સેલિબ્રીટીઓ હોવા છતાં ટિ્વટર પર આ આંકડા સુધી પહોંચી શકી નથી. જેનિફર લોપેજ, બ્રિટની જેવી સ્ટાર પણ આ આંકડાને પાર કરી શકી નથી.
આગળની પોસ્ટ