Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ દક્ષિણ ભારતમાં સંતોને મેદાને ઉતારશે

જે રીતે ભાજપે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની લોકપ્રિયતાનો અસરકારક રીતે ઉપયોગ કર્યો છે. તે જ રીતે હવે દક્ષિણ ભારતમાં પણ ભાજપ યોગી આદિત્યનાથ જેવા જ એક સંતને મેદાનમાં ઉતારે તેવી પુરી શક્યતા છે. તેલંગાણામાં સ્વામી પરિપૂર્ણાનંદને બીજા યોગી આદિત્યનાથ માનવામાં આવી રહ્યા છે. તેઓ રાજનીતિમાં ઉતરી શકે છે અને તેમને ભાજપ તેમજ બીજા હિન્દુવાદી સંગઠનો પુરેપુરુ સમર્થન આપી શકે છે. તેમના પર હૈદરાબાદ શહેરમાં પ્રવેશવા પર સરકારે મુકેલો પ્રતિબંધ પુરો થતા મંગળવારે તેમનુ હિન્દુ સંગઠનો દ્વારા જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ભાજપ સ્વામી પરિપૂર્ણાનંદને સિકંદરાબાદ કે મલકાગિરિ અથવા તો કરવાનમાંથી વિધાનસભાની ચૂંટણી લડાવી શકે છે. સ્વામી પરિપૂર્ણાનંદ ભડકાઉ નિવેદનો આપવા માટે જાણીતા છે. જેના પગલે પોલીસે તેમના પર હૈદ્રાબાદમાં પ્રવેશવાન પ્રતિબંધ મુક્યો હતો. જોકે હવે હાઈકોર્ટે આ આ આદેશ પર રોક લગાવી દીધા બાદ તેમનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ.જોકે પોલીસના આદેશની પાછળ મુખ્ય ભેજુ તેલંગાણાના સીએમ ચંદ્રશેખ રાવનુ હોવાનુ મનાય છે. ગત ૯ જુલાઈએ પોલીસે સ્વામીને નજરકેદ કર્યા હતા. સ્વામીએ તે સમયે હિન્દુ ધર્મની રક્ષા માટે ત્રણ દિવસની યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી.જોકે એ પહેલા જ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.
એવુ જાણવા મળ્યુ છે કે દસ દિવસ પહેલા જ સ્વામી પરિપૂર્ણાનંદ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને બેંગ્લોરમાં મળ્યા હતા. હવે જ્યારે તેમના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે ત્યારે તેમના સ્વાગત માટે પહોંચેલા ભાજપના ધારાસભ્ય એનવીએસએસ પ્રભાકરે કહ્યુ હતુ કે તેલંગાણાને પણ યોગી આદિત્યનાથ જેવા નેતાની જરુર છે. હવે સમય જ બતાવશે કે સ્વામી પરિપૂર્ણાનંદ રાજનીતિમાં ક્યારે આવશે.આ મામલે હજી સુધી હાઈકમાને કોઈ નિર્ણય લીધો નથી.ભાજપનું ગણિત છે કે તેલંગાણામાં સ્વામીના અનુયાયીઓ લાખોની સંખ્યામાં છે.આદિવાસીઓ પણ તેમને બહુ સન્માન આપે છે ત્યારે તેઓ બીજા યોગી બની શકે છે.

Related posts

તેજીના દોર વચ્ચે સેંસેક્સ અને નિફ્ટીમાં વધુ ઉછાળો નોંધાયો

aapnugujarat

વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી રોગથી મુક્ત કરવાનો સંકલ્પ : પીએમ મોદી

aapnugujarat

લોકપાલ માટે ભૂખ હડતાળ પર જવા અણ્ણાની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1