Aapnu Gujarat
રાષ્ટ્રીય

અલગતાવાદી કટ્ટરપંથી લીડરોની એનઆઈએ દ્વારા પૂછપરછ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિમાં લશ્કરે તોયબાના લીડર હાફીઝ મોહંમદ સઈદ અને હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી લીડર સૈયદ અલીશાહ ગિલાનીની ભૂમિકાના સંબંધમાં તપાસ શરૂ થઈ ચુકી છે. હાફિઝ મોહંમદ સઈદ અને ગિલાનીની ત્રાસવાદી ગતિવિધિમાં ભૂમિકાના મામલે ઉંડી તપાસ શરૂ થયા બાદ અલગતાવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. આ સંબંધમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા કાશ્મીરના ત્રણ અલગતાવાદી લીડરોની પૂછપરછ કરી છે. વધારાના મહાનિર્દેશકના નેતૃત્વમાં એનઆઈએની ટીમે નઈમખાન, ફારૂક અહમદ દાર, ગાઝી જાવેદ બાબાની પૂછપરછ કરી છે. તેમને બોલાવવામાં આવ્યા બાદ જુદા જુદા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હાલમાં જ એક સમાચાર ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં અલગતાવાદી લીડર નઈમખાન અને ફારૂક અહેમદ દારે કબુલાત કરી હતી કે હુર્રિયતને પાકિસ્તાન તરફથી સહાયત મળી રહી છે. અલગતાવાદી નેતાઓના ચહેરાનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા મામલાની તપાસ શરૂ કરીને સમાચાર ચેનલ પાસેથી સ્ટીંગ ઓપરેશનના વીડિયો ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તપાસ સંસ્થાએ તહેરીકે હુર્રિયતના નેતા નઈમખાન, ફારૂક અહેમદ દાર અને ગાઝી જાવેદ બાબાને સમન્સ જારી કરવામાં આવ્યા બાદ હાજર કર્યા હતા. નઈમે કહ્યું છે કે તે ભારતીય મીડિયા પ્રત્યે જવાબદાર નથી. શરૂઆતમાં અનિચ્છા દર્શાવ્યા બાદ ત્રણેય અલગતાવાદી લીડરે કબુલાત કરી લીધી હતી. એનઆઈએની ટીમ દ્વારા અલગ અલગ રીતે તેમની પૂછપરછ કરી છે. ટીમે તેમના નામ એફઆઈઆરમાં પણ દાખલ કર્યા હતા.
એનઆઈએના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું છે કે આતંકવાદીઓ પાસેથી મળનાર નાણાંના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી છે. નઈમખાન અને ગાઝી જાવેદની પૂછપરછ હજુ ચાલી રહી છે. તેમને તપાસ માટે દસ્તાવેજો સોંપવા માટે પણ કહેવામાં આવ્યું છે. શ્રીનગરની જે હોટલમાં સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેની ઓળખ કરી લેવામાં આવી છે. એનઆઈએની ટીમે આશરે ૧૫૦ મામલામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરની નકલ એકત્રિત કરી લીધી છે.
કાશ્મીરના ધાંધલ ધમાલ તથા હિંસા ફેલાવવાના મોટા કાવતરા હેઠળ સ્કુલ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલામાં હાલના દિવસોમાં ખીણમાં ડઝન જેટલા મામલામાં તપાસ ચાલી રહી છે. પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને ગયા વર્ષે આઠમી જુલાઈના દિવસે સુરક્ષા દળોએ અથડામણમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ત્રણેય ઉપરાંત એનઆઈએ દ્વારા સઈદ અને ગિલાનીના નામ પણ તપાસમાં આપ્યા હતા. આ બંનેની પણ પૂછપરછ થઈ શકે છે.

Related posts

मुझे भगवा रंग में रंगना चाहती बीजेपी : रजनीकांत

aapnugujarat

કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરી હુમલા કરવા ત્રાસવાદી નવીદ સજ્જ

aapnugujarat

भोपाल में बच्ची की नृशंस हत्या, नाले के पास मिला शव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1