Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચારધામની યાત્રામાં હજારો લોકો હજુ પણ અટવાયા

ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવા અને ખરાબ હવામાનના પરિણામ સ્વરૂપે ચારધામની યાત્રામાં ગયેલા ઓછામાં ઓછા ૧૩ શ્રદ્ધાળુઓના મોત થઈ ચુક્યા છે. બીજી બાજુ હજારો લોકો હજુ પણ ચારધામની યાત્રામાં જુદી જુદી જગ્યાઓએ અટવાઈ પડ્યા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અટવાઈ પડેલા લોકોની મદદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડવાના બનાવમાં ચારધામના શ્રદ્ધાળુઓના મોતનો આંકડો ૧૩ ઉપર પહોંચ્યો છે. બચાવ અને રાહત કામગીરીમાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કર્મચારીઓએ કાટમાળને દુર કરીને વધુ કેટલાક મૃતદેહ બહાર કાઢ્યા હતા. આની સાથે જ મોતનો આંકડો ૧૩ ઉપર પહોંચી ગયો છે. હજુ સુધી આ આંકડો શરૂઆતમાં જ ૧૩ ઉપર પહોંચી જતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ૨૮મી એપ્રિલના દિવસે ચારધામની યાત્રાની શરૂઆત થઈ હતી. અધિકારીઓનું કહેવું છે કે ચારધામની યાત્રાને કામચલાઉ ધોરણે રોકવામાં આવી છે. મહિલાઓ અને બાળકોને રૂટ ઉપર મોટા સ્થળો પર રોકાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના કારોબારી ડિરેકટર પિયુષ રોટેલાએ માહિતી આપતા કહ્યું છે કે બીઆરઓ દ્વારા રસ્તાઓને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. આ યાત્રા મહિનાની શરૂઆતમાં શરૂ થયા બાદ જૂનના અંત સુધી ચાલનાર છે. ભેખડો ધસી પડવાના બનાવની બંને બાજુએ ૧૫ હજારથી પણ વધુ લોકો અટવાયેલા છે. રીષીકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવેને ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં વિષ્ણુપ્રયાગ નજીક બંધ રાખવામાં આવતા લોકોને તકલીફ પડી રહી છે. જોકે અહીં ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. બીજી બાજુ હાથીપરબત નજીક બદ્રીનાથ હાઈવેને ફરી ખોલવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં જ મહારાષ્ટ્રના રાહત અને પુનઃવસવાટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે માહિતી આપતા કહ્યું હતું કે ચારધામની યાત્રામાં રહેલા સેંકડો શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા છે. સરકાર દ્વારા જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠથી બદ્રીનાથ સુધીના માર્ગ ઉપર ભેખડો ધસી પડતા રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જુદા જુદા રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અટવાયેલા છે. અટવાઈ પડેલા શ્રદ્ધાળુઓના આંકડાને લઈને વિરોધાભાસી અહેવાલ મળી રહ્યા છે. ચમોલીના પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે બનાવ વખતે બદ્રીનાથમાં ૧૧૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ હતા. નજીકની હોટલો, ગુરૂદ્વારા, ગેસ્ટ હાઉસમાં તમામ લોકોને રાખવામાં આવ્યા છે. ગોવિંદઘાટ ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અટવાયેલા છે અને આ સંખ્યા ૧૧૮૩ જેટલી છે. જ્યારે જોશીમઠ ખાતે ૯૦૦થી વધુ શ્રદ્ધાળુઓ અને પાંડુકેશ્વરમાં ૪૫૦થી વધુ શ્રધ્ધાળુઓ અટવાયેલા છે. બદ્રીનાથથી પરત જતા વાહનો પણ ઘણી જગ્યાઓએ માર્ગો પર અટવાયેલા છે. વાહનોની લાંબી લાઈનો હાઈવે ઉપર લાગી હોવાના અહેવાલ મળ્યા છે. આશરે ૨૫ કિલોમીટર સુધીના વિસ્તારમાં ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. બીઆરઓ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. સાથે સાથે વાહનોમાં અટવાઈ પડેલા લોકોને મદદ પહોંચાડવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. યાત્રા શરૂ થયા બાદથી આ વખતે પ્રથમ વખત ભેખડો ધસી પડવાના બનાવોની શરૂઆત થઈ છે.

Related posts

PM Modi to visit Saudi Arabia soon, will discuss investment with Prince Salman

aapnugujarat

નોઇડામાં બે આતંકવાદીઓ ઝડપાયા

aapnugujarat

लंबे समय के बाद सोशल मीडिया पर एक्टिव हुए तेजस्वी, कहा : मैं बीमार था

aapnugujarat

Leave a Comment

UA-96247877-1