Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩૦ નેનો સેટેલાઇટો સાથે કાર્ટોસેટ-૨ને લોન્ચ કરાશે

નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧એચના નિષ્ફળ લોંચ બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) આ નિષ્ફળતાને ભુલીને આગળ વધવા માટે કમરકસી ચુકી છે અને ડિસેમ્બરના મધ્યમાં ૩૦ નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ-૨ને લોંચ કરવામાં આવશે. ડિસેમ્બરના મધ્યમાં વિદેશી દેશોના સેટેલાઇટની સાથે કાર્ટોસેટ-૨ સિરિઝના રિમોટ સેન્સિવ સેટેલાઇટને લોંચ કરવામાં આવશે. વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરના ડિરેક્ટર કે શિવાને માહિતી આપતા કહ્યું છે કે, ડિસેમ્બરથી સેટેલાઇટ લોંચ કરવાની પ્રક્રિયા ફરી લોંચ થશે. ડિસેમ્બરના મધ્યમાં જુદા જુદા દેશોના ૩૦ નેનો સેટેલાઇટને લોંચ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આઈઆરએનએસએસ-૧એ માટે રિપ્લેસમેન્ટ સેટેલાઇટ લોંચ કરવામાં આવનાર છે. આ સેટેલાઇટ ગયા વર્ષે જ કામ કરવાનું બંધ કરી ચુક્યું છે. આ બંને લોંચને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શ્રીહરિકોટામાં ફર્સ્ટ લોંચથી આ પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે બીજા લોંચ પેડ પર ચંદ્રયાન-૨ મિશન સહિત ૩જીએસએલવી રોકેટ લોંચ કરવાની તૈયારી ચાલી રહી છે. જો કોઇ કારણસર કાર્ટોસેટ ડિસેમ્બરમાં લોંચ નહીં થઇ શકે તો રિપ્લેસમેન્ટ સેટેલાઇટના લોંચને પણ રોકી દેવામાં આવશે. બંને લોંચ પ્રથમ લોંચપેડથી આગળ વધશે. ૩ જીએસએલવી લોંચ પૈકી બે જીએસએલવી એમકે-૨ અને ૧ જીએસએલવી એમકે-૨નો સમાવેશ થાય છે. શ્રીહરિકોટામાં છેલ્લા ઘણા સમયથી આને લઇને તૈયારી ચાલી રહી છે. પીએસએલવીના બદલે ઇસરો બીજા લુનાર મિશન માટે એમકે-૨નો ઉપયોગ કરનાર છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, નેવિગેશન સેટેલાઇટના લોંચમાં નિષ્ફળતા મળ્યા બાદ ઇસરોના વૈજ્ઞાનિકો હવે વધુ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે અને યોગ્ય દિશામાં પગલા લેવાઈ રહ્યા છે. લોંચ આગળ વધતા પહેલા તમામ રોકેટમાં ખામીની ચકાસણી કરવામાં આવશે. હિટશિલ્ડને લઇને સમસ્યા પ્રવર્તી રહી છે. પ્રાથમિક કારણો દર્શાવે છે કે, પાયરો ઇલેમેશન રોકેટમાં ખામી દેખાઈ રહી છે. ૩૧મી ઓગસ્ટના દિવસે પીએસએલવી-સી૩૯ને નિષ્ફળતા મળી હતી. કારણ કે, પીએસએલવી-સી૩૯ તેની પરિભ્રમણ કક્ષામાં આઈઆરએનએસએસ-૧એચને ગોઠવવામાં નિષ્ફળ રહ્યું હતું. લોંચ બાદ હિટશિલ્ડ અલગ ન થતાં આ સ્થિતિ સર્જાઈ હતી. શ્રી હરિકોટાથી રોકેટે ઉંડાણ ભર્યા બાદ મિનિટોના ગાળામાં હિટશિલ્ડ અલગ ન થતાં આને નિષ્ફળતા મળી હતી પરંતુ ઇસરો દ્વારા હવે ૩૦ નેનો સેટેલાઇટ સાથે કાર્ટોસેટ-૨ને છોડવા માટેની તૈયારી કરી લીધી છે.

Related posts

શિવપાલે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી લીધો

aapnugujarat

Congress declares not to send spokespersons and media panelists for any television debates

aapnugujarat

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1