Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મીઓને ડીએમાં ૨ ટકાનો વધારો

કેન્દ્રીય કેબિનેટે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં વધારાના બે ટકાના વધારાને લીલીઝંડી આપી હતી. આ વધારો પહેલી જુલાઈ ૨૦૧૮થી અમલી ગણવામાં આવશે જેના પરિણામ સ્વરુપે ૧.૧ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને તીવ્ર મોંઘવારી વચ્ચે સીધો લાભ થશે. તહેવારની શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ નિર્ણયથી કેન્દ્રીય કર્મચારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે યોજાઈ હતી જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાના ઇન્સ્ટોલમેન્ટ જારી કરવાને મંજુરી આપવામાં આવી હતી. મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો મંજુર કરવામાં આવ્યો છે. મૂળભૂત પગાર અને પેન્શનના પ્રવર્તમાન સાત ટકાના રેટ ઉપર બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સ્વીકાર કરવામાં આવેલી ફોર્મ્યુલાના આધાર પર આ વધારો કરવામાં આવ્યો છે. સાતમાં પગાર પંચની ભલામણના આધાર પર આને મંજુરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારાને મંજુરી આપવામાં આવ્યા બાદ કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્ર સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. ડીએ અને ડીઆર બંનેમાં કરવામાં આવેલા ફેરફારના આધાર પર પ્રતિવાર્ષિક નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૧૧૨.૨૦ કરોડ અને ૪૦૭૪.૮૦ કરોડનો બોજ પડશે. તહેવારની શરૂાત થઇ રહી છે ત્યારે આ વધારો ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસથી ડીએમાં વધારાને લઇને ચર્ચા ચાલી રહી હતી. આજે આખરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગેના નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય કર્મચારી દ્વારા પોતપોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ અંગે ખુશીનું મોજુ કર્મચારીઓમાં ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૭મી માર્ચના દિવસે અગાઉ કેન્દ્ર સરકારે તેના માટે કામ કરનાર લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી દીધી હતી. લાખો કર્મચારીઓને આજે મોટી રાહત આપીને સરકારે મોંઘવારી ભથ્થા અથવા તો ડીએમાં બે ટકાનો વધારો કરી દીધો હતો. આનાથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થયો હતો. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરોને સીધો ફાયદો થયો હતો. હવે આવતીકાલે યોજાનાર બેઠકમાં લેવામાં આવનાર નિર્ણયથી પણ આ તમામ કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્રિય બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરનાર છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેબિનેટના વરિષ્ઠ પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. મોદીની ઉપસ્થિતિમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે એક પછી એક મોટા નિર્ણય લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે.  આ નિર્ણયની અસર પણ ચોક્કસપણે દેખાય તેવી શક્યતા છે. મોંઘવારીના આધાર પર આવા નિર્ણય લેવાય છે.

Related posts

शत्रुघ्न सिन्हा के बदले सुर, PM मोदी के इस कदम को बताया शानदार

aapnugujarat

રાજસ્થાનમાં લાગુ થશે ’ન્યૂનતમ આવક ગેરંટી’

aapnugujarat

પેટ્રોલ -ડિઝલનાં ભાવમાં દરરોજ બદલાવથી નાખુશ પંપ માલિકો હડતાળ પર જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1