Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ -ડિઝલનાં ભાવમાં દરરોજ બદલાવથી નાખુશ પંપ માલિકો હડતાળ પર જશે

દેશમાં પેટ્રોલ -ડિઝલનાં ભાવમાં ૧૬ જૂનથી દૈનિક આધારે નક્કી થવાનું શરુ થઇ જશે. પબ્લિક સેક્ટરની ઇંધણ વિક્રેતા કંપની આઈઓસી, બીપીસીએલ તેમજ એચપીસીએલ એ તેના માટે સ્વચાલિત પ્રણાલી લગાવી દીધી છે. તેમજ પંપ ડીલરોનો એક વર્ગ સરકારનાં આ કદમથી પરેશાન છે. પેટ્રોલ પંપ ડીલરોએ હડતાલ પર જવાની ધમકી આપી છે.સરકારે પાંચ શહેરોમાં પેટ્રોલ તેમજ ડિઝલનાં ભાવ દૈનિક આધારે નક્કી કરવાની પ્રાયોગિક પરિયોજનાઓ સફળ થયા બાદ દેશભરમાં તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન આઈઓસીએ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, આ પગલાથી તે સુનિશ્ચિત હશે કે, તેલની આંતરરાષ્ટ્રીય કિંમતમાં નાનામાં નાના બદલાવનો ફાયદો ડીલરો તેમજ ઉપભોક્તાઓને મળે.
આઈઓસીનું કહેવું છે કે, ચંડીગઢ, જમશેદપુર, પોંડીચેરી, ઉદેપુર તેમજ વિશાખાપટ્ટનમમાં આ પરિયોજનાનું ૪૦ દિવસ સુધી સફળ અમલીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી તેના સફળ અમલીકરણનું આશ્વાસન મળ્યું છે.  તેમજ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સ એફએસઆઈપીટીએ એક નિવેદનમાં કહ્યું છે કે, સરકારનાં પગલાના વિરોધમાં ૧૬ જૂનને પેટ્રોલ તેમજ ડીઝલની કોઈ ખરીદી વેચાણ નહી થાય.આઈઓસીનું કહેવું છે કે, ડીલરોએ તે જોવું રહેશે કે, કિંમતોને અદ્યતન રાખવામાં આવશે. લોકોને તેની જાણકારી માટે સંશોધિત કિંમતો પેટ્રોલ પંપ પર તાત્કાલિક દર્શાવવામાં આવશે. આ પહેલા ગ્રાહકોને સૌથી સારી કિંમત પર ઇંધણ ઉપલબ્ધ કરાવવા અને કિંમત પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે છે.

Related posts

नीति आयोग की रिपोर्ट में खुलासा- 21 बड़े राज्यों की सूची में सबसे खराब है बिहार की स्वास्थ्य व्यवस्था

aapnugujarat

चिदंबरम पर लटकी गिरफ़्तारी की तलवार

aapnugujarat

યુવા અધિકારીઓને ફ્રન્ટ લાઇન ઉપર મોકલવાનો સેનાનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1