Aapnu Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિર્ટિની કામગીરીનું મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ કરેલું નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આજે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળે સાધુ બેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઇ પટેલ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની પ્રગતિ કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર રાજકીય નહીં, રાષ્ટ્રીય છે અને એમની એ મહાનતા અને આ વિરાટ પ્રતિભાને વિરાટતમ્‌ પ્રતિમાથી વિશ્વ સમક્ષ ઉજાગર કરાશે. તેમણે આ પ્રતિમા આગામી તા. ૩૧મી ઓક્ટોબર સરદાર પટેલ જ્યંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી. સરદાર સાહેબની આ પ્રતિમાનું કામ જે સ્તરે છે તેની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જણાવાયું હતું કે, પ્રતિમાનું સ્ટીલ સ્ટ્રક્ચર કામ તા.૨૦ સપ્ટેમ્બર સુધીમાં, બ્રોન્ઝ કામ તા.૧૦ ઓક્ટોબર સુધીમાં અને સંપૂર્ણ ફિનિશિંગ તા. ૨૫ ઓક્ટોબર સુધીમાં પુરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન પણ ૫૨ (બાવન) રૂમો સાથે નિર્માણ પામવાનું છે. મુખ્યમંત્રી એ આ સમગ્ર પરિસર વર્લ્ડ ક્લાસ બનવાનું છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, એ પરિપ્રેક્ષ્યમાં સફાઇ સિક્યુરિટી કાફેટેરિયા ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિકસાવાશે.
૧૮૨ મીટર ઊંચાઇની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માં ૧ લાખ ૪૦ હજાર ઘનમીટર કોંક્રીટનો જથ્થો, ૧૮૫૦૦ મેટ્રિક ટન સ્ટીલ ૭૦ હજાર મેટ્રિક ટન સિમેન્ટ અને ૨ હજાર મેટ્રિક ટન બ્રોન્ઝ વપરાશે. ૨૨૦૦૦ ચો.મીટર આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રતિમાના નિર્માણમાં ૩ હજાર કામદારો અને ૩૦૦ ઇજનેરો સતત કાર્યરત છે. અંદાજે ૨૯૮૯ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસર સાથે સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, સરદાર સાહેબની વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પૂર્વે સમગ્ર રાજ્યમાં સરદાર સાહેબના જીવન-કવન, એકતા અખંડિતતાને ઉજાગર કરતાં કાર્યક્રમો યોજવાની નેમ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સરદાર સાહેને યથોચિત અંજલી આપવાનું સ્વપ્ન ગુજરાત સાડા ૬ કરોડ ગુજરાતીઓના જનસહયોગથી સાકાર કરશે. મુખ્યમંત્રીશ્રીની આજની નર્મદા ડેમ સાઇટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાશનાથન, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી એસ.એસ. રાઠોર, નર્મદા નિગમના ટેકનીકલ ડિરેક્ટરશ્રી પી.વી. નાગપરા, જિલ્લાના અગ્રણીશ્રી ઘનશ્યામભાઇ દેસાઇ અને શ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, વડોદરા રેન્જના ડીઆઇજી અભયસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિગમના ચીફ એન્જીનીયરશ્રી પી.સી. વ્યાસ, અધિક્ષક ઇજનેરશ્રી કાનુનગો સહિતના ઇજનેરશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં વિશ્વની ઉંચામાં ઉંચી પ્રતિમા, પ્રતિમાનો પાયો અને પ્રદર્શન હોલ, મેમોરીયલ અને વીઝીટર સેન્ટર, સાધુ ટેકરીને મુખ્ય જમીન સુધી જોડતો પુલ, શ્રેષ્ઠ ભારત ભવન અને શ્રેષ્ઠ ભારત ભવનથી મેમોરીયલ સેન્ટર સુધીનો ચાર માર્ગીય રસ્તા જેવા ઘટકોનો સમાવેશ કરાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પ્રતિમાનું આવરણ બ્રોન્ઝનું છે, જે ૨૨૬૦૦ ચો.મીટર વિસ્તાર અને ૧૭૦૦ મેટ્રિક ટન વજનનું રહેશે. એકંદરે સંપૂર્ણ કામમાં આશરે ૮૬ ટકાથી વધુ ભૌતિક પ્રગતિ થયેલ છે. વિશાળકાય પ્રતિમાનું કામ તા.૩૧ મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Related posts

देश में अहमदाबाद रेल्वे स्टेशन ७वें नंबर पर

aapnugujarat

રાજય સરકાર પેટ્રોલ-ડિઝલ પરનો ટેક્ષ ઘટાડી પ્રજાને રાહત આપશે : નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

સુરત મનપાના વિકાસકાર્યોનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1