Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમરનાથ યાત્રા ફરી શરૂ : ૧૩૭ શ્રદ્ધાળુ રવાના

વાર્ષિક અમરનાય યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આજે સવારે ૧૩૭ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામાં આવી હતી. આ તમામ શ્રદ્ધાળુઓ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સાત જુદા જુદા વાહનોમાં રવાના કરવામાં આવ્યા હતા. અમરનાથમાં દર્શન કરનારની સંખ્યા હવે વધીને ૨.૮૪ લાખ સુધી પહોંચી ગઇ છે. કાશ્મીર ખીણ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી.
હજુ સુધી અમરનાથમાં શ્રદ્ધાળુઓ સતત પહોંચી રહ્યા છે. અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામા ંઆવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે રવાના થયા હતા. અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે.હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બરફથી બનતા શિવલિંગના દર્શન માટે આ વખતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે, આ વર્ષે લિંગમ વહેલીતકે ઓગળી જવાની પ્રક્રિયા શરૂ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.અમરનાથ યાત્રા પુર્ણાહુતિના આરે પહોંચી છે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા હવે ઘટી ગઇ છે. વાર્ષિક અમરનાથ યાત્રા આ વખતે શાંતિપૂર્ણ રહી છે. સઘન સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાના કારણે અમરનાથ યાત્રામાં આ વખતે કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ત્રાસવાદીઓ દ્વારા અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. જો કે તેમને સફળતા મળી નથી. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. ગયા વર્ષે ગુજરાતી શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી ખુવારી થઇ હતી. જો કે હવે સાવચેતી વધારે છે. ૧૦ દિવસ સુધી ચાલનાર બુડ્ડા અમરનાથની યાત્રામાં હજુ સુધી ૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા જઇ રહી છે. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે બુડ્ડા અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૩૧૪૦થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે.
આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા આવી છે. રક્ષા બંધનના દિવસે આ યાત્રા પૂર્ણ થનાર છે. અમરનાથ યાત્રા ૬૦ દિવસ સુધી ચાલે છે જે દરમિયાન પહેલગામ અને બલતાલ રૂટ મારફતે શ્રદ્ધાળુઓને અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે આગળ વધવા માટે મંજુરી આપવામાં આવે છે. આ વખતે સાવચેતીના વધુ પગલા લેવામાં આવ્યા હતા. હવે છડી મુબારકને લઇને પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. છડી મુબારક રક્ષા બંધનના દિવસે ગુફામાં પહોંચશે. ત્યારબાદ અમરના યાત્રાને પરંપરાગત રીતે પુજા કરવામાં આવ્યા બાદ પૂર્ણ જાહેર કરવામાં આવનાર છે.

Related posts

શત્રુધ્ન સિંહાની સુરક્ષામાં વધારો

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી વધારે સીટો જીતશે : યેદીયુરપ્પા

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનું ષડયંત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1