Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સમાં ૮૫ પોઈન્ટનો ઘટાડો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ફાઈનાન્સિયલ અને કન્ઝ્‌યુમરના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો. વૈશ્વિક બજારમાં સાવચેતી વચ્ચે બજારમાં અફડાતફડી જોવા મળી રહી છે. આજે બીએસઈ સેંસેક્સ ૮૫ પોઇન્ટ ઘટીને ૩૮૨૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨૬ પોઇન્ટ ઘટીને ૧૧૫૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો. ચાવીરુપ શેરમાં યશ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. આમા ૩.૫ ટકા અને બે ટકા વચ્ચેનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં ૦.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરબીઆઇ દ્વારા હાલમાં જ તેની નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી જેમાં આરબીઆઇ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ પહેલી ઓગષ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો હતો. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. પહેલી ઓગષ્ટના દિવસે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો હતો.આરબીઆઈએ તેના ભાગરુપે રેપોરેટની સાથે સાથે રિવર્સ રેપોરેટમાં પણ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ આ દર વધીને ૬.૨૫ ટકા થયો હતો. ગઇકાલે ગુરુવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૫૧ પોઇન્ટ ઉછળીને ૩૮૩૩૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૨ પોઇન્ટ ઉછળીને ૧૧૫૮૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો.એન્જિનિયરિંગ ક્ષેત્રની મહાકાય કંપની લાર્સન એન્ડ ટુબ્રોના બોર્ડે ગઇકાલે ગુરૂવારના દિવસે ૯૦ અબજ રૂપિયાના શેર બાયબેકની દરખાસ્તને લીલીઝંડી આપી દીધી હતી. ૧૫૦૦ રૂપિયા એક શેરની કિંમત આમા રાખવામાં આવી છે. આની સાથે જ કંપની ટીસીએસ અને એચસીએલ ટેકનોલોજી જેવી કંપનીઓની યાદીમાં જોડાઈ ગઈ છે.
આ કંપનીઓ દ્વારા હાલના સમયમાં જ બાયબેકની જાહેરાત કરવામાં આવી છે. એલ એન્ડ ટી દ્વારા પણ શેર બાયબેકની દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી હતી. ૪.૨૯ ટકાના તેના પેઇડઅપ ઇક્વિટીને ખરીદવા માટે દરખાસ્તને લીલીઝંડી આપવામાં આવી છે. એલ એન્ડ ટી દ્વારા પ્રથમ વખત શેર બાયબેકની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

Related posts

સેંસેક્સમાં ૧૦૭ પોઇન્ટનો ઘટાડો

aapnugujarat

कासगंज हिंसा में हिंदु ने हिंदु को मारा और मुस्लिम को फंसाया गया : एसपी नेता रामगोपाल यादव का दावा

aapnugujarat

वीरभद्र सिंह की तबियत बिगड़ी, आईजीएमसी में भर्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1