Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિએ એસસી-એસટી કાયદા ૨૦૧૮ને મંજૂરી આપી

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની સતામણીમાં તુરત જ કેસ દાખલ થશે અને ધરપકડ થશે. કેસ દાખલ કરતા પહેલાં પ્રાથમિક તપાસ અને ધરપકડ પહેલાં પરવાનગી લેવાની પણ જરૂર નહી પડે. રાષ્ટ્રપતિએ સુપ્રિમ કોર્ટના ચૂકાદાને બિન અસરકારક બનાવનારા એસસી-એસટી કાયદા ૨૦૧૮ને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી એસસી-એસટી કાયદો મજબૂત બની ગયો છે. સુપ્રિમ કોર્ટે ગઇ ૨૦ માર્ચના રોજ આપેલા ચૂકાદામાં એસસી-એસટી કાયદાના દુરૂપયોગ બાબતે ચિંતા વ્યકત કરીને દિશા-નિર્દેશો જાહેર કર્યાં હતા.સુપ્રિમે કહયું હતું કે એસસી-એસટી અત્યાચાર નિરોધક કાયદામાં ફરિયાદ મળ્યા પછી તુરંત જ કેસ દાખલ નહીં થાય. ડીએસપી પહેલાં ફરિયાદની પ્રાથમિક તપાસ કરીને જાણી લેશે કે તે મામલો ખોટો અથવા દુર્ભાવનાથી પ્રેરિત તો નથી ને. આ ઉપરાંત આ કાયદા હેઠળ એફ આઇઆર દાખલ થયા પછી આરોપીની તુંરત ધરપકડ નહી કરાય. સરકારી કર્મચારીની ધરપકડ કરતા પહેલાં સક્ષમ અધિકારી અને સામાન્ય માણસની ધરપકડ પહેલાં એસએસપીની મંજૂરી લેવી પડશે. એટલું જ નહી, કોર્ટે આરોપીના આગોતરા જામીનનો રસ્તો પણ ખોલી આપ્યો હતો.સુપ્રિમ કોર્ટના આ ચુકાદા પછી તેનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ત્યાર પછી સરકારે આ કાયદાને પૂર્વ સ્થિતિમાં લાવવા માટે એસસી-એસટી કાયદા સુધારણા બીલ સંસદમાં રજુ કર્યું હતું અને બંને સદનોમાં મંજૂર કરીને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી હવે તે સુધારો અમલી બની ગયો છે. આ સુધારેલા કાયદામાં એસસી-એસટી અત્યાચાર વિરોધી કાયદામાં કલમ ૧૮-એ ઉમેરદવામાં આવી છે.આ કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરતા પહેલાં પ્રાથમિક તપાસની જરૂર નથી. તપાસનીશ અધિકારીએ ધરપકડ કરતાં પહેલાં કોઇની પરવાનગી લેવાની જરૂર નથી. એટલું જ નહી, સુધારેલા કાયદામાં એમ પણ કહેવાયું છે આ કાનૂન હેઠળ અપરાધ કરનાર આરોપીને આગોતરા જામીનનો લાભ નહી મળે. સુધારેલા કાયદામાં ચોખ્ખુ કહેવાયું છે કે આ કાયદામાં કહેવાયેલી પ્રક્રિયાનું જ પાલન કરવાનું રહેશે.એટલે હવે કાયદા સુપ્રિમના ચુકાદાથી એકદમ ઉલ્ટો થઇ ગયો છે. કાયદામાં સુધારો કર્યા પછી આમતો સુપ્રિમના નિર્ણયનું કોઇ મહત્વ નથી રહ્યું છતાં પણ જણાવી દઇએ કે આ ચૂકાદા વિરૂધ્ધ કેન્દ્ર સરકારની ફેરવિચારણાની અરજી હજુ સુપ્રિમ કોર્ટમાં છે જ. પુનવિચાર અરજી પર નિર્ણય કરનાર બેંચમાં જસ્ટીસ આદર્શ કુમાર ગોયલ અને યુ. યુ. લલિતની બેંચ તેની સુનાવણી કરે છે અને આ બેંચે ચુકાદા પર સ્ટે આપવાની સરકારની માગણી ઉડાવી દીધી હતી. આ દરમિયાન જસ્ટીસ ગોયલ નિવૃત થઇ ગયા હોવાની પુનર્વિચાર અરજીની સુનાવણી માટે નવી બેંચનું ગઠન કરવું પડશે.

 

Related posts

वित्त मंत्री सीतारमण ने दिया रीपो रेट में कटौती का संकेत

aapnugujarat

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરની ૧૭૦૦ એનજીઓને નોટિસ પાઠવી

aapnugujarat

ગાંધીજીનો ઉલ્લેખ કરતાં પ્રશાંત ભૂષણે કહ્યું, દયાની ભીખ નથી માંગતો, સજા માટે તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1