Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાજપેયી કવિતા, ભાષણ અને જીવનના હિસ્સા તરીકે આદર્શ : ભાગવત

સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રાર્થના સભામાં પહોંચેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ વાજપેયીને યાદ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા ભાગવતે કહ્યું હતું કે, જડમાં પાણી નાંખીને એક વિશાળ વૃક્ષ તૈયાર કરવામાં તેમની સૌથી મોટી ભૂમિકા રહી હતી. સંઘ પ્રમુખે કહ્યું હતું કે, ગઇકાલે જ એક પુસ્તક હાથ લાગ્યું હતું જેમાં કેટલીક બાબતો લખેલી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, સુંદર પુષ્પ અને મધુર ફળથી એક વિશાળ વૃક્ષ ખુબ સુંદર દેખાય છે. તેના પાંદડા પણ દવાના રુપમાં કામ થાય છે. દવા બનાવવા માટે આવા વૃક્ષના પાંદડા પણ લોકો લઇ જાય છે. ખુશ્બુ માટે ફુલને લઇ જાય છે. સ્વાદિષ્ટ ફળોને લઇ જાય છે. કેટલા લોકોના મનમાં આવા વિચાર આવે છે કે, હજુ સુધી આ વૃક્ષ છાયડો આપે છે. સાથે સાથે અન્ય ઉપયોગી ચીજો પણ આપે છે તે ક્યારેય નાનકડા છોડ તરીકે હોય છે ત્યારે તેનું રક્ષણ પણ ઉપયોગી બની જાય છે. તેની જડોને મજબૂત કરવાની પણ મહત્વપૂર્ણ બાબત હોય છે. વાજપેયીએ એવા જ એક વૃક્ષને તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. આ પ્રકારના વૃક્ષને તૈયાર કરનાર ઘણા લોકો જતાં રહ્યા છે. કેટલાક લોકો આજે ઉપસ્થિત છે. આ પ્રકારના વૃક્ષને બનાવવામાં વાજપેયીની ભૂમિકા ક્યારેય કોઇ ભુલી શકે તેમ નથી. ભાગવતે કહ્યું હતું કે, વાજપેયી સાથે તેમનો વધારે સંપર્ક રહ્યો ન હતો. કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે વાજપેયી આવ્યા હતા. તે વખતે તેમને પ્રથમ વખત જોયા હતા. તેમના ભાષણને સાંભળવા માટે પહોંચતા હતા. પીએમ આવાસ પર જઇને તેમની ચર્ચાને સાંભળવાની તક પણ મળી હતી. વાજપેયી તમામ પ્રત્યે મિત્રતાના ભાવ રાખતા હતા.
જાહેર જીવનમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચીને પણ તેઓ જમીન સાથે જોડાયેલા રહ્યા હતા. વાજપેયીએ પોતાના જીવનથી તમામ માટે આદર્શ બની ગયા છે. આજે વાજપેયી નથી પરંતુ વાજપેયી હમેશા અમારી આસપાસ રહેશે. કવિતાઓ, ભાષણો, જીવનના કિસ્સાઓના રુપમાં તેઓ હંમેશા ઉપસ્થિત રહેશે.

Related posts

બેથી વધારે બાળકો ધરાવતા લોકોનો મતાધિકાર છીનવી લોઃ બાબા રામદેવ

aapnugujarat

ત્રિપલ તલાક અંગે બિલને લઇને રાજ્યસભામાં જોરદાર હોબાળો

aapnugujarat

દેશમાં ૨૪ કલાકમાં ૮૮ લાખથી વધુ લોકોને રસી વેક્સિન અપાઇ

editor

Leave a Comment

UA-96247877-1