Aapnu Gujarat
બ્લોગ

ગુપ્ત રીતે વાજપેયીએ પોખરણમાં પરિક્ષણ કરી ભારતને બનાવ્યું પરમાણુ રાષ્ટ્ર

૧૧ મે ૧૯૯૮નો દિવસ ભારતના ઈતિહાસમાં એક એવા અક્ષરે લખાયો છે જેને ભારવાસીઓ હંમેશા યાદ રાખાશે. આ દિવસે ભારતે દુનિયાને પોતાનો તાકાતનો પરચો દેખાડી દીધો હતો. જેનો પહેલો શ્રેય અટલ બિહારી બાજપેયીને જ આય છે. આ દિવસે જ રાજસ્થાનના પોખરણમાં ત્રણ બ્લાસ્ટ કરવામાં આવ્યાં હતાં અને આ સાથે જ ભારત ન્યૂક્લિયર ટેસ્ટ બની ગયો હતો. દેશ માટે આ પળ અત્યંત ગૌરવ લેનારી અને બેહદ ખાસ હતી. જોકે ભારતને પરમાણું રાષ્ટ્ર બનાવવાનું એટલું સરળ નહોતું.
મોટા ભાગે પોતાની કવિતાઓ અને ભાષણોથી લોકોના દિલ જીતનારા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારતને પરમાણું રાષ્ટ્ર બનાવવાની લીલી ઝંડી આપી દીધી હતી પરંતુ આ કામ ધારીયે તેટલું સરળ ન હતું. કારણ કે, ૧૯૯૮માં વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળવાની સ્થિતિમાં તેમણે અનેક ક્ષેત્રીય પાર્ટીઓ સાથે સમજુતી કરવી પડી હતી.
૧૯૯૬માં જ પરિક્ષણ કરવા માંગતા હતા વાજપેયી
અટલ બિહારી વાજપયી ૧૯૯૬માં જ ભારતને પરમાણું રાષ્ટ્ર બનાવવા માંગતા હતાં. જે સમયે તેમને વડાપ્રધન પદ સંભાળ્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવે તેમણે પરમાણું બોમ્બ બનાવવા વિષે જણાવ્યું હતું. પરંતુ તે સમયે વાજપેયીની સરકાર માત્ર ૧૩ જ દિવસ રહી અને આ સાથે જ તેમણે પોતાનો આ ઈરાદો પણ પડતો મુકવો પડ્યો હતો.
૧૯૯૫માં પૂરી કરી લેવામાં આવી હતી પરિક્ષણની તૈયારીઓ
૧૯૯૫માં તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવે પરિક્ષણની તમામ તૈયારીઓ પુરી કરી લીધી હતી, પરંતુ કોઈ અકળ કારણોસર તેઓ પરિક્ષણ કરી શક્યા નહીં. તેની પાછળ જે થિયરી ચર્ચાઈ રહી છે તે છે અમેરિકાના ઉપગ્રહોને પોખરણમાં ચાલી રહેલી તૈયારીઓ વિષે જાણકારી મળીએ ગઈ હતી, જેના કારણે તે સમયે પરિક્ષણનો વિચાર પડતો મુકવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમણે ૧૯૯૬માં ૧૩ દિવસની સરકાર રહી તે દરમિયાન અટલે એકમાત્ર પરમાણું પરિક્ષણ કાર્યક્રમને લીલી ઝંડી દેખાડવાનો નિર્ણય કર્યો પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તેમની સરકાર સ્થિર નથી તો તેમણે તેને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. આ બાબત પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વાજયેપી અને નરસિમ્હા રાવ એમ બંને ભારતને પરમાણું રાષ્ટ્ર બનાવવા માંગતા હતાં.
પડદા પાછળ અત્યંત ગોપનીય રીતે કરવામાં આવી રહ્યું હતું પરિક્ષણનું કામ
પરમાણું પરિક્ષણનું આ કામ પડદા પાછળ રહીને એકદમ ગોપનીય રીતે કરવામાં આવી રહ્યું હતું. માત્ર વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કેટલા અન્ય મહત્વના લોકોને જ પરિક્ષણની જાણકારી હતી. ઘણા બધા કારણો હતા જેથી વાજપેયી ઝડપથી પરીક્ષણ કરવા માંગતા હતાં. તેઓ જાણતા હતાં કે ચીન પાસે પરમાણું હથિયાર છે અને પાકિસ્તાનમાં પણ ઘોરી મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવી ચુક્યું છે. પાકિસ્તાનના સૂચના મંત્રી મુશાહિદ હુશૈને ઘોરીને ‘દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલનનો પ્રયાસ’ ગણાવી રહ્યાં હતાં. ઘોરી ઉપરાંત પાકિસ્તાને ‘ગઝનવી મિસાઈલ’ પર પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેવી જ રીતે ચીન-પાકિસ્તાનની વધતી જતી મિત્રતા પણ ભારત માટે ચિંતાનો વિષય હતી. અમેરિકા અને જાપાન સહિત અનેક પશ્ચિમી દેશ પણ ભારત પ અર ઝ્ર્‌મ્‌ પર હસ્તાક્ષર કરવા દબાણ કરી રહ્યાં હતાં.
૧૧ મે ૧૯૯૯ના રોજ વાજયેપીએ પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી
પરિક્ષણની મંજૂરી આપ્યા બાદ થોડા સમય પરિણામ જાણ્યા બાદ અટલ બિહારી વાજપેયીએ પોતાના નિવાસસ્થાને જ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં તેમણે પરમાણું પરિક્ષણ સફળ રહ્યું હોવાની જાણકારી આપતા કહ્યું હતું કે, આજે ૧૫ઃ૪૫ વાગ્યે ભારતે ત્રણ અંડરગ્રાઉડ ન્યૂક્લિયર ટેસ્ટને પોખરણમાં અંજામ આપ્યો. આજે કરવામાં આવેલુ પરિક્ષણ એક વિખંડન ઉપકરણ, ઉપજ ડિવાઈસ અને થર્મોન્યૂક્લિયર ડિવાઈસથી સજ્જ હતું. જે અપેક્ષા અનુંસાર રહ્યું. ચકાસણી કર્યા બાદ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વાતાવરણમાં રેડિયોએક્ટિવથી બહારના લોકોને કોઈ જ નુંકશાન નથી થયું. આ ટેસ્ટ પણ ૧૯૭૪માં કરવામાં આવેલા પ્રયોગ જેવા જ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હું તમામ વૈજ્ઞાનિકો અને એંજિનિયર જેમણે આ પરિક્ષણને સફળ બનાવવામાં મદદ કરવાના તમામને અભિનંદન આપું છું. જોકે, તે હંમેશા જ આ પરિક્ષણનો શ્રેય ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને આપે છે.

Related posts

कश्मीर है पाकिस्तान के पांव की बेड़ी

editor

એનઆરસી વિવાદ : મમતાનું ઘૂસણખોરો પ્રત્યે બેવડું વલણ કેમ…!!?

aapnugujarat

બાબા રામદેવના સુર બદલાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1