Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વાજપેયી દૂરદર્શિતા-અદ્‌ભૂત નેતૃત્વ ધરાવતા હતા : કોવિંદ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અવસાનની સાથે જ જુદા જુદા રાજકીય પક્ષોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાજપેયીના અવસાન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે, વાજપેયી ભારતીય રાજનીતિની મહાન હસ્તી હતી. વિલક્ષણ નેતૃત્વ, દૂરદર્શીતા, અદભુત ભાષણ તેમને વિશાળ વ્યક્તિત્વ પ્રદાન કરતા હતા. તેમના વિરાટ અને સ્નેહશીલ વ્યક્તિત્વ અમારુ સ્મૃતિઓમાં હમેશા રહેશે. બીજી બાજુ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે, ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ મૈત્રીત્વના ગુણ તેમના નેતૃત્વમાં સામેલ હતા જેને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. નાયડુએ કહ્યું હતું કે, તેઓ અસલી આઝાદ શત્રુ હતા જે સમાજના તમામ વર્ગોની સાથે રહ્યા હતા. તેઓ પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા જે સ્થિર સરકાર આપી શક્યા હતા. સિદ્ધાંતોની રાજનીતિની એક નવી પરિભાષા તેઓએ બેસાડી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ વાજપેયીને આઝાદ શત્રુ તરીકે ગણાવ્યા હતા. અમિત શાહે કહ્યું છે કે, જીવનમાં અટલ બિહારી વાજપેયીએ માત્ર આપવાની પરંપરા જ રાખી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આજે ભારતે પોતાના મહાન પુત્રને ગુમાવી દીધા છે. કરોડો ભારતીયોના સન્માનિત નેતા તરીકે હતા. રાહુલે કહ્યું છે કે, અમે તમામ તેમને હંમેશા યાદ કરીશું. તાતા સન્સના ચેરમેન રતન તાતાએ પણ વાજપેયીના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. તાતાએ કહ્યું છે કે, તેમને ખુબ આઘાત લાગ્યો છે. તેઓ મહાન સેન્સ ઓફ હ્યુમર અને કરૂણા રાખનાર એક મહાન રાજનેતા હતા. અગાઉ મનમોહનસિંહ, પાસવાન, ફારુક અબ્દુલ્લા, અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓ પણ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા.

Related posts

મેગા પોલ : મોદી સરકાર ફર્સ્ટ ડિવિઝનથી પાસ

aapnugujarat

જાપાની કાર કંપની નિસાન મોટર્સે ભારત પર કરોડો રૂપિયાનો દાવો કર્યો

aapnugujarat

અંબાણી પરિવારને મળી ધમકી : ‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

editor

Leave a Comment

UA-96247877-1