Aapnu Gujarat
રમતગમત

ભારત વાપસી કરી શકે છે : ડીન જોંસ

ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ડીન જોંસનું કહેવું છે કે, લૉર્ડસમાં મળેલ હાર બાદ પણ ભારતીય ટીમ ટેસ્ટ સીરિજમાં વાપસી કરી શકે છે. તેમણે કહ્યું કે, મેચ હારવાથી કોઇ ટીમ કોટી સાબિત થતી નથી. ઇંગ્લેન્ડે ભારતને બીજી ટેસ્ટમાં એક ઇનિંગ અને ૧૫૯ રનથી હરાવીને પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ૨-૦થી આગળ છે. ડીન જોંસએ કહ્યું કે, હું આશા કરુ છું કે, ભારતીય ટીમ વાપસી જરૂર કરશે. તેમને એક દિવસ ખરાબ મળ્યો, જ્યાં બોલ સ્વિંગ થઇ રહી હતી. જોકે, ભારતે પણ વાપસી પર વિચારવું પડશે. એક ટેસ્ટ મેચથી કોઇ ટીમ ખરાબ નથી થઇ જતી. લૉર્ડસમાં જે પ્રકારના હાલાત છે, આવું જોવા મળી જાય છે. જોકે ટીમે પણ એકજુટ થઇને વાપસી કરવી પડશે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં ૨-૦થી પાછળ છે, જોકે હજૂ પણ સીરિઝમાં ૩ મેચો બાકી છે. ભારતે આવનારી મેચોમાં જોરદાર વાપસી કરવી પડશે.
જોંસ અનુસાર, આવી સ્થિતિમાં કોચની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું કે, કોચ તરીકે આત્મવિશ્વાસ લાવવો મુશ્કેલ છે. પરંતુ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી માટે આ કામ કરવું જરૂરી છે. આ સિવાય તેમને વધારેમાં વધારે મહેનત કરીને મેદાનમાં ઉતરવું જોઇએ. આ સિવાય મને એ વાતનો અંદાજો નથી કે તેમની ઇજા કેટલી મોટી છે.

Related posts

रामचंद्र गुहा ने बीसीसीआई प्रशासक पद से इस्तीफा दिया

aapnugujarat

૨૦૧૮ ફુટબોલ વર્લ્ડકપ ક્વાલિફાઇંગ : સ્પેન આજે વર્લ્ડકપમાં સ્થાન મેળવવાના હેતુ સાથે ઉતરશે

aapnugujarat

फ्रेंच ओपन : उलटफेर की शिकार हुई केरोलिना प्लिस्कोवा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1