Aapnu Gujarat
બ્લોગ

સોમનાથ ચેટરજી ઘણાં લોકપ્રિય રાજકારણી હતા….

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થઈ જતા એક રાજકીય અધ્યાય સમાપ્ત થયો છે. ૮૯ વર્ષના સોમનાથ ચેટર્જીને વર્ષ ૨૦૧૪ માં એક નાનો સેરિબ્રલ સ્ટ્રોક થયો હતો. ત્યારબાદ તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યુ હતુ. દેશના લોકપ્રિય હસ્તીઓમાંના એક એવા સોમનાથ ચેટર્જી લોકસભા અધ્યક્ષના રૂપમાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી અને આના કારણે જ તે સૌના લોકપ્રિય ’સોમનાથ દા’ કહેવાતા હતા.સોમનાથ ચેટર્જીનો જન્મ અસમના તેજપુરમાં થયો હતો સ્વભાવથી ખૂબ જ હસમુખ સોમનાથ ચેટર્જી જાણીતા હિંદુ વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના પુત્ર હતા. નિર્મલ ચંદ્ર અખિલ ભારતીય હિંદુ મહાસભાના સંસ્થાપર પણ હતાય સોમનાથનો જન્મ ૨૫ જુલાઈ ૧૯૨૯ ના રોજ અસમની તેજપુરમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ કોલકત્તા અને બ્રિટનમાં કર્યો હતો.સોમનાથ દા એ સોમનાથ ચેટર્જીએ બ્રિટનમાં લૉ નો અભ્યાસ કર્યા બાદ કોલકત્તા હાઈકોર્ટમાં પ્રેકટીસ કરી હતી અને ત્યારબાદ રાજનીતિમાં પગલાં રાખ્યા હતા. સોમનાથ ચેટર્જીએ સીપીએમ સાથે રાજનીતિના કેરિયરની શરૂઆત ૧૯૬૮ માં કરી અને ૨૦૦૮ સુધી આ પક્ષ સાથે જોડાયેલા રહ્યા.૧૯૭૧ માં પહેલી વાર સાંસદ બન્યા અને ૧૦ વાર લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા. ૪ જૂન ૨૦૦૪ ના રોજ જ્યારે તે ૧૪મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા તો તેમના નામ પર પ્રસ્તાવ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાખ્યો જે સર્વસંમતિથી સ્વીકાર કરી લેવામાં આવ્યો અને શ્રી સોમનાથ ચેટર્જી નિર્વિરોધ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમને ઘણા વિનોદપ્રિય કહેવામાં આવતા હતા.એક સમયે ભારત સરકારના અમેરિકા સાથે કરવામાં આવેલા પરમાણુ સમજૂતીમાં સોમનાથ ચેટરજીએ પક્ષ વિરુદ્ધ જઈને મનમોહન સરકારને સમર્થન આપ્યું હતું અને તે કારણથી તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં પણ આવ્યા હતા.૨૦૦૮માં મનમોહન સરકારની આગેવાનીમાં જ્યારે ભારત સરકારે અમેરિકા સાથે પરમાણુ સમજૂતી કરી હતી તે સમય સોમનાથ ચેટરજીના રાજકીય જીવનમાં ઉથલ-પાથલનો સમય હતો. સીપીઆ્રૂએમ)એ આ સમજૂતીનો ખૂબ વિરોધ કર્યો હતો. સીપીઆ્રૂએમ) સરકાર પાસેથી સમર્થન પરત ખેંચી લીધું હતું. પક્ષે સોમનાથ ચેટરજીને સ્પીકર પદથી રાજીનામું આપવા કહ્યું હતું. પરંતુ સોમનાથ ચેટરજીએ તેમની રાજકીય સમજના કારણે તેમણે સ્પીકર પદથી રાજીનામું આપ્યું નહીં. ૨૦૦૮માં જ્યારે મનમોહન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો તે સમયે પણ સોમનાથ ચેટરજીએ મનમોહન સરકાર વિરુદ્ધ વોટ નહતો આપ્યો. કારણકે જો તેઓ એવું કરતાં તો તેમણે બીજેપીની નીતિ પ્રમાણે મત કર્યું હોવાનું માનવામાં આવત. આ ઘટના પછી સીપીઆ્રૂએમ)એ સોમનાથ ચેટરજીને પાર્ટીની બહાર કરી દીધા હતા. આ ઘટના વિશે સોમનાથ ચેટરજીએ કહ્યું હતું કે, પાર્ટીએ તેમને પક્ષ બહાર કર્યા તે તેમના જીવનના સૌથી દુઃખી દિવસોમાંથી એક છે. સોમનાથ ચેટરજીએ વર્ષ ૨૦૦૯માં સક્રિય રાજકારણને અલવિદા કહીને કોલકાતામાં રહેવાનું શરૂ કર્યું હતું.ચેટરજી ૧૯૬૮માં માકપા સાથે જોડાયા હતા. ૧૯૭૧માં તેઓ માકપાના સમર્થનથી અપક્ષ સાંસદ બન્યા હતા. તેઓ સૌથી લાંબા સમય સુઘી સાંસદ રહેનાર નેતાઓમાં સામેલ છે. તેઓ ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. માત્ર ૧૯૮૪માં તેઓ મમતા બેનરજીથી જાધવપુર સીટથી હાર્યા હતા. ત્યારપછી ૧૯૮૯થી ૨૦૦૪ સુધી તેમને સતત જીત મળી હતી. ૨૦૦૪માં તેઓ ૧૪મી લોકસભાના ૧૦મી વખત સાંસદ પસંદ થયા હતા. ૧૯૯૬માં તેમને શ્રેષ્ઠ સાંસદનો અવોર્ડ પણ મળ્યો હતો. સોમનાથ ૨૦૦૪માં બહુમતીથી લોકસભા અધ્યક્ષ બન્યા હતા. તેઓ આ પદ પર ૨૦૦૯ સુધી રહ્યા હતા.સોમનાથ ચેટરજીનું રાજકીય જીવન વિરોધાભાસ વચ્ચે શરૂ થયું હતું. તેમના પિતા દક્ષિણપંથી રાજકારણમાંથી હતા જ્યારે સોમનાથ ચેટરજીએ તેમના રાજકીય જીવનની શરૂઆત સીપીઆઈ(એમ) સાથે ૧૯૬૮માં કરી હતી. ૧૯૭૧માં તેઓ પહેલી વાર સંસદ તરીકે ચૂંટાયા હતા અને પછી ૧૦ વાર લોકસભાના સાંસદ બન્યા હતા. રાજકારણમાં સોમનાથ ચેટરજી એક સન્માનીય નેતા ગણાતા હતા.૧૯૭૧માં સાંસદ તરીકે પસંદ થયા પછી દર વર્ષે તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. વર્શ ૨૦૦૪માં તેઓ ૧૦મી લોકસભા માટે ચૂંટાયા હતા.તેમણે ૩૫ વર્ષ સુધી સાંસદ તરીકે દેશની સેવા કરી છે અને ૧૯૯૬માં તેમને સર્વશ્રેષ્ઠ સાંસદ તરીકે પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.વર્ષ ૨૦૦૪માં ૧૪મી લોકસભા માટે તેમને દરેક પક્ષની સહમતીથી લોકસભાના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.૨૦૦૫માં તેઓ ત્યારે વિવાદમાં આવી ગયા જ્યારે તેમણે ઝારખંડ વિધાનસભાના વોટ ઓફ કોન્ફિડન્સ વિશે સુપ્રીમ કોર્ટના નિર્ણયની તેમણે નિંદા કરી હતી. આ સમયે તેમણે કહ્યું હતું કે, કોર્ટે આ કેસમાં તેમના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તે સમયે વિપક્ષે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.સોમનાથ ચેટરજીનો જન્મ ૨૫ જુલાઈ ૧૯૨૯માં આસામના તેજપુરમાં થયો હતો. તેમના પિતા નિર્મલ ચંદ્ર ચેટરજી અને માનું નામ વિણાપાણી દેવી હતું. સોમનાથ ચેટરજીના પિતા અખીલ ભારતીય હિન્દુ મહાસભાના સંસ્થાપકમાં હતા અને વ્યવસાયે તેઓ વકીલ હતાં.સોમનાથ ચેટરજીએ કોલકાતા અને બ્રિટનમાં અભ્યાસ કર્યો હતો. લોનો અભ્યાસ કર્યા પછી તેઓ કોલકાતા હાઈકોર્ટમાં વકીલ બન્યા ત્યારપછી તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો.

Related posts

મદીરા વીશે થોડી રસપ્રદ માહીતી

aapnugujarat

આસામમાં એનઆરસીને કારણે અંધાધુંધી

aapnugujarat

રક્ષાબંધન : ભાઈની રક્ષા માટે બંધાતું પવિત્ર રક્ષા કવચ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1