Aapnu Gujarat
બ્લોગ

આસામમાં એનઆરસીને કારણે અંધાધુંધી

રાજ્યમાં ગેરકાનૂની અપ્રવાસીઓને બહારના કરવાના અભિયાન અંતર્ગત આસામમાં ૪૦ લાખ લોકોની ભારતીય નાગરિકતા રદ કરાઈ રહી છે.સંબંધીઓ અને સામાજિક કાર્યકરોનો દાવો aછે કે સંભવિત ’દેશનિકાલ’નો સામનો કરી રહેલા કેટલાક લોકોએ આઘાતમાં આવીને આત્મહત્યા કરી છે.મે મહિનામાં એક દિવસ ૮૮ વર્ષીય અશરફ અલીએ પોતાના પરિવારને કહ્યું કે તેઓ રમઝાનમાં ઇફ્તાર માટે ખાદ્યસામગ્રી લેવા જઈ રહ્યા છે. ખાવાનું લાવવાની જગ્યાએ તેઓએ ઝેર ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું.જે લોકોએ સાબિત કરી દીધું હતું કે તેઓ ભારતીય નાગરિક છે એ સૂચિમાં અલી અને તેમના પરિવારને સામેલ કરાયા હતા.પરંતુ તેમના સામેલ થવાની બાબતને તેમના પડોશીએ પડકાર ફેંક્યો હતો અને અલીને ફરી વાર પોતાની નાગરિકતા સિદ્ધ કરવા માટે બોલાવ્યા હતા. જે તેઓ તેમાં નિષ્ફળ જાય તો તેમની ધરપકડ થતી.તેમના ગામમાં રહેનાર મોહમ્મદ ગની કહે છે, તેમને ડર હતો કે તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે અને તેમનું નામ અંતિમ સૂચિમાંથી બહાર કરી દેવાશે.આસામમાં ૧૯૫૧માં નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (એનઆરસી) બનાવાયો હતો. જેથી એ નક્કી કરી શકાય કે કોણ આ રાજ્યમાં જન્મ્યું છે અને ભારતીય છે. તેમજ કોણ પડોશી મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશથી આવ્યા હોઈ શકે છે.આ રજિસ્ટરને પહેલી વાર અપડેટ કરાઈ રહ્યું છે. તેમાં એ લોકોને ભારતીય નાગરિક તરીકે સ્વીકાર કરાય છે જે સાબિત કરી શકે કે તેઓ ૨૪ માર્ચ, ૧૯૭૧ પહેલાંથી રાજ્યમાં રહે છે. આ તારીખે બાંગ્લાદેશે પાકિસ્તાનથી અલગથી થઈને પોતાની આઝાદીની ઘોષણા કરી હતી.ભારત સરકારનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાનૂની રહેતા લોકોની જાણકારી માટે આ રજિસ્ટર જરૂરી છે.ગત જુલાઈમાં સરકારે એક ફાઇનલ ડ્રાફ્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં આસામમાં રહેતા ૪૦ લાખ લોકોનાં નામ સામેલ નહોતાં. તેમાં બંગાળી લોકો છે, જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સામેલ છે.આ સપ્તાહના શરૂઆતમાં પ્રશાસને ઘોષણા કરી હતી કે ગત વર્ષે એનઆરસીમાં સામેલ લોકોમાંથી વધુ એક લાખ લોકોને સૂચિમાંથી બહાર કરાશે અને તેઓએ બીજી વાર પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે.૩૧ જુલાઈએ એનઆરસીની અંતિમ સૂચિ બહાર પડશે, આથી રજિસ્ટરમાંથી બહાર કરાયેલા લોકોમાંથી અડધા લોકો પોતાને સૂચિમાં બહાર કરવાના વિરોધમાં અપીલ કરી રહ્યા છે.૧૯૮૦નાં દશકનાં અંતિમ વર્ષોથી જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાની સાથે સેંકડો ટ્રિબ્યૂનલ સ્થાપિત કરાઈ રહ્યા છે.તેઓ નિયમિત રીતે શંકાસ્પદ મતદાતા કે ગેરકાનૂની ઘૂસણખોરોની વિદેશીઓના રૂપમાં ઓળખ કરી રહ્યા છે, જેમને દેશનિકાલ કરવાના છે.નાગરિક રજિસ્ટર અને ટ્રિબ્યૂનલે આસામમાં વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખવાળા અલ્પસંખ્યકોમાં ભય પેદા કર્યો છે.બહારથી આવનાર કથિત ઘૂસણખોરોને કારણે આસામમાં વિવાદ થઈ રહ્યો છે. જેના કારણે મૂળ વસતી અને બંગાળી શરણાર્થીઓ વચ્ચે જાતીય તણાવ પેદા થયો છે.વસ્તીનું ચિત્ર બદલવું, જમીનો, આજીવિકાની કમી અને રાજકીય પ્રતિસ્પર્ધાએ વિવાદની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે કે રાજ્યમાં કોને રહેવાનો અધિકાર છે.સામાજિક કાર્યકરોનું કહેવું છે કે ૨૦૧૫માં જ્યારથી સિટીઝન રજિસ્ટરને અપડેટ કરવાની શરૂઆત થઈ ત્યારથી સૂચિમાંથી બહાર થતા નાગરિકતા છિનવાઈ જતાં અને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાના ડરથી ઘણા બંગાળી હિંદુ અને મુસ્લિમ લોકોએ આત્મહત્યા કરી છે.સિટીઝન ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ સંગઠનના જામસેર અલીએ આસામમાં આત્મહત્યાના આવા ૫૧ કેસની સૂચિ બનાવી છે.તેમનો દાવો છે કે આ આત્મહત્યાઓનો સંબંધ નાગરિકતા છિનવાઈ જવાની સંભાવનાથી થયેલા પેદા થયેલા આઘાત અને તણાવ સાથે છે.તેમણે જણાવ્યું કે આમાંથી મોટા ભાગની આત્મહત્યા જાન્યુઆરી ૨૦૧૮ બાદ થઈ, જ્યારે અપડેટ કરાયેલા રજિસ્ટરનો પહેલો ડ્રાફ્ટ સાર્વજનિક કરવામાં આવ્યો.નાગરિક અધિકાર કાર્યકર પ્રસેનજિત બિસ્વાસ આ રજિસ્ટારને એક મોટી માનવીય આફત માને છે જે ધીમેધીમે વિકરાળ બનતી જાય છે.જેમાં લાખો નાગરિકો રાજ્યવિહોણા બનાવાઈ રહ્યા છે. તેમને પ્રાકૃતિક ન્યાયના બધા ઉપાયોથી વંચિત રાખવામાં આવે છે.આસામ પોલીસ સ્વીકારે છે કે આ મોત અકુદરતી છે, પરંતુ તેમનું કહેવું છે કે આ મોતને નાગરિકતા ઓળખ માટેની ચાલી રહેલી પ્રક્રિયા સાથે જોડવા માટેના પૂરતા સાક્ષી તેમની પાસે નથી.શોધકર્તા અબ્દુલ કલામ આઝાદ વર્ષ ૨૦૧૫માં રજિસ્ટર અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી આત્મહત્યા સુધીના તમામ રેકર્ડ રાખી રહ્યા છે.તેઓ કહે છે, ગત વર્ષે જ્યારથી એનઆરસીનો ફાઇનલ ડ્રાફ્ટ પ્રકાશિત થયો ત્યારથી આવા મામલા વધી ગયા છે.તેમણે કહ્યું કે પીડિતો સંબંધિત લોકોને હું મળતો રહું છું. જે લોકોએ આત્મહત્યા કરી તેમને શંકાસ્પદ મતદાતા ઘોષિત કરી દેવાયા હતા અથવા તો એનઆરસી સૂચિમાંથી બહાર કરી દેવાયા હતા. આ બહુ દુઃખદ છે.નાગરિક અધિકાર કાર્યકર્તા જામસેર અલીના અનુસાર આસામના બારપેટા જિલ્લામાં એક રોજમદાર ૪૬ વર્ષીય સૈમસૂલ હકે ગત નવેમ્બરમાં આત્મહત્યા કરી લીધી, કેમ કે તેમનાં પત્ની મલિકા ખાતૂનને સૂચિમાં સામેલ નહોતાં કરાયાં.વર્ષ ૨૦૦૫માં મલિકાને શંકાસ્પદ મતદાતા ઘોષિત કરાયાં હતાં, પરંતુ બારપેટા ફૉરેનર્સ ટ્રિબ્યૂનલમાં તેમની જીત થઈ. તેમ છતાં મતદાતા સૂચિ કે એનઆરસીમાં તેમનું નામ સામેલ ન થઈ શક્યું.કેટલાક કિસ્સામાં એનઆરસીએ ઘણી પેઢીઓ પર ત્રાસદાયક અસર છોડી છે.આ વર્ષે માર્ચમાં આસામમાં ઉડાલગિરિ જિલ્લામાં એક ૪૯ વર્ષીય રોજમદાર ભાવેન દાસે આત્મહત્યા કરી લીધી.તેમના પરિવારનું કહેવું છે કે કાનૂની લડાઈ માટે લીધેલું કરજ તેઓ ભરી નહોતા શક્યા.દાસના વકીલે એનઆરસીમાં સામેલ કરવાની અપીલ કરી હતી, તેમ છતાં તેમનું નામ જુલાઈમાં જાહેર થયેલી સૂચિમાં સામેલ ન થઈ શક્યું.આ પરિવારમાં એનઆરસીને લઈને આ બીજી આફત હતી, કેમ કે ૩૦ વર્ષ પહેલાં તેમના પિતાએ પણ આત્મહત્યા કરી હતી. તેમને પણ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.જોકે, તેમના મૃત્યુ પછીના થોડાક મહિનામાં જ ટ્રિબ્યૂનલે તેમને ભારતીય જાહેર કર્યા હતા.ખરુપેટિયા કસબામાં સ્કૂલટીચર અને વકીલ નિરોડ બારન દાસ પોતાના ઘરમાં મૃત મળી આવ્યા હતા.તેમના મિત્રો અને સંબંધીઓએ જણાવ્યું કે એ સમયે તેમના મૃતદેહ પાસેથી ત્રણ દસ્તાવેજ મળ્યા હતા.એક એનઆરસી નોટિફિકેશનમાં તેમને વિદેશી જાહેર કરાયા હતા.એક સ્યૂસાઇડ નોટમાં કહેવાયું હતું કે તેમના પરિવારની એક પણ વ્યક્તિ જવાબદાર નથી અને પત્નીને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં મિત્રો પાસેથી લીધેલા નાના કરજનો ઉલ્લેખ કરાયો હતો.તેમના ભાઈ અખિલચંદ્ર દાસે કહ્યું, વર્ષ ૧૯૬૮માં તેઓ ગ્રૅજ્યુએટ થયા હતા અને ૩૦ વર્ષ સુધી ભણાવ્યું.તેમના સ્કૂલ સર્ટિફિકેટથી સાબિત થાય છે કે તેઓ વિદેશી નહોતા. તેમના મૃત્યુ માટે એનઆરસી લાગુ કરનાર અધિકારી જવાબદાર છે.સુપ્રીમ કોર્ટે એનઆરસીની અંતિમ સૂચિ બનાવવા માટે ૩૧ જુલાઈ સુધીની સમયસીમા નક્કી કરી છે. આસામની સરકાર ઝડપથી આ સૂચિ તૈયાર કરી રહી છે.લાખો બંગાળી હિંદુ અને મુસ્લિમો રાજ્યવિહોણા થવાનો સામનો કરી રહ્યા છે.એક સ્થાનીય વકીલ હાફિઝ રાશિદ ચૌધરી કહે છે, એનઆરસી ડ્રાફ્ટમાંથી બહાર કરાયેલા ૪૦ લાખ લોકોમાંથી ઘણા અંતિમ સૂચિમાં સામેલ નહીં થઈ શકે. બની શકે કે આ સંખ્યા અડધાથી પણ વધુ હોય.આસામ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં આ પ્રકારનાં સિટિઝનશિપ રજીસ્ટરની વ્યવસ્થા છે. આ અગાઉ પહેલું રજીસ્ટર વર્ષ ૧૯૫૧માં બન્યું હતું.આ અગાઉ એનઆરસીની છેલ્લી યાદીને ૩૦ જૂને બહાર પાડવાની હતી પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સમન્વય પ્રતીક હજેલાની રિપોર્ટને આધારે રાજ્યમાં પૂરની પરિસ્થિતિને જોતા આ મુદત એક મહિના આગળ વધારી દીધી હતી.એનઆરસી અંગે આસામમાં કેટલાક પ્રદેશોમાં ઊંડી ચિંતા પણ છે. એવી ફરિયાદો મળી રહી છે કે બંગાળી બોલનારા અને ખાસ ધર્મ સાથે જોડાયેલા લોકો આ મુદ્દે ગરબડ કરી રહ્યા છે.જોકે બીજો ભાગ બહાર પાડતા પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ૩૦ જુલાઈએ જે યાદી બહાર પડવાની છે તે માત્ર એક ડ્રાફ્ટ હશે અને અંતિમ ડ્રાફ્ટ બહાર પાડતા પહેલાં તમામ ભારતીયોને પોતાનું નાગરિકત્વ સાબિત કરવાની તક આપવામાં આવશે.કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) ને બહાર પડાયા બાદ પ્રભાવિત લોકોને પોતાની મુશ્કેલીઓ અને હક રજૂ કરવા માટે પૂરતી તક પૂરી પાડવામાં આવશે.એમણે કહ્યું , ચિંતાનું કોઈ કારણ નથી. આ સાથે ગૃહ મંત્રાલયે આસામ સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જે લોકોનાં નામ એનઆરસીની યાદીમાં નથી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.૧૯૪૭નાં ભાગલા વખતે કેટલાક લોકો પૂર્વ પાકિસ્તાનમાં જતા રહ્યા પણ એમની જમીન-મિલકત આસામમાં હતી અને બન્ને તરફથી લોકોની અવર-જવર ભાગલા પછી પણ ચાલુ રહી હતી.એમાં વર્ષ ૧૯૫૦માં થયેલા નહેરુ- લિયાકત કરારનો પણ હાથ હતો.તત્કાલીન પૂર્વ પાકિસ્તાન અને પછીથી બાંગ્લાદેશમાંથી લોકો ગેરકાયદેસર રીતે આસામમાં આવવા માંડ્યા અને એનાથી રાજ્યની વસ્તીનું માળખું જ બદલાઈ ગયું.ત્યાર પછી આસામમાં વિદેશીઓનો મુદ્દો ચર્ચામાં આવ્યો.આ જ સંજોગોમાં વર્ષ ૧૯૭૯ થી ૧૯૮૫ વચ્ચે છ વર્ષ સુધી આસામમાં એક આંદોલન ચાલ્યું.સવાલ એ પેદા થયો કે કોણ વિદેશી છે અને કોણ નથી, એ નક્કી કેવી રીતે કરવામાં આવે? વિદેશીઓ સામેનો જંગમાં આ વિવાદનું મુખ્ય કારણ હતું.૧૫ ઑગસ્ટ ૧૯૮૫ એ આસૂ અને બીજી સંસ્થાઓ સાથે ભારત સરકારે આ સમજૂતી કરી હતી. તેને અસામ સમજૂતીનાં નામથી ઓળખવામાં આવે છે.સમજૂતી હેઠળ ૨૫ માર્ચ ૧૯૭૧ બાદ આસામમાં આવેલા હિંદુ-મુસલમાનોની ઓળખ કરવાની બાકી હતી અને એમને રાજયની બહાર મોકલવાના હતા.આસૂએ ૧૯૭૯માં આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની તપાસ કરી એમને પાછા મોકલવા માટે એક આંદોલનની શરૂઆત કરી હતી.આસામ સમજૂતી પછી આંદોલન સાથે જોડાયેલા નેતાઓએ આસામ ગણ પરિષદ નામના એક રાજકીય પક્ષની સ્થાપના કરી જેણે રાજ્યમાં બે વખત સરકાર બનાવી.વર્ષ ૨૦૦૫ માં વડાપ્રધાન મનમોહન સિંહના સમયગાળામાં વર્ષ ૧૯૫૧ નાં નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝનશિપ એનઆરસીને અપડેટ કરવાનો નિર્ણય કર્યો.એવું નક્કી કરવામાં આવ્યું કે આસામ સમજૂતી હેઠળ ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાં આસામમાં ગેરકાયદે આવેલા લોકોનું નામ પણ નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝનશિપમાં દાખલ કરી દેવામાં આવશે. પણ વિવાદ અહીં અટક્યો નહીં.વાત અદાલતને દરવાજે ગઈ અને પછી વર્ષ ૨૦૧૫ માં સુપ્રીમ કોર્ટની દેખરેખમાં આઈએએસ અધિકારી પ્રતીક હજેલાને એનઆરસી અપડેટ કરવાનું કામ સોંપવામાં આવ્યું.પ્રતીક હજેલાને એનઆરસીનાં કોઑડિનેટર બનાવવામાં આવ્યા હતા અને એમને એનઆરસી અપડેટ કરવાનું કામ ચોક્કસ સમયગાળામાં પૂર્ણ કરવાનું હતું.આસામનાં નાગરિકોનાં વેરિફિકેશનનું કામ સુપ્રીમ કોર્ટના આદેશ પર મે ૨૦૧૫ માં શરૂ કરવામાં આવ્યું. આ માટે રજીસ્ટ્રાર જનરલ દ્વારા સમગ્ર રાજ્યમાં કેટલાક એનઆરસી કેન્દ્રો ખોલવામાં આવ્યાં.એનઆરસીમાં દાખલ થવા માટેની યોગ્યતા પ્રમાણે એ લોકોને ભારતીય નાગરિક ગણવામાં આવશે કે જેમનાં પૂર્વજોનાં નામ ૧૯૫૧નાં એનઆરસીમાં કે ૨૪ માર્ચ ૧૯૭૧ સુધીના કોઈ પણ મતદાર યાદીમાં હાજર હોય.આ સિવાય ૧૨ અલગ પ્રકારના સર્ટિફિકેટ કે દસ્તાવેજ જેવા કે જન્મ પ્રમાણપત્ર, જમીનની માલિકીનાં કાગળો, શરણાર્થી પ્રમાણપત્ર,સ્કૂલ-કૉલેજનાં સર્ટિફિકેટ, પાસપોર્ટ, કોર્ટના પેપર્સ પણ પોતાની નાગરિકતા પ્રમાણિત કરવા માટે રજૂ કરી શકાય છે.જો કોઈ વ્યક્તિનું નામ ૧૯૭૧ સુધીની કોઈ પણ મતદાર યાદીમાં નથી પણ કોઈ દસ્તાવેજમાં એમનાં કોઈ પૂર્વજનું નામ છે તો એમને એ પૂર્વજ સાથે એમનો સબંધ સાબિત કરવાનો રહેશે.ઘણા કિસ્સાઓમાં બૉર્ડર પોલીસ લોકોને આ મુદ્દે નોટિસ મોકલાવે છે ત્યાર બાદ એમણે ફૉરેનર્સ ટ્રિબ્યૂનલમાં પોતાની નાગરિકતાનો પુરાવો આપવાનો રહે છે.એનઆરસીના કોઑડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું છે કે ડ્રાફ્ટમાં જેના નામ આવ્યા નથી એ લોકોને પણ દાવો કરવાની પૂરતા પ્રમાણ તક મળશે.એમણે કહ્યું કે જેના નામ નથી એ લોકોએ ગભરાવવાની કોઈ જરૂર નથી પણ સંબંધિત સેવા કેન્દ્રોમાં એક ફૉર્મ ભરવાનું રહેશે.આ ફોર્મ ૭ ઓગસ્ટ થી ૨૮ સપ્ટેમ્બર વચ્ચે મળશે. અને અધિકારીઓએ એમને આનું કારણ જણાવવું પડશે કે યાદીમાં એમના નામ રહી કેમ રહી ગયા.ત્યાર બાદ લોકોને પોતાનો હક રજૂ કરવા માટે એક બીજું ફૉર્મ ભરવું પડશે જે ૩૦ ઓગસ્ટ થી ૨૮ સપ્ટેમ્બર સુધી મળી રહેશે.

Related posts

ફિનલેન્ડમાં રહેતા નાગરિકો સૌથી ખુશાલ છે : અહેવાલ

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

વિશ્વને હાલમાં ૭ કરોડ શિક્ષકોની જરૂર : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1