Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જીલ્લાના દક્ષીણ બોપલમાં “ગ્રીન સોબો” કેમ્પેઇન અંતર્ગત 200 વૃક્ષો રોપાયા

       દુનિયાભરમાં કપાતા જતા વૃક્ષોના કારણે પ્રકૃતિનું સંતુલન બગડી રહ્યુ છે અને જેની સીધી અસર વરસાદ પર દેખાઇ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના બોપલ નગરપાલીકાના કાઉન્સિલર વૃશાલી દાતાર દ્વારા સાઉથ બોપલમાં લોકોને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરીત કરવામાં આવી રહ્યા છે. સાઉથ બોપલના 300થી વધારે લોકોએ સાથે મળી ગૃપ બનાવીને 8થી 10  ફિટ હાઈટ ના 200 વૃક્ષ વાવ્યા હતા. વધારે ઓક્સિજન આપે, પક્ષીઓ માટે માળા બનાવવામાં સરળ રહે અને ઇકોસિસ્ટમ ને લાભદાયક હોય તેવા વૃક્ષોની ખાસ પસંદગી કરવામાં આવી હતી. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે અને આપણી આવનારા પીઢી ને આપણે સ્વસ્થ પર્યાવરણ આપવાનું છે આ ભાવના મન જાગૃત કરીને સાઉથ બોપલ ના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા “ગ્રીન સોબો” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યુ છે.  
“ગ્રીન સોબો” કેમ્પેઇન ગ્રુપ સંયોજક વૃષાલી દાતાર (કાઉન્સિલર), પ્રસિદ્ધ માંગરોલીયા તથા રોહિત શાહે જણાવ્યુ હતુ, “ગ્રીન સોબો” કેમ્પેઇન આખા ચોમાસા દરમ્યાન ચલાવવામાં આવશે અને સાઉથ બોપલમાં 2500થી વધુ વૃક્ષો રોપવામાં આવશે. આ ડ્રાઈવ ના પ્રથમ તબક્કાનુંનું ઉદઘાટન  ઔડાના મુખ્ય કારોબારી અધિકારી એ. બી. ગોર (આઇ. એ. એસ.) ના વરદ હસ્તે કરવામાં આવ્યુ હુત. આ વૃક્ષારોપણ કાર્યક્રમમને સફળ બનાવવા ગ્રુપના કોર ટીમના સદસ્ય ભૂમિ શાહ,રિન્કી શાહ, અર્ચના ગ્રેવાલ, જયદેવ બાભરીયા,સિદ્ધાર્થ શાહ, જયમીન પટેલ, ચિરાગ ચૌહાણ,શ્રીરામ મરાઠે તથા 300 થી વધુ સાઉથ બોપલના રહેવાસીઓ દ્વારા તન મન ધનથી સહકાર્ય આપ્યો હતો.

Related posts

કડીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું પથ સંચલન યોજાયું

aapnugujarat

વિરમગામ શહેરમાં વરસાદી ગટરોમાં ઠેરઠેર કાદવકીચડ-ગંદકીના થર જામ્યા,નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય યોગ્ય રીતે ન થયાની લોક ફરિયાદ

aapnugujarat

ભારતમાં ૫ લાખ પોલીસ કર્મીની ઘટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1