Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેરમાં વરસાદી ગટરોમાં ઠેરઠેર કાદવકીચડ-ગંદકીના થર જામ્યા,નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય યોગ્ય રીતે ન થયાની લોક ફરિયાદ

વિરમગામ શહેરમાં ચોમાસા પહેલાં નગરપાલિકાના દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંગે વરસાદી ગટરનું કામમાં બેદરકારી રાખતાં લોક ફરિયાદ ઉઠી છે. વિરમગામ શહેરમાં ચોમાસામાં સામાન્ય વરસાદે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જાય છે જેનું મુખ્ય કારણ એ છે કે દર વર્ષે વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય દ્વારા વિરમગામ શહેરની આશરે ૨ થી ૩ કિ.મી સુધીની વરસાદી પાણી નિકાલ માટેની વરસાદી ગટરની સફાઇ હાથ ઘરવામા આવે છે જે આ વર્ષે આ પ્રિમોન્સુન પ્લાનનું કાર્ય અધધ બેદરકારીભર્યું થયું હોવાનું વિરમગામ શહેરના નાગરિકો અને વેપારીઓ જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેર-તાલુકામાં સામન્ય વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં છાશવારે વરસાદી પાણી ભરાઇ જાય છે. વિરમગામ ગોલવાડી દરવાજા બહાર અવાડા પાસે આવેલા તિરૂપતિ કોમ્પલેક્ષમાં ઢીંચણસમા પાણી ભરાય છે ત્યારે આ વર્ષે પણ વિરમગામ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન પ્લાન અંગે વરસાદી ગટરની સફાઈ હાથ તો ઘરી છે પરંતુ અનેક વરસાદી ગટરમાં ઠેરઠેર ગંદકી અને કાદવકીચડના થર જામ્યા છે તેની હજુ પણ સફાઇ હાથ ઘરવામાં આવી નથી જેથી આ વરસાદી ગટરની સફાઈ યોગ્ય રીતે સાફ કરવામાં આવે તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવાાં પ્રશ્નનું નિરાકરણ થાય તેમ છે.

Related posts

તા. ૧ લી થી ૩ જી જૂન સુધી રાજપીપલામાં ક્લાઇમેટ ચેન્જ અંગે વૈજ્ઞાનિક માહિતી – વિભાગીય યોજનાઓની જાણકારીને લગતું પ્રદર્શન યોજાશે : પ્રદર્શન નિહાળવા જાહેર આમંત્રણ

aapnugujarat

શહેર-જિલ્લામાં ૨૬ વર્ષમાં ૪૮,૫૮૫ ફરિયાદો દાખલ : ૨૪મીએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન મનાવાશે

aapnugujarat

Gujarat bags two awards in the Health Sector from the Central Government

aapnugujarat

Leave a Comment

UA-96247877-1