Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુમારસ્વામીના શપથ પર ૪૨ લાખનો ખર્ચ થયો

કર્ણાટકમાં કોંગ્રેસની સાથે મળીને ગઠબંધનની સરકાર બનાવનાર જનતા દળ સેક્યુલરના નેતા એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેનાર નેતાઓના ખર્ચના સંદર્ભમાં જો જાણવામાં આવશે તો તમામના પગની નીચેની જમીન નિકળી શકે છે. એક દિવસના આ કાર્યક્રમમાં જનતાના આ સેવકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનું બિલ બે લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આરટીઆઈ હેઠળ કરવામાં આવેલી અરજીના જવાબમાં આ માહિતી મળી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કર્ણાટક સરકારે ૪૨ લાખ રૂપિયાનો ખર્ચ સાત મિનિટના શપથગ્રહણ ઉપર કર્યો હતો. અરવિંદ કેજરીવાલે તાજ વેસ્ટએન્ડમાં ૨૩મી મેના દિવસે સવારે ૯.૪૯ વાગે એન્ટ્રી કરી હતી અને ૨૪મી મે સવારે ૫.૩૪ વાગે નિકળી ગયા હતા જે દિવસે તેઓ પહોંચ્યા હતા તે દિવસે રાત્રે ઇન રૂમ ડાઇનિંગ, ખાવાપીવા પર ૭૧.૨૫ રૂપિયા અને બેવરેજના ૫૦૦૦ રૂપિયાનું બિલ બન્યું હતું. બેંગ્લોરમાં મળેલા દસ્તાવેજો મુજબ આ અંગેની માહિતી મળી છે. ૧૩મી મે ૨૦૧૩ના દિવસે સિદ્ધારમૈયા અને ૧૭મી મે ૨૦૧૮ના દિવસે યેદીયુરપ્પાના શપથગ્રહણ દરમિયાન સરકારના મહેમાનોના રોકાવવા પર ખર્ચ ઉપાડ્યો ન હતો. કુમારસ્વામીના શપથગ્રહણમાં ૪૨ મોટા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. સૌથી વધારે ખર્ચ ૮૭૨૪૮૫ રૂપિયા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ઉપર કરવામાં આવ્યો હતો. મહેમાન પર કરવામાં આવેલા આ પ્રકારના ખર્ચને લઇને રાજ્ય સરકારના પૂર્વલોકાયુક્ત જસ્ટિસ સંતોષ હેગડે દ્વારા ટીકા કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, સરકારને આ પ્રકારની બર્બાદીની તક આપવી જોઇએ નહીં. સરકાર કહે છે કે, વિકાસ માટે તેમની પાસે પૈસા નથી. કેજરીવાલના બચાવમાં હવે રાજ્યસરકારે પણ પ્રતિક્રિયા આપી છે.

Related posts

ગોરખા આંદોલનની જ્વાળામાં દાર્જિલિંગનો પ્રવાસન ઉદ્યોગ દાઝ્યો

aapnugujarat

મૂરલી મનોહર જોશીની મુલાકાત લેતાં મોદી અને અમિત શાહ

aapnugujarat

લાખો શ્રદ્ધાળુ અયોધ્યામાં મંદિર ઇચ્છે છે : શ્રીશ્રી રવિશંકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1